________________
૧૫૩ જ વનિ વિવક્ષિત છે, મહાનલીયવનિત્વેન વનિ નહીં. તાદશ વનિત્વેન વનિનો અભાવ પર્વતમાં મળશે નહીં. કારણ કે ત્યાં તો એક વનિ વિદ્યમાન છે. તેથી વનિત્વેન વનિનો અભાવ = સકલ વનિનો અભાવ તો જલાદિમાં જ મળશે અને ત્યાં ધૂમ નથી અર્થાત્ ધૂમની અવૃત્તિ છે. તેથી લક્ષણ બનશે - “સાધ્યતિવિષે®સંવત્થાવજીનसाध्यतावच्छेदकधर्मावच्छिन्नसाध्यनिष्ठप्रतियोगिताकाभाववन्निरूपितवृत्तितानिष्ठप्रतियोगिता - #ામાવો વ્યાતિ'
(નોંધ: અહીં એ ધ્યાતવ્ય છે કે લક્ષણમાં સાધ્યતિવિષેધવચ્છિન' પદનો નિવેશ કરવા છતાં પણ “મહીસી વહ્નિ-૩માવ', “વટિમયમવ' ને લઈને આવ્યાપ્તિ આવી જ શકે છે. કારણ કે “મહાનસીયવનિ-અભાવ'નો પ્રતિયોગી જે મહાનસીયવનિ છે. તેમાં રહેલી પ્રતિયોગિતા મહાનસીયત્વ અને વનિત્વ એમ બે ધર્મથી અવચ્છિન્ન છે. માટે જે બે ધર્મથી અવચ્છિન્ન હોય તે એક ધર્મથી તો સુતરામ્ અવચ્છિન્ન થઈ જ જાય છે. આમ મહાનલીયવનિઅભાવીયપ્રતિયોગિતા પણ સાધ્યતાવચ્છેદકીભૂત જે વનિત્વ છે, એનાથી અવચ્છિન્ન તો છે જ. તેથી સંયોગસંબંધથી વનિત્નાવચ્છિન્ન મહાનસીયવનિનો અભાવ પર્વતમાં મળશે અને ત્યાં તો ધૂમની વૃત્તિ છે. લક્ષણ સસ્થળમાં ન જવાથી અવ્યાપ્તિ.
આનું નિવારણ કરવા માટે “સાધ્યતાવેજીં-રૂતરધર્માનવચ્છિન્ન” પદનો નિવેશ કેટલાક ગ્રન્થોમાં કર્યો છે. અને એનાથી મહાનસીયવહ્નિઅભાવનું વારણ પણ થઈ જાય છે કારણ કે મહાનલીયવનિની પ્રતિયોગિતા ભલે વનિત્વધર્મથી અવચ્છિન્ન છે પરંતુ ઇતરધર્મ = મહાનસીયત્વ ધર્મથી પણ અવચ્છિન્ન છે, અનવચ્છિન્ન નથી. તાદશ ઇતરધર્મથી અનવચ્છિન્ન પ્રતિયોગિતાક “શુદ્ધવહ્નિત્વેન હિમ્નતિ' એવો અભાવ તો જલાદિમાં જ મળશે. અને તત્રિરૂપિત વૃત્તિતાનો અભાવ ધૂમમાં મળવાથી દોષ આવશે નહીં.
આ રીતે તાદશ રૂતરથનવચ્છિન્ન” પદનો નિવેશ આવશ્યક હોવા છતાં પણ લઘુ ગ્રન્થ હોવાથી ન્યાયબોધિનીકારે લક્ષણમાં આ પદનો ઉલ્લેખ કર્યો નથી.)
પ્રતિયોગિવ્યધિકરણ પદનો નિવેશ” શંકા : “તત્વવૃક્ષ: વિસંગી તિવૃક્ષેત્વી' આ સ્થળમાં સમવાયસંબંધથી કપિસંયોગ સાધ્ય છે. આ સ્થળ સત્ છે કારણ કે “તવૃક્ષત્વ' કોઈક એક વૃક્ષમાં વર્તમાન છે અને કપિસંયોગ સાધ્ય પણ ત્યાં સમવાયસંબંધથી હાજર જ છે. આ સત્ સ્થળમાં વ્યાપ્તિનું લક્ષણ ન જવાથી અવ્યાપ્તિદોષ આવે છે.
તે આ રીતે....... કપિસંયોગ જે સાધ્ય છે તે રૂપાદિની જેમ વ્યાખવૃત્તિ ગુણ નથી. પરંતુ અવ્યાપ્યવૃત્તિ ગુણ છે. તેથી કપિસંયોગનો અભાવ વૃક્ષમાં મૂલાવચ્છેદન મળશે અને તે જ વૃક્ષમાં “એતદ્રવ્રુક્ષત્વ” હેતુ પણ રહે છે.
(નોંધઃ ન્યાયદર્શને બે પ્રકારના ગુણ માન્યા છે. (૧) વ્યાપ્યવૃત્તિગુણ = જે દ્રવ્યના બધા