________________
૨૪૮
(૮) ન્યાયમતમાં દ્રવ્ય અને ગુણની વચ્ચે કયો સંબંધ મનાય છે. (a) સર્વથા ભેદ. (b) સર્વથા અભેદ.() ભેદાવિતાભેદ. (d) અભેદાન્વિતભેદ.
(૯)પુષ્પ અને પુષ્પગત ગંધની વચ્ચે... | (a) માત્ર કાર્યકારણ ભાવ છે. (b) માત્ર આધાર-આધેયભાવ છે. (c) આધાર-આધેયભાવ અને કાર્ય-કારણભાવ બને છે. (d) ન તો કાર્ય-કારણભાવ છે, ન તો આધાર-આધેયભાવ છે.
(૧૦) વાયુનું સૌથી શુદ્ધ લક્ષણ નિમ્નલિખિત છે... | (a) રૂપપ્રાગભાવવત્વે સતિ સ્પર્શવત્વમ્ (b) રૂપભેદવત્વે સતિ સ્પર્શવત્વમ્ (c) રૂપઅત્યંતાભાવવત્વે સતિ સ્પર્શવત્ત્વમ્ (d) રૂપāસવત્વે સતિ સ્પર્શવત્વમ્
(૧૧) નીચેમાંથી કયો અભાવ નિત્ય છે?
(a) અત્યંતભાવ - અન્યોન્યાભાવ - ધ્વંસ - પ્રાગભાવ. (b) અન્યોન્યાભાવ - અત્યંતાભાવ. (c) માત્ર અન્યોન્યાભાવ. (1) અત્યંતાભાવ અને ધ્વસ.
(૧૨) પ્રાગભાવના વિષયમાં કયું કથન સર્વાધિક સાચું છે?
(a) પ્રાગભાવ અનિત્ય છે પરંતુ કાર્ય નથી. (b) પ્રાગભાવ કાર્ય છે પરંતુ અનિત્ય નથી. (c) પ્રાગભાવ કાર્ય પણ છે અને અનિત્ય પણ છે.(d) પ્રાગભાવ નિત્ય છે અને કાર્ય નથી.
(૧૩) વિશેષપદાર્થને અનંત માનવાની પાછળ સર્વાધિક સત્યતર્ક નિમ્નલિખિત છે..
(a) તેના આશ્રય અનંત છે. (b) તેઓ સ્વભાવથી જ અનંત છે. (c)તેઓ નિત્ય છે.(d) તેઓ ઘટાદિમાં રહેતા નથી.
(૧૪) ધ્વંસ અને પ્રાગભાવના વિષયમાં નિમ્નલિખિત વાક્યમાંથી કયું વાક્ય સર્વાધિક સત્ય છે.
(a) પ્રાગભાવ વસ્તુની ઉત્પત્તિની પશ્ચાતું રહે છે. કિન્તુ ધ્વંસ વસ્તુની ઉત્પત્તિની પૂર્વમાં રહે છે. (b) બંને વસ્તુની ઉત્પત્તિની પૂર્વમાં રહે છે. (c) પ્રાગભાવ વસ્તુની ઉત્પત્તિની પૂર્વમાં રહે છે. પરંતુ ધ્વસવસ્તુની ઉત્પત્તિની પશ્ચાત્ રહે છે.(d) બંને વસ્તુની ઉત્પત્તિની પશ્ચાત્ રહે છે.
(૧૫) ન્યાયમતમાં પ્રત્યક્ષપ્રમાણ કોને કહેવાય છે? (a) ઘટાદિનું જ્ઞાન. (b) ચક્ષુ આદિ ઈન્દ્રિયો (c) ઘટાદિ પદાર્થ. (d) પ્રમાતા.
(૧૬) ન્યાયમતમાં મૂર્તિપદાર્થ નિમ્નલિખિતને કહેવાય છે.
(a) પૃથ્વી, જલ, તેજ, વાયુ અને મન. (b) પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. (c)પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આત્મા. () પૃથ્વી, જલ, તેજ, વાયુ અને કાલ.