________________
૧૪૨
* અનુમાન -પરિચ્છેદ
અનુમાનખંડનો પ્રારંભ કરતા પહેલા એના કેટલાક પારિભાષિક શબ્દો સરળ અને સંક્ષિપ્ત ભાષામાં ઉલ્લેખ કરાય છે. જોકે આ શબ્દોની વ્યાખ્યા મૂળમાં આપી જ દીધી છે પરંતુ પ્રારંભમાં જે લક્ષણો આપ્યા છે એ લક્ષણોને, પારિભાષિક શબ્દોનું જ્ઞાન ન હોવાથી સમજવામાં સુગમતા રહેતી નથી. આ ધ્યાનમાં રાખીને જ પ્રારંભમાં પરિભાષા આપી છે.
(૧) પક્ષ : જેમાં સાધ્યની સિદ્ધિ કરવાની છે તે પક્ષ. (૨) સાધ્ય : જે વસ્તુની સિદ્ધિ કરવાની છે તે સાધ્ય. (૩) હેતુ : જેના દ્વારા સાધ્યની સિદ્ધિ કરવાની છે તે હેતુ.
દા.ત. - પર્વતો વદ્ધિમાન ધૂમતુ અહીં પર્વત એ પક્ષ છે કારણકે પર્વતમાં (વનિની) સિદ્ધિ કરવાની છે. વનિ એ સાધ્ય છે કારણ કે વનિની સિદ્ધિ કરવાની છે અને ધૂમ હેતુ છે કારણ કે ધૂમ દ્વારા જ વહ્નિની સિદ્ધિ કરવાની છે. આમ સ્મિન્ = જેમાં = પક્ષ, યસ્ય = જેની = સાધ્ય અને યેન = જેના દ્વારા = હેતુ.
(૪) વ્યાપ્તિ : સાધ્ય અને હેતુની વચ્ચે સાહચર્યસંબંધ = અવિનાભાવસંબંધ અર્થાત્ જ્યાં જ્યાં હેતુ છે ત્યાં ત્યાં સાધ્યનું હોવું અને જ્યાં જ્યાં સાધ્ય નથી ત્યાં ત્યાં હેતુનું પણ ન હોવું’ એ પ્રકારનો જે અવિનાભાવસંબંધ તે વ્યાપ્તિ છે. દા.ત. - વહ્નિ અને ધૂમની વચ્ચે તાદેશ અવિનાભાવસંબંધ હોવાથી વ્યાપ્તિ મનાય છે. આ વ્યાપ્તિ સાધ્યથી નિરૂપિત હોય છે અને હેતુમાં = વ્યાપ્યમાં રહે છે.
(૫) પક્ષધર્મતા : હેતુનું પક્ષમાં રહેવું તે પક્ષધર્મતા છે. દા.ત. - પક્ષમાં = પર્વતમાં હેતુ ધૂમ રહે છે. તેથી પક્ષનો = પર્વતનો ધર્મ ધૂમ થયો. માટે ધૂમમાં પક્ષધર્મતા રહેશે. આ કારણથી ‘ધૂમવાનું પર્વત:’ આ જ્ઞાનને પક્ષધર્મતાનું જ્ઞાન કહેવાશે.
(૬) પરામર્શ ઃ જે જ્ઞાનમાં વ્યાપ્તિ અને પક્ષધર્મતા વિષય તરીકે જણાય છે, તે જ્ઞાન પરામર્શ છે. દા.ત. - “વદ્વિવ્યાપ્યધૂમવીનું પર્વતઃ' આ જ્ઞાન પરામર્શજ્ઞાન છે. કારણ કે વહિવ્યાપ્યધૂમ:' આ અંશમાં પરામર્શજ્ઞાનનો વિષય વ્યાપ્તિ છે અને ‘ધૂમવાનું પર્વતઃ' આ અંશમાં પરામર્શજ્ઞાનનો વિષય પક્ષધર્મતા છે.
(૭) અનુમિતિઃ પક્ષમાં સાધ્યનું જે જ્ઞાન થાય તે અનુમિતિ છે. દા.ત. - “પર્વતો વદ્ધિમાન' ઇત્યાકારક જ્ઞાનને અનુમિતિ કહેવાય છે.
અનુમાન-નિરૂપણ मूलम् : अनुमितिकरणमनुमानम् ।