Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ઋષભદેવનો પાંચમે ભવ (લલિતાંગ દેવ)
સર્ગ ૧ લો. સ્વયં બુદ્ધે કહ્યું- હે મહારાજ ! ખેદ કરે નહીં અને દઢ થાઓ. તમે પરલોકમાં મિત્ર સમાન યતિધર્મને આશ્રય કરે. એક દિવસની પણ દીક્ષા પાળનારે માણસ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે સ્વર્ગની શી વાત ?” પછી મહાબળ રાજાએ તેમ કરવું સ્વીકારી, આચાર્ય જેમ પ્રાસાદમાં પ્રતિમાનું સ્થાપન કરે તેમ પુત્રને પિતાની પદવી ઉપર સ્થાપન કર્યો. તદનંતર દીન અને અનાથ લોકોને તેણે એવું અનુકંપાદાન આપ્યું કે તેથી તે નગરમાં યાચના કરે એ કઈ પણ દીન રહ્યો નહીં. જાણે ઇંદ્ર હોય તેમ તેણે સર્વ ચૈત્યમાં વિચિત્ર પ્રકારના વસ્ત્ર, માણિજ્ય, સુવર્ણ અને કુસુમાદિકથી પૂજા કરી પછી સ્વજનેને ખમાવી, મુનીંદ્રના ચરણ સમીપે જઈ તેણે મોક્ષલક્ષમીની સખીરૂપ દીક્ષા અંગીકાર કરી. સર્વ સાવદ્યાગની વિરતિ કરવાની સાથે તે રાજર્ષિએ ચતુર્વિધ આહારનું પણ પ્રત્યા
ખ્યાન કર્યું. પછી સમાધિરૂપી અમૃતના ઝરામાં નિરંતર મગ્ન રહી કમલિનીના ખંડની પેઠે તેઓ જરા પણ ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ મહાસત્તશિરોમણિ તે જાણે ભેજ્ય પદાર્થ નું ભજન કરતા હોય અને પેય પદાર્થનું પાન કરતા હોય તેમ અક્ષીણુ કાંતિવાળા થવા લાગ્યા. બાવીશ દિવસનું અનશન પાળીને પ્રાંતે સમાધિમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું
સ્મરણ કરતાં તેમણે કાળ કર્યો. ત્યાંથી જાણે દિવ્ય અશ્વો હોય તેવા પિતે સંચિત કરેલા પુણ્યવડે તેઓ તત્કાળ દુર્લભ એવા ઈશાન કલ્પને પ્રાપ્ત થયા. ત્યાં શ્રીપ્રભ નામના વિમાનમાં ઉત્પન્ન થવાના શયનસંપુટને વિષે મેઘના ગર્ભમાં જેમ વિદ્યપુંજ ઉત્પન્ન થાય તેમ તે ઉત્પન્ન થયા. દિવ્ય આકૃતિ, સમચતુરન્સ સંસ્થાન, સપ્ત ધાતુઓથી રહિત શરીર, શિરીષ પુપના જેવી સુકુમારતા, દિશાઓના અંતરભાગને આક્રાંત કરે એવી કાંતિ, વજા જેવી કાયા, મેંટે ઉત્સાહ, સર્વ પ્રકારનાં પુણ્ય લક્ષણે, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરવાની શક્તિ, અવધિજ્ઞાન, સર્વ વિજ્ઞાનમાં પારંગતપણું, અણિમાદિ આઠ સિદ્ધિની પ્રાપ્તિ, નિર્દોષતા અને અચિંત્ય વૈભવ-એવા સર્વ ગુણે યુક્ત તે લલિતાંગ એવું સાર્થક નામ ધારણ કરનાર દેવ થયા. બંને ચરણમાં રત્નના કડાં, કટીભાગ ઉપર કટીસૂત્ર, હાથમાં કંકણ, ભુજાઓમાં બાજુબંધ, વક્ષસ્થળ ઉપર હાર, કંડમાં યિક (ગળચ), કાનમાં કુંડળ, મસ્તક ઉપર પુષ્પમાળા તથા કીરીટ-વગેરે આભૂષણે, દિવ્ય વસ્ત્રો અને સર્વ અંગેના ભૂષણરૂપ યૌવન તેને ઉત્પન્ન થવાની સાથે જ પ્રાપ્ત થયું. તે વખતે પ્રતિશથી દિશાઓને ગજાવી મૂકતા દુંદુભિ વાગ્યા અને જગતને આનંદ કરે તથા ય પામ” એવા શબ્દો મંગળપાઠકે બોલવા લાગ્યા. ગીત વાજીંત્રના નિર્દોષથી અને બંદીજનેને કેલાહળથી આકુળ થયેલું તે વિમાન, જાણે પોતાના સ્વામીના આવવાથી થયેલા હર્ષવડે ગર્જના કરતું હોય તેવું જણાવા લાગ્યું. પછી જેમ સૂતેલો માણસ ઉઠે તેમ તે લલિતાંગ દેવ ઉઠીને આવી રીતને દેખાવ જોઈ વિચારવા લાગ્યો-“શું આ ઈન્દ્રજાળ છે ? શું સ્વમ છે ? શું માયા છે? કે શું છે ? આ સર્વ ગીતનૃત્યાદિ મને ઉદ્દેશીને કેમ પ્રવર્તે છે? આ વિનીત કો મારે વિષે સ્વામીપણું ધારણ કરવાને માટે કેમ તલ્પી રહ્યા છે ? અને આ લક્ષ્મીના મંદિરરૂપ, આનંદના સદનરૂપ, સેવવા લાયક, પ્રિય અને રમણીય ભુવનમાં હું ક્યાંથી આવ્યો છું ? આવી રીતે તેના મનમાં વિતર્કો પ્યુરી રહ્યા હતા, તેવામાં પ્રતિહારે તેની પાસે આવી, અંજલિ જેડી કેમળ ગિરાથી નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–
૧ ક૫ દેવલોક, ઇશાન કલ્પ-બીજુ દેવક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org