________________
૨૩૫
વિશેષાર્થ :
શંકા : આકાશ અને કાલનો સંયોગ નિત્ય પણ છે અને અનેકસમવેત પણ છે તેથી સામાન્યનું લક્ષણ તાદેશ સંયોગમાં પણ અતિવ્યાપ્ત થશે તેના વારણ માટે લક્ષણમાં ‘સંયોગમિન્નત્વ સતિ' પદ પણ આપવું જોઈએ.
સમા. : ‘અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ: સંયોગ:' એવું સંયોગનું લક્ષણ ન્યાયગ્રન્થોમાં કર્યું છે. આકાશ અને કાલ વિષુ અને નિત્ય હોવાથી ‘અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ:' સ્વરૂપ જે સંયોગ છે તે ઘટશે નહીં. માટે ત્યાં અનાદિઅનંત સંયોગને જ સ્વીકારવો પડશે. એતાદૃશ સંયોગને મતાન્તરે સ્વીકાર્યો નથી તેથી જ ‘સંયોગમિન્નત્વ’ પદ આપવાની આવશ્યકતા નથી.
શંકા : નાના જલીયપરમાણુમાં રહેનારું રૂપ તો નિત્ય પણ છે અને અનેક પરમાણુઓમાં સમવેત પણ છે માટે તાદેશ રૂપમાં પણ અતિવ્યાપ્તિ આવવી જોઈએ...
સમા. અહીં ‘અનેસમવેતત્વ’નો આશય ‘તત્ત્વિન અનેસમવેતત્વ' છે. જલીય૫૨માણુરૂપ ભલે રૂપત્યેન અનેક પરમાણુઓમાં સમવેત છે પરંતુ એક વ્યક્તિસ્વરૂપ જે રૂપ છે તે તો એક જ પરમાણુમાં રહેશે, જ્યારે ઘટત્વાદિ સામાન્ય તો તવ્યક્તિત્વન અનેકમાં સમવાયસંબંધથી રહેશે એવો ભેદ સમજવો.
(प० ) नित्यमिति । संयोगादिवारणाय नित्यमिति । कालादिपरिमाणवारणाय अनेकेति । अनेकानुगतत्वं च समवायेन बोध्यम् तेन नात्यन्ताभावेऽतिव्याप्तिः ।
* પનૃત્ય *
સંયોગાદિમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં ‘નિત્ય’ પદનો પ્રવેશ છે. કાલાદિના પરિમાણમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં ‘અનેક’ પદનો નિવેશ છે. તેથી કાલાદિપરિમાણમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે કાલપરિમાણ માત્ર કાલમાં જ સમવેત છે, અનેકમાં નહીં. સામાન્યના લક્ષણમાં ‘અનેકવૃત્તિત્વ' સમવાયસંબંધથી જ સમજવું, નહીં તો ઘટાત્યન્નાભાવ પણ નિત્ય છે અને અનેક જગ્યાએ અભાવીયવિશેષણતાસંબંધથી વૃત્તિ છે. ‘સમવાય’ પદના નિવેશથી તે અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઘટાભાવ કોઈપણ જગ્યાએ સમવાયસંબંધથી નથી રહેતો. (જો કે ઘટના આવવાથી ઘટાત્યન્નાભાવનો નાશ પ્રત્યક્ષ દૃષ્ટ છે તો પણ ઘટાત્યન્નાભાવને નિત્ય માન્યો છે તેની યુક્તિઓ મુક્તાવલી આદિ ગ્રન્થોમાં આપી છે. જીજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવી.)
વિશેષ - નિરૂપણ
मूलम् : नित्यद्रव्यवृत्तयो व्यावर्तका विशेषाः ॥
જે નિત્યદ્રવ્યમાં સમવાયસંબંધથી રહે અને પરમાણુ આદિના પરસ્પરના ભેદને સિદ્ધ કરે તેને વિશેષ કહેવાય છે.