Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
હર
પંડિતાએ આલેખેલ પટ.
સર્ગ ૧ લે. કેણુ નાખે? તે મારા પ્રાણપતિ જે મારા વચનગેચર ન થાય તે બીજાની સાથે આલાપ કરવાથી મારે સયું” એમ વિચારીને તેણીએ મૌન ગ્રહણ કર્યું.
જ્યારે તે બેલી નહીં ત્યારે તેની સખીઓએ દેવદોષની શંકાથી મંત્રતંત્રાદિકના યથોચિત ઉપચાર કરવા માંડ્યા. તેવા સેંકડે ઉપચારથી પણ તેણીએ મૌન છેડયું નહીં, કેમકે અન્ય વ્યાધિને અન્ય ઔષધ શાંતિકારક થતું નથી. પ્રયોજન પડે ત્યારે તે પિતાના પરિજનને અક્ષર લખીને અથવા ભ્રકુટી અને હસ્ત વિગેરેની સંજ્ઞાથી જણાવવા લાગી. એક વખતે શ્રીમતી પિતાના ક્રીડાઉઘાનમાં ગઈ, તે સમયે એકાંત જાણી તેની પંડિતા નામની ધાત્રીએ કહ્યું – “રાજપુત્રી! તું મારા પ્રાણ જેવી છે અને હું તારી માતા સમાન છું. તેથી આપણે બંનેને પરસ્પર અવિશ્વાસ રાખવાનું કાંઈ પણ કારણ નથી. હે પુત્રી ! જે હેતુથી તે મૌન ધારણ કર્યું છે તે હેતુ મને કહે અને દુઃખમાં મને ભાગિયણ કરીને તારું દુઃખ હલકું કર. તારું દુઃખ જાણ્યા પછી તેના ઉપાયને માટે હું પ્રયત્ન કરીશ; કેમકે રેગ જાણ્યા વિના તેની ચિકિત્સા થઈ શકતી નથી.” પછી પ્રાયશ્ચિત લેનારે માણસ જેમ સદ્દગુરુ પાસે યથાર્થ વૃત્તાંત નિવેદન કરે તેમ શ્રીમતીએ પિતાને પૂર્વ જન્મ યથાર્થ રીતે પંડિતાને સંભળાવે, એટલે તે સર્વ વૃત્તાંત એક પટમાં આલેખીને ઉપાયમાં પંડિતા એવી તે પંડિતા પટ લઈને બહાર ચાલી. તે સમયના અરસામાં વજન ચક્રવતીની વર્ષગાંઠ આવેલી હોવાથી તે પ્રસ્તાવ ઉપર ઘણા રાજાઓ અને રાજકુમારે ત્યાં આવવા લાગ્યા હતા. તે વખતે જાણે શ્રીમતીને માટે મને રથ હાય એવા તે આલેખેલા પટને સ્કુટ રીતે પહેળે કરી પંડિતા રાજમાર્ગમાં ઊભી રહી. કેટલાએક આગમ જાણનારાઓ આગમન અર્થ પ્રમાણે આલેખેલ નંદીશ્વરદ્વીપ વિગેરે જોઈ તેની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાએક માણસે શ્રદ્ધાથી પિતાની ગ્રીવાને કંપાવતા તેમાં આલેખેલા શ્રીમત્ અર્હતના પ્રત્યેક બિંબનું વર્ણન કરવા લાગ્યા, કળા-કૌશલ્યમાં પ્રવીણતા ધારણ કરનારા કેટલાએક પાંથા તીણ નેત્રવડે તે પટ જોઈને રેખાઓની શુદ્ધિની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાક લોકો કાળા, ઘેળા, પીળા, લીલા અને રાત રંગાવડે સંધ્યાભ૪ સદશ કરેલા તે પેટની અંદરના રંગનું વર્ણન કરવા લાગ્યા. એવા વખતમાં યથાર્થ નામવાળા દુર્દશન રાજાને દુદ્દત નામને પુત્ર ત્યાં આવી ચડ્યો. તે ક્ષણવાર પટને જોઈ કપટ-મૂછીએ પૃથ્વી ઉપર પડ્યો અને પછી જાણે સંજ્ઞા પ્રાપ્ત થઈ હોય તેમ ઊડ્યો. ઊઠ્યા પછી લોકોએ તેને મૂર્છાનું કારણ પૂછ્યું. એટલે કપટ નાટકવડે તે પોતાને વૃત્તાંત કહેવા લાગ્યો– “આ પટમાં કોઈ એ મારું પૂર્વજન્મનું ચરિત્ર આલેખ્યું છે તેના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ હું લલિતાંગ દેવ છું અને મારી દેવી સ્વયંપ્રભા છે.' એવી રીતે જે છે તેમાં લખ્યું હતું તે પ્રમાણે તેણે કહ્યું. પછી પંડિતાએ તેને કહ્યું- “જે એવી રીતે હોય તે આ પટમાં સ્થાન કયાં કયાં છે તે અંગુલીવડે બતાવે.” દર્દી કહ્યું- આ મેરુપર્વત છે અને આ પુંડરિકીણી નગરી છે. ફરી પંડિતાએ મુનિનું નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું–‘મુનિનું નામ હું વિસ્મૃત થઈ ગયો છું.” તેણીએ પુનઃ પૂછ્યું કે મંત્રીઓથી વીંટાયેલા આ રાજાનું નામ શું અને આ તપસ્વીની કેપ્યું છે તે કહો” તેણે કહ્યું- “ હું તેઓના નામ જાણતા નથી.”
મારી સાથે વાતચીત ન કરી શકે. ૧ ચતુર. ૨ અવસર. ૩ શાસ. ૪ સાંજના વાદળા. ૫ શુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org