________________
૨૩૬ (દા.ત.- જેમ ઘટમાં ઘટવ રહે તેમ નિરવયવ પરમાણુમાં તથા આકાશાદિમાં વિશેષ સમવાયસંબંધથી રહે છે અને એક પરમાણુથી બીજો પરમાણુ જુદો છે” એવું જણાવે છે.)
(प०) नित्यद्रव्यवृत्तय इति। घटत्वादिवारणाय नित्यद्रव्यवृत्तय इति। आत्मत्वमनस्त्ववारणाय 'आत्मत्वमनस्त्वभिन्ना' इत्यपि बोध्यम्।
ક પદકૃત્ય છે * વ્યાવર્તિા વિશેષા?’ આટલું જ જો વિશેષનું લક્ષણ કરીએ તો ઘટત્વ, પટવાદિમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે ઘટત્વ, પટવાદિ જાતિ પણ ઘટાદિને મઠાદિથી વ્યાવૃત્ત તો કરે જ છે માટે નિચંદ્રવ્યવૃત્ત:' પદનો નિવેશ છે. ઘટવાદિ તો અનિત્યમાં જ રહેતા હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
* મૂલોક્ત આખું લક્ષણ કહીશું તો પણ “આત્મત્વ' “મનસ્વ'માં અતિવ્યાપ્તિ આવશે કારણ કે આત્મત્વાદિ જાતિ નિત્યદ્રવ્ય એવા આત્માદિમાં રહે પણ છે અને ઘટાદિથી આત્માનું વ્યાવર્તન પણ કરે છે. માટે વિશેષના લક્ષણમાં “આત્મત્વમનસ્વમિના 'પદનો પણ નિવેશ કરવો, તેથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે આત્મત્વ અને મનસ્વ એ આત્મત્વમનસ્વથી ભિન્ન નથી.
નોંધઃ પદકૃત્યમાં “ગાત્મવૈમનસ્વવીરાય' ના સ્થાને ‘નાત્મત્વમનસ્વાવિવારVTય' આ પંક્તિ વધારે ઉચિત લાગે છે. આદિ પદથી ‘પરમાણુત્વને લેવું.
સમવાય - નિરૂપણ मूलम् : नित्यसंबन्धः समवायः। अयुतसिद्धवृत्तिः। ययोर्द्वयोर्मध्य एकमविनश्यदवस्थमपराश्रितमेवावतिष्ठते तावयुतसिद्धौ। यथा अवयवावयविनौ गुणगुणिनौ क्रियाक्रियावन्तौ जातिव्यक्ती विशेषनित्यद्रव्ये चेति ।
નિત્યસંબંધને સમવાય કહેવાય છે. આ સંબંધ અયુતસિદ્ધ પદાર્થોમાં રહે છે. અયુતસિદ્ધ પદાર્થ કોને કહેવાય? જે બે પદાર્થોમાં એક પદાર્થ પોતાનો વિનાશ ન થાય ત્યાં સુધી બીજા પદાર્થને આશ્રયીને રહે તો તે બંને પદાર્થો અયુતસિદ્ધ કહેવાય છે. (૧) અવયવ-અવયવી :ઘટ નાશ ન પામે ત્યાં સુધી કપાલને આશ્રયીને રહે છે તેથી કપાલ અને ઘટ = અવયવ અને અવયવી, (૨) ગુણ-ગુણી :- ઘટરૂપ નાશ ન પામે ત્યાં સુધી ઘટને આશ્રયીને રહે છે તેથી ઘટરૂપ અને ઘટ = ગુણ અને ગુણી, (૩) ક્રિયા-ક્રિયાવાન્ :- નર્તનક્રિયા નાશ ન પામે ત્યાં સુધી નર્તકને આશ્રયીને રહે છે તેથી નર્તનક્રિયા અને નર્તક = ક્રિયા અને ક્રિયાવાનું, (૪) જાતિજાતિમાનું - એવી જ રીતે અવિનશ્યત્ અવસ્થાને પામેલું ઘટત ઘટને આશ્રયીને રહે છે તેથી ઘટત્વ અને ઘટ = જાતિ અને જાતિમાનું, (૫) વિશેષ-નિત્યદ્રવ્ય: - એવી જ રીતે અવિનશ્યત્ અવસ્થાને પામેલો વિશેષ પરમાણુને આશ્રયીને રહે છે તેથી વિશેષ અને પરમાણુ = વિશેષ