________________
૧૮
मूलम् : रूपरसगन्धस्पर्शसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागपरत्वापरत्वगुरुत्वद्रवत्वस्नेहशब्दबुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काराश्चतुर्विंशतिर्गुणाः॥
રૂપ, રસ, ગ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર આ ચોવીસ ગુણો છે. વિશેષાર્થ :
ગુણ' શબ્દના ભિન્ન ભિન્ન અર્થે થાય છે. જેમકે સુકૃતિ, ઉત્તમતા, ખ્યાતિ, પુનરાવૃત્તિ, ગૌણ વગેરે. સાંખ્યદર્શનમાં પ્રકૃતિનો ધર્મ ગુણ માનેલો છે અને તે ગુણ સત્ત્વ, રજસ્ અને તમન્ નામથી પ્રસિદ્ધ છે. વ્યાકરણશાસ્ત્રમાં , મો, મર્ તથા અન્ ગુણ છે. જ્યારે નીતિશાસ્ત્રમાં સબ્ધિ, વિગ્રહ, યાન, આસન, કૈધીભાવ અને સંશ્રયને ગુણ કહે છે.
અહીં દ્રવ્યfમનવે સતિ સામાન્યવાન' અર્થાત્ દ્રવ્ય અને કર્મથી જે ભિન્ન હોય અને સત્તા જાતિવાળો હોય તેને ગુણ કહ્યો છે. ન્યાયાનુસાર સત્તાજાતિ દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણ પદાર્થોમાં જ રહે છે. તેથી દ્રવ્ય અને કર્મથી ભિન્ન અને સત્તા જાતિવાળો ગુણ જ પકડાશે. તેથી ગુણનું લક્ષણ નિર્દોષ છે. (આનું વિસ્તૃત વર્ણન આગળ આવશે.)
શંકા : નવ દ્રવ્યોમાંથી કયા ક્યા દ્રવ્યોમાં કેટલા કેટલા ગુણો રહે છે ?
સમા. : “વાયોવૈશિતેનોપુOI:, ગ7ક્ષિતિપ્રાકૃતામ્ વતુર્દશાવિનિયો:પગ્ર षडेव चाम्बरे महेश्वरेऽष्टौ मनसस्तथैव च॥'
(૧) વાયુમાં ૯ ગુણો રહે છે -- સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ તથા વેગ નામક સંસ્કાર. (૨) તેજમાં ૧૧ ગુણો રહે છે વાયુના પ્રથમ આઠ ગુણ તથા રૂપ, દ્રવત્વ અને વેગ. (૩) જલમાં ૧૪ ગુણો રહે છે - તેજના અગ્યાર ગુણ તથા ગુરુત્વ, રસ અને સ્નેહ. (૪) પૃથિવીમાં ૧૪ ગુણો રહે છે - જલના પ્રથમ તેર ગુણ અને ગધે. (૫) આત્મામાં ૧૪ ગુણો રહે છે - બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, સંસ્કાર, ધર્મ અને અધર્મ. (૬) દિશા અને કાળમાં ૫ ગુણો રહે છે - સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ અને વિભાગ. (૭) આકાશમાં ૬ ગુણો રહે છે - ઉપરોક્ત ૫ ગુણ તથા શબ્દ. (૮) ઈશ્વરમાં ૮ ગુણો રહે છે - ઉપરોક્ત ૫ ગુણ તથા નિત્યજ્ઞાન, નિત્ય ઈચ્છા અને નિત્યપ્રયત્ન. (૯) મનમાં ૮ ગુણો રહે છે - ઉપરોક્ત ૫ ગુણ તથા પરત્વ, અપરત્વ અને વેગ.
मूलम् : उत्क्षेपणापक्षेपणाकुञ्चनप्रसारणगमनानि पञ्च कर्माणि॥ કર્મ ઉલ્લંપણ (ઊંચે ફેંકવું), અપક્ષેપણ (નીચે ફેંકવું), આકુંચન (એકઠું કરવું), પ્રસારણ