________________
૨૩૭. અને નિત્યદ્રવ્ય અયુતસિદ્ધ પદાર્થ છે અને આ અયુતસિદ્ધ પદાર્થોનો પરસ્પરનો જે સંબંધ છે તે સમવાય છે.
(न्या०) समवायं निरूपयति-नित्येति। संबन्धत्वं विशिष्टप्रतीतिनियामकत्वम्। तावन्मात्रोक्तौ संयोगेऽतिव्याप्तिः, अतो नित्य इति विशेषणम्। ययोर्द्वयोर्मध्य इति। (यन्निष्ठकालनिरूपिताधेयतासामान्यं यदवच्छिन्नं तदुभयान्यतरत्वमयुतसिद्धत्वमित्यर्थः)॥
કે ન્યાયબોધિની ક વિશિષ્ટપ્રતીતિનો = વિશિષ્ટજ્ઞાનનો જે નિયામક છે તેને સંબંધ કહેવાય છે. અર્થાત્ વિશેષણ સહિત વસ્તુના જ્ઞાનને વિશિષ્ટજ્ઞાન કહેવાય છે. (દા.ત. * દંડ અને પુરુષ બંને ભૂતલ ઉપર હોવા છતાં દંડી પુરુષ ઈત્યાકારકદંડ વિશિષ્ટ પુરુષની પ્રતીતિ થતી નથી પરંતુ એ દંડનો પુરુષની સાથે જ્યારે સંયોગ થાય છે ત્યારે જ દંડવિશિષ્ટ પુરુષની પ્રતીતિ થાય છે. તેથી જ આ વિશિષ્ટ પ્રતીતિના કારણભૂત સંયોગને સંબંધ કહેવાય છે. આ જ પ્રમાણે‘ઘટવેત્ મૂતત્તમ્', “પટામાવવમૂતત્તમ્', “જ્ઞાનવનિર્ભિા ઇત્યાદિ જ્ઞાનને વિશિષ્ટજ્ઞાન કહેવાય છે. અહીં સંયોગ, સમવાયાદિ સંબંધ ભાસિત થાય છે, એ સંબંધ વિના વિશિષ્ટજ્ઞાનની કલ્પના પણ નહીં કરી શકાય માટે “સંબંધ” એ વિશિષ્ટજ્ઞાનની પ્રતિ કારણ કહેવાય છે.)
* જો લક્ષણમાં “સંવન્થઃ સમવાયઃ' આટલું જ કહીએ તો સંયોગાદિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં નિત્ય પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સંયોગાદિ સંબંધ નિત્ય નથી. - હવે અયુતસિદ્ધ = અપૃથસિદ્ધની વ્યાખ્યા નવ્યન્યાયઘટિત શૈલીમાં કરે છે. - વૃક્ષમાં કપિ રહેવા છતાં પણ સંપૂર્ણ વૃક્ષમાં રહેતો ન હોવાથી “વૃક્ષે શાઉવછેરૈવ ઋfપસંયો?' એવી પ્રતીતિ થાય છે. અહીં શાખા એ અવચ્છેદકતયા અને વૃક્ષ એ અધિકરણતયા ભાસિત થાય છે. તેવી જ રીતે બધી વસ્તુઓનું કાલિકસંબંધથી અધિકરણ કાલ છે પરંતુ ઘટ, પટાદિ વસ્તુ અમુક અવચ્છેદન જ કાલમાં રહેશે. તેથી ઘટ કપાલાવચ્છેદન કાલમાં છે તન્વચ્છેદન નહીં, પટ તજ્વચ્છેદન કાલમાં છે કપાલાવચ્છેદન નહીં આવું કહેવાશે. આ રીતે સ્મિન જો તખ્ત પર:' આ પ્રતીતિમાં કાલ અધિકરણ તરીકે જણાય છે અને તંતુ અવચ્છેદક તરીકે જણાય છે. ___'यन्निष्ठकालनिरूपिताधेयतासामान्यं यदवच्छिन्नं तदुभयान्यतरत्वमयुतसिद्धत्वम्' અયુતસિદ્ધનું આ જે લક્ષણ છે તે કાલને અધિકરણ અને દેશને અવચ્છેદક માનીને કર્યું છે.અહીં પ્રથમ “ય પદનો અન્વયે આધેયતા-સામાન્યમાં કરવો અને પ્રથમ વત્ પદથી ઘટ, પટાદિને ગ્રહણ કરવું. દ્વિતીય ‘ય’ પદથી અવચ્છેદકતયા ભાસિત કપાલ, તત્ત્વાદિને ગ્રહણ કરવું તેથી લક્ષણ સમન્વય આ રીતે થશે - કાલથી નિરૂપિત ઘટપટાદિમાં રહેલી જે વાવ આધેયતા છે તે કપાલ, તત્ત્વાદિથી અવચ્છિન્ન છે માટે ઘટ અને કપાલ, પટ અને તંતુ આ