Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 250
________________ ૨૪૨ છે અને પ્રાગભાવનો પ્રતિયોગી પછીના કાલમાં આવશે માટે એની પ્રતિયોગિતા ઉત્તરકાલીનત્વથી અવચ્છિન્ન છે.) ⭑ • જો લક્ષણમાં ‘સંસવિચ્છિન્નપ્રતિયોગિતા' પદનો નિવેશ ન કરીએ તો વૈકાલિક એવો અભાવ તો ભેદ = અન્યોન્યાભાવ પણ છે. ‘સંસવિચ્છિન્નપ્રતિયોનિતા' કહેવાથી ભેદમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ભેદની પ્રતિયોગિતા સંબંધાવચ્છિન્ન નથી. વિશેષાર્થ :શંકા : આગળ જ મૂલકારે ‘તાવાત્મ્યસંબન્ધાવચ્છિન્નપ્રતિયોગિતાામાવત્વમન્યોન્યામાવત્વમ્’ એવું ભેદનું લક્ષણ કર્યું છે માટે ભેદની પ્રતિયોગિતા ભલે સંયોગાદિસંબંધાવચ્છિન્ન નથી પરંતુ મૂલકારાનુસાર તો તાદાત્મ્યસંબંધાવચ્છિન્ન છે જ, માટે ‘સંસર્વાન્તિ' આપવાથી ભેદમાં અતિવ્યાપ્તિનું વારણ કેવી રીતે થશે? સમા. : મતાન્તરમાં ‘તાદત્મ્ય’ને સંબંધ નથી માન્યો. તે આ પ્રમાણે (૧) ‘તાવાત્મ્યમેમાત્રવૃત્તિધર્મ વ’ (કિરણાવલી). આ અભિપ્રાયથી ભેદની પ્રતિયોગિતા તાદાત્મ્યાવચ્છિન્ન હોવા છતાં પણ સંબંધથી અવચ્છિન્ન નહીં કહેવાશે. (૨) ‘સંબન્ધો દ્વિષ્ઠ:’ અર્થાત્ સંબંધ બે વસ્તુની વચ્ચે હોય છે. દા.ત. → સંયોગાદિ સંબંધ પુરુષ અને દણ્ડની વચ્ચે વિદ્યમાન રહે છે પરંતુ તાદાત્મ્યમાં તો બે વ્યક્તિ ન હોવાથી સંયોગાદિની જેમ તે દ્વિષ્ઠ નથી. તેથી પણ ‘તાદાત્મ્ય’ તે સંબંધ નથી. (૩) વિશિષ્ટપ્રતીતિના નિયામકને સંબંધ કહેવાય છે. સ્વમાં સ્વના સંબંધને તાદાત્મ્ય કહેવાતો હોવાથી વિશિષ્ટજ્ઞાન થતું નથી. દા. ત. → પટો પટવાન્ તેથી પણ તાદાત્મ્ય એ સંબંધ નથી. અન્યોન્યાભાવ मूलम् : तादात्म्यसंबन्धावच्छिन्नप्रतियोगिताकोऽन्योन्याभावः । यथा घटः पटो नेति ॥ જે અભાવની પ્રતિયોગિતા તાદાત્મ્યસંબંધથી અવચ્છિન્ન છે તે અભાવને અન્યોન્યાભાવ કહેવાય છે. દા.ત. → ‘ઘટ: પટો ન’ અર્થાત્ ‘ઘટ એ પટસ્વરૂપ નથી' આવી પ્રતીતિના વિષયભૂત અભાવને અન્યોન્યાભાવ કહેવાય છે. આશય એ છે કે → યેન સવન્ચેન યનાસ્તીત્યુષ્યતે તન્નિષ્ઠપ્રતિયોગિતાયાં સ સંત્રન્કોડવચ્છે:’ અર્થાત્ ‘જે સંબંધથી પદાર્થનો નિષેધ કરાય તે સંબંધ, તેમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ કહેવાય છે.’ અહીં ‘ઘટ એ પટ નથી’ અર્થાત્ ઘટ એ ઘટમાં જ તાદાત્મ્ય સંબંધથી રહે છે, પટાદિમાં નહીં આથી જ પટમાં જે ઘટનો ભેદ = અન્યોન્યાભાવ જણાય છે, તેની પ્રતિયોગિતા ‘તાદાત્મ્યસંબંધાવચ્છિન્ન’ કહેવાશે. ( न्या० ) अन्योन्याभावं निरूपयति - तादाम्येति । સ્પષ્ટ છે.

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262