________________
૨૩૩
(प०) चलनेति।संयोगभिन्नत्वे सति संयोगासमवायिकारणं कर्म। हस्तपुस्तकसंयोगवारणाय सत्यन्तम्। घटादिवारणाय विशेष्यदलम्। ऊर्वेति। अपक्षेपणवारणाय अद्वेति। कालादिवारणाय 'असाधारणे'त्यपि बोध्यम्। अधोदेशेति। उत्क्षेपणवारणाय अधोदेशेति। कालादिवारणाय 'असाधारणे'त्यपि देयम्। शरीरेति। प्रसारणादिवारणाय संनिकृष्टेति। कालादिवारणाय 'असाधारणं' देयम्। विप्रकृष्टेति। उत्क्षेपणादिवारणाय विप्रकृष्टेति। कालादिवारणाय 'असाधारण'मप्यावश्यकम्।
પદકૃત્ય જે સંયોગથી ભિન્ન હોય અને સંયોગનું અસમવાયિકારણ હોય તેને કર્મ કહેવાય છે. નિયમ છે કે “સમવાય સંબંધથી ઉત્પદ્યમાન કાર્યની પ્રતિ જે સમવાયસંબંધથી કારણ હોય, તેને અસમવાયિકારણ કહેવાય છે.” દા.ત. - આદ્યપતનની પ્રતિ ગુરૂત્વ. કહેવાનો આશય એ છે કે કર્મ (ક્રિયા) વિભાગ અને પૂર્વસંયોગના નાશ દ્વારા ઉત્તરદેશસંયોગને ઉત્પન્ન કરે છે અને સંયોગસ્વરૂપ કાર્યની સાથે સમવાયસંબંધથી દ્રવ્યમાં રહે છે તેથી તે ક્રિયા અસમવાયિકારણ કહેવાશે.
* જો “સંય સમવાયારાં કર્મ' આટલું જ કહીએ તો હસ્તપુસ્તકના સંયોગમાં પણ અતિવ્યાપ્તિ આવશે. કારણ કે અવયવીમાં રહેલા ગુણની પ્રતિ અવયવમાં રહેલા ગુણને અસમવાયિકારણ કહેવાય છે. જેમ પટરૂપની પ્રતિ તખ્તનું રૂપ. એવી જ રીતે શરીરપુસ્તકના સંયોગાદિનું અસમવાયિકારણ હસ્તપુસ્તકનો સંયોગ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “સંયો મન્નત્વ' પદના નિવેશથી હસ્તપુસ્તકસંયોગમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે હસ્તપુસ્તકસંયોગ એ સંયોગથી ભિન્ન નથી.
* જો માત્ર “સંયમનત્વ' આટલું જ કહીશું તો ઘટાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ઘટાદિ પણ સંયોગથી ભિન્ન તો છે જ માટે “સંય સમવાથિજાર' પદનો નિવેશ કર્યો છે. ઘટાદિ સંયોગનું અસમવાયિકારણ નથી માટે એમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
હવે ઉલ્લેપણનું લક્ષણ કરે છે - “ શસંયોગાતુક્ષેપમ્'
* જો “ઉર્વ પદનો નિવેશ ન કરીએ તો “અપક્ષેપણમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે અધોદેશસંયોગનું કારણ તો અપક્ષેપણ પણ છે. તેથી અતિવ્યાપ્તિના વારણ માટે લક્ષણમાં “á' પદનો નિવેશ કર્યો છે.
* અહીં “હેતુ’ પદથી અસાધારણહેતુ’ સમજવું, નહીં તો કાલાદિ પણ જન્યમાત્રની પ્રતિ કારણ હોવાથી ઉર્ધ્વદેશસંયોગની પ્રતિ પણ કારણ બની જશે.
(વસ્તુતઃ જોવા જઈએ તો ઉર્ધ્વદેશસંયોગનું સમવાયિકારણ અને નિમિત્તકારણ ક્રમશ: પાષાણાદિ અને પાષાણાદિને ફેંકનારો બન્ને બની શકે છે અને આ બન્ને અસાધારણકારણ