________________
૧૮૪
અભાવવાળા જલાદિમાં રહી જાય છે તેથી “પ્રમેયત્વ' હેતુ સાધારણ અનૈકાન્તિક કહેવાય છે.
(प.) तत्रेति। साधारणादित्रितयमध्य इत्यर्थः। अथ विरुद्धेऽतिप्रसक्तिरिति मा स्म दृप्यः, सपक्षवृत्तित्वस्यापि निवेशात्। अथैवमपि स्वरूपासिद्धेर्दूषणं जागर्तीति मा वह गर्वं, पक्षवृत्तित्वस्यापि तथात्वात्।
* પદકૃત્ય : અહીં “તત્ર’ શબ્દનો અર્થ સાધારણાદિ ત્રણની મધ્યમાં એવો કરવો.
શંકા : “સાધ્યામાવવવૃત્તિઃ' સાધારણ અનૈકાન્તિકનું આ લક્ષણ “શબ્દો નિત્ય: કાર્યત્વ’ આ અનુમાનના વિરૂદ્ધ એવા “કાર્યત્વ” હેતુમાં પણ અતિવ્યાપ્ત થશે. કારણ કે કાર્યત્વ” હેતુ પણ નિત્યત્વના અભાવવાળા ઘટાદિમાં રહે છે.
સમા.: લક્ષણમાં “સપક્ષવૃત્તિત્વે સતિ' પદનો નિવેશ કરવાથી “પક્ષવૃત્તિત્વે સતિ આધ્યામાવવવૃત્તિત્વમ્' એવું સાધારણ અનૈકાન્તિકનું લક્ષણ વિરુદ્ધ એવા કાર્યત્વ હેતુમાં અતિવ્યાપ્ત નહીં થાય કારણ કે “કાર્યવ’ હેતુ સાધ્ય અભાવવાઁાં વૃત્તિ હોવા છતાં સપક્ષ જે પરમાણુ આદિ છે એમાં ક્યાંય પણ રહેતો નથી.
શંકા : “સપક્ષવૃત્તિત્વે સતિ સધ્યામાવવૃત્તિત્વમ્ સાધારણઅનૈકાન્તિક હેતુનું એવું લક્ષણ કરવા છતાં પણ “શઃ ગુન: વાસુષત્વ અહીં “ચાક્ષુષત્વ' સ્વરૂપાસિદ્ધ અસહેતુ છે. તેમાં લક્ષણ જતું રહેશે કારણ કે સપક્ષ એવા ગુણત્વવાનું રૂપમાં પણ વાપુષત્વ વૃત્તિ છે. અને સાધ્યાભાવવત્ = ગુણત્વના અભાવવત્ જે ઘટાદિ છે, તેમાં પણ “ચાક્ષુષત્વ = ચક્ષુગ્રાહ્યત્વ” વૃત્તિ છે.
સમા. : લક્ષણમાં “પક્ષવૃત્તિ સતિ’ આટલું અધિક નિવેશ કરવાથી સ્વરૂપાસિદ્ધમાં અતિવ્યાપ્તિ નહીં આવશે કારણ કે વાસુષત્વ હેતુ તો સપક્ષ તથા સાધ્યાભાવવમાં વૃત્તિ હોવા છતાં પક્ષ એવા શબ્દમાં રહેતો નથી.
આમ પક્ષવૃત્તિત્વે તિ, સપક્ષવૃત્તિત્વે સતિ સાધ્યામાવવવૃત્તિત્વમ્' આ રીતે સાધારણઅનૈકાન્તિક હેતુનું નિર્દષ્ટ લક્ષણ સંપન્ન થયું.
અસાધારણ અનૈકાન્તિક मूलम् : सर्वसपक्षविपक्षव्यावृत्तः पक्षमात्रवृत्तिरसाधारणः। यथा शब्दो नित्यः शब्दत्वादिति। शब्दत्वं सर्वेभ्यो नित्येभ्योऽनित्येभ्यश्च व्यावृत्तं शब्दमात्रवृत्तिः॥
જે હેતુ સર્વ સપક્ષ અને વિપક્ષથી વ્યાવૃત્ત થઈને પક્ષમાત્રમાં વૃત્તિ હોય તેને અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે. દા.ત. - “શબ્દો નિત્ય: શબૂત્વાતું' અહીં “શદ્ધત્વ હેતુ સપક્ષ એવા સર્વ નિત્યપદાર્થમાં અને વિપક્ષ એવા સર્વ અનિત્યપદાર્થમાં રહેતો નથી પરંતુ પક્ષ એવા શબ્દ માત્રમાં જ રહે છે. તેથી “શબ્દ–’ હેતુ અસાધારણઅનૈકાન્તિક કહેવાય છે.