________________
૧પ૯ ધૂમાદિ વ્યાણનું પર્વતાદિ પક્ષમાં જે રહેવું તેને પક્ષધર્મતા કહેવાય છે.
(प०) ननु ज्ञातेयं व्याप्तिः, पक्षधर्मताज्ञान'मित्यत्र का नाम पक्षधर्मता इत्यपेक्षमाणं प्रति तत्स्वरूपं निरूपयति-व्याप्यस्येति। व्याप्यो नाम व्याप्त्याश्रयः। स च धूमादिरेव, तस्य पर्वतादिवृत्तित्वं पक्षधर्मतेत्यर्थः॥
* પદક જ (‘વાવાર્થજ્ઞાનું પ્રતિ ક્વિાર્થજ્ઞાનં શરણમ્ આ નિયમ પ્રમાણે પૂર્વે તમે ‘વ્યાણિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાનં પરમઃ ” એવું જે પરામર્શનું લક્ષણ કર્યું હતું, એ પરામર્શના લક્ષણનું ત્યાં સુધી જ્ઞાન ન થઈ શકે જ્યાં સુધી વ્યાપ્તિ, પક્ષધર્મતા આ બન્ને પદોની પરિભાષા જણાવી ન હોય.) વ્યાપ્તિ તો પહેલા જણાવાઈ ગઈ છે. પરંતુ તદ્ઘટક “પક્ષધર્મતા' કોને કહેવાય છે ? આ પ્રમાણેની જેને અપેક્ષા છે તેને, પક્ષધર્મતાના સ્વરૂપનું ‘વ્યાથી પર્વતાવિવૃત્તેિ પક્ષધર્મતા' આ પ્રમાણે કહેવા દ્વારા નિરૂપણ કરે છે.
વ્યાપ્તિના આશ્રયને વ્યાપ્ય કહેવાય છે અને તે ધૂમાદિ જ છે. તે ધૂમાદિનું પર્વતાદિ પક્ષમાં રહેવું તે પક્ષધર્મતા છે. નોંધ - પક્ષતા પક્ષમાં રહે છે અને પક્ષધર્મતા હેતુમાં રહે છે. તે આ રીતે પક્ષ = પર્વત, પક્ષધર્મ = ધૂમ, કારણ કે ધૂમ પર્વતમાં રહેતો હોવાથી પક્ષનો ધર્મ થયો. માટે પક્ષધર્મતા ધૂમમાં રહે છે.
मूलम् : अनुमानं द्विविधं स्वार्थं परार्थं च ॥
અનુમાન બે પ્રકારે છે સ્વાર્થાનુમાન અને પરાર્થનુમાન. (૨૦) અનુમાનં વિમનને સ્વાર્થમિતિા.
સ્પષ્ટ છે. (प० ) अथ कथमनुमानमनुमितिकरणं कथं वा तस्मादनुमितेर्जनिरिति जिज्ञासमानं प्रति लाघवादनुमानविभागमुखेनैव बुबोधयिषुरनुमानं विभजते-अनुमानमिति। द्वैविध्यं दर्शयति-स्वार्थं परार्थं चेति ।।
* પદકૃત્ય * “અનુમતિ અનુમાન આ પ્રમાણે અનુમાનનું લક્ષણ હોવાથી હવે ‘અનુમિતિનું કારણ અનુમાન કેવી રીતે થાય છે? અથવા અનુમાનથી અનુમિતિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? એવી જીજ્ઞાસા જેને છે તેવા શિષ્યની પ્રતિ લાઘવથી અનુમાનના વિભાગ દ્વારા જ બોધ કરાવવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર અનુમાનનો વિભાગ કરે છે. “અનુમાનંદ્ધિવિઘં...” ઇત્યાદિ ગ્રન્થથી.
વિશેષાર્થ : શંકા : અનુમિતિની ઉત્પત્તિમાં અનુમાન કઈ રીતે કારણ બને છે? એવી શિષ્યની