________________
૧૨૨ कपालतन्तुजन्यघटपटजनकत्वात्। करणलक्षणे' -साधारणत्व' विशेषणानुपादाने ईश्वरादृष्टादेरपि व्यापारवत्कारणत्वस्य सत्त्वात्, तत्रातिव्याप्तिवारणायअसाधारणेति विशेषणम् ॥
ક ન્યાયબોધિની કક ‘અસાધારVIRપત્વિમ્' કરણના આ લક્ષણમાં “વ્યાપારવત્વે સતિ' પદનો પણ નિવેશ કરવો જોઈએ કારણ કે
કે જો લક્ષણમાં વ્યાપારવત્વે ક્ષતિ' પદનો નિવેશ ન કરીએ તો તંતુસંયોગ અને કપાલસંયોગમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે તંતુસંયોગ પણ કાર્યવથી અતિરિક્ત પટત્વ ધર્મથી અવચ્છિન્ન જે પટકાર્ય છે, તેનું અસાધારણકારણ છે જ અને કપાલસંયોગ પણ કાર્યવથી અતિરિક્ત ઘટવધર્મથી અવચ્છિન્ન જે ઘટકાર્ય છે, તેનું અસાધારણકારણ છે જ.
પરંતુ કરણના લક્ષણમાં ‘વ્યાપારવત્તે સતિ' પદના નિવેશથી તંતુસંયોગ અને કપાલસંયોગમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે તંતુસંયોગ અને કપાલસંયોગ સ્વયં જ વ્યાપારાત્મક છે, વ્યાપારવાળા નથી. - વ્યાપાર કોને કહેવાય? જે તેથી જન્ય હોય અને જે તર્જન્યના જનક પણ હોય, તેને વ્યાપાર કહેવાય છે. જેવી રીતે ભૂમિ એ દંડથી જન્ય પણ છે અને દંડથી જન્ય જે ઘટ છે, તેની જનિકા પણ છે. તેથી ભ્રમિ એ વ્યાપાર છે. તેવી જ રીતે તંતુસંયોગ, તંતુથી જન્ય પણ છે અને તંતુથી જન્ય જે પટ છે, એનો જનક પણ છે. તથા કપાલસંયોગ, કપાલથી જન્ય પણ છે અને કપાલથી જન્ય જે ઘટ છે, એનો જનક પણ છે. તેથી તંતુસંયોગ અને કપાલસંયોગ પણ અનુક્રમે તતું અને કપાલના વ્યાપાર છે.
* કરણના લક્ષણમાં જો “સાધારણ' વિશેષણ પદનો નિવેશ ન કરીએ અને વ્યાપારવત્વે સતિ રત્વે રત્વમ્' એટલું જ કહીએ તો ઈશ્વર, અદષ્ટ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ઈશ્વર, અદૃષ્ટાદિ કાર્યમાત્રનું કારણ પણ છે તથા વ્યાપારવત્ પણ છે. કેવી રીતે ? કપાલસંયોગ એ ઈશ્વર, અષ્ટાદિથી જન્ય પણ છે અને ઈશ્વર, અદેખાદિથી જન્ય જે ઘટ છે તેનો જનક પણ છે. તેથી કપાલસંયોગ એ વ્યાપાર બને છે અને ઈશ્વર, અષ્ટાદિ એ વ્યાપારવત્ બનશે. પરંતુ લક્ષણમાં “અસાધાર' પદના નિવેશથી ઈશ્વર, અદૃષ્ટાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઈશ્વર, અદૃષ્ટાદિ સાધારણકારણ છે.
(प०) तदेतदिति। यस्मात्कारणात्करणत्वघटकं कारणमुपदर्शितं तस्मादेतत् त्रिविधसाधकमध्ये यत्साधकतमं तदेव करणमिति भावः ॥ इति करणप्रपञ्चः ॥
* પદકૃત્ય * જે કારણથી કરણના લક્ષણ ઘટક કારણનું નિરૂપણ પૂર્ણ થઈ ગયું છે, તે કારણથી આ સમવાધિકારણ, અસમાયિકારણ અને નિમિતકારણ આ ત્રણ કારણોની મધ્યમાં જે સાધકતમ
'