________________
૨૩૯
- પદકૃત્ય * * “સાન્ત: પ્રાTમાવઃ' આટલું જ પ્રાગભાવનું લક્ષણ કરીએ તો વિનાશી એવા ઘટાદિમાં અતિવ્યાપ્તિ આવશે તેના નિવારણ માટે લક્ષણમાં “અનાદિ' પદનો નિવેશ કર્યો છે, ઘટાદિ વિનાશી હોવા છતાં ઉત્પત્તિમાન્ હોવાથી અનાદિ નથી તેથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
» ‘નાદ્ધિ પ્રામાવ:' આટલું જ પ્રાગભાવનું લક્ષણ કરીએ તો પરમાણુ વગેરે નિત્ય પદાર્થમાં અતિવ્યાપ્તિ આવશે તેથી લક્ષણમાં “સાંત' પદ આપ્યું છે. પરમાણુ અનાદિ હોવા છતાં વિનાશી ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં આવે.
આ પ્રાગભાવ કયા કાલમાં હોય છે? કોઈ પણ કાર્યનો પ્રાગભાવ કાર્યની ઉત્પત્તિ પહેલા સ્વપ્રતિયોગિના (વટાદિના) સમવાયિકારણમાં રહેશે. ઘટનો પ્રાગભાવ ઘટની ઉત્પત્તિની પહેલા ઘટનું સમવાયિકારણ જે કપાલ છે તેમાં રહેશે.
ધ્વસાભાવ मूलम् : सादिरनन्तः प्रध्वंसः। उत्पत्त्यनन्तरं कार्यस्य ॥ જે અભાવની ઉત્પત્તિ છે પણ નાશ નથી (= સાદી અનંત છે) તે અભાવને પ્રધ્વસાભાવ કહેવાય છે. આ પ્રāસસ્વરૂપ અભાવ કાર્યની ઉત્પત્તિ પછી ઉત્પન્ન થાય છે. દા.ત. - ઘટ ફૂટી ગયા પછી ‘રૂ ધરો ધ્વસ્ત:' આવી પ્રતીતિ થાય છે, તેના વિષયભૂત ઘટના અભાવને ઘટપ્રધ્વસાભાવ” કહેવાય છે.
(प०)ध्वंसं लक्षयति-सादिरिति। घटादिवारणाय अनन्त इति।आत्मादिवारणाय सादिरिति। उत्पत्तीति। कार्यस्योत्पत्त्यनन्तरं स्वप्रतियोगिसमवायिकारणवृत्तिरित्यर्थः। स ત્ર દ્વતઃ 'તિ પ્રત્યવિષય:
* પદકૃત્ય ક * જો ‘સદ્ધિઃ પ્રધ્વંસઃ' આટલું જ પ્રધ્વંસનું લક્ષણ કરીએ તો ઘટાદિ પણ ઉત્પત્તિવાળા હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે તેના નિવારણ માટે લક્ષણમાં અનન્ત' પદનો નિવેશ કર્યો છે. ઘટાદિ ઉત્પત્તિવાળા હોવા છતાં અનંત નહીં હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
* માત્ર અનન્તઃ પ્રધ્વંસઃ' આ રીતે પ્રધ્વસનું લક્ષણ કરીએ તો નિત્ય એવા આત્માદિમાં અતિવ્યાપ્તિ આવશે તેના નિવારણ માટે ‘સારિ' પદનો નિવેશ કર્યો છે. આત્માદિ અનંત હોવા છતાં તેની ઉત્પત્તિ ન થતી હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
જેવી રીતે ઘટાદિ પ્રાગભાવ ઘટાદિના સમવાયિકારણમાં રહે છે તેવી જ રીતે ઘટાદિનો ધ્વંસ પણ ઘટાદિના સમવાયિકારણમાં રહે છે. ફરક એટલો જ છે કે પ્રાગભાવ કાર્યની ઉત્પત્તિની પૂર્વે, સ્વપ્રતિયોગી ઘટાદિના સમવાયિકારણમાં રહે છે અને ધ્વસ કાર્યની ઉત્પત્તિ