________________
૨ ૨૧
સુખ - નિરૂપણ मूलम् : सर्वेषामनुकूलवेदनीयं सुखम् ॥
બધાને જે અનુકૂલ જણાય તેને “સુખ' કહેવાય છે. (न्या०) सुखं निरूपयति-सर्वेषामिति। इतरेच्छाऽनधीनेच्छाविषयत्वमिति निष्कर्षः। यथाश्रुते अनुकूलत्वप्रकारकवेदनाविशेष्यत्वस्य घटोऽनुकूल इत्याकारकज्ञानदशायामनुकूलत्वप्रकारकज्ञानविशेष्यत्वस्य घटादावपि सत्त्वाद् घटादावतिव्याप्तिरिति निष्कृष्टलक्षणमुक्तम्।भोजनादावतिव्याप्तिवारणाय इतरेच्छानधीनेतीच्छाविशेषणम्।सुखेच्छायाः सुखत्वप्रकारकज्ञानमात्रजन्यत्वात् ॥
* ન્યાયબોધિની આ સર્વેષા...........' ઈત્યાદિ દ્વારા સુખનું નિરૂપણ કરે છે. ઇતરેચ્છાને અનધીન એવી ઇચ્છાનો જે વિષય છે અને સુખ કહેવાય છે. દા.ત. ન ધનથી વાહન, આભૂષણાદિ મળે છે તેથી ધનેચ્છા વાહનાભૂષણાદિની ઈચ્છાને અધિન છે, પરંતુ સુખની ઈચ્છા કોઈ અન્ય ઈચ્છાને અધીન નથી કારણ કે તે સુખની ઈચ્છા સુખ–પ્રકારકજ્ઞાન માત્રથી જ ઉત્પન્ન થઈ જાય છે.
યથાશ્ર ...'
શંકા : મૂલમાં તો “સર્વેષામનુત્રવેનીયં સુરમ્' એવું સુખનું લક્ષણ કર્યું છે તો પછી ન્યાયબોધિનીકારે તરેષ્ઠી...” એવું નવું લક્ષણ કેમ બનાવ્યું?
સમા.: જો “અનુનનીય સુર9મ્ = ‘અનુ%eત્વપ્રારબ્રજ્ઞાનવિશેષ્યત્વ' = “અનુકૂલત્વ એ છે પ્રકાર જેમાં એવા જ્ઞાનનું વિશેષ્ય સુખ છે એવું મૂલોક્ત = યથાશ્રુત લક્ષણ જ કહીએ તો “પટ મેડનુનઃ આવું જ્ઞાન થવાથી અનુકૂલત્વપ્રકારકજ્ઞાનનો વિષય “ઘટ’ પણ બની જશે, આથી એમાં અતિવ્યાપ્તિ આવશે. પરિષ્કૃત = 'ફતરેછીનથીનેચ્છાવિષયત્વમ્' એ પ્રમાણે લક્ષણ કહેવાથી ઘટાદિમાં અતિવ્યાપ્તિ નહીં થાય કારણ કે ઘટની ઈચ્છા ઇતરેચ્છા (જલાહરણાદિ ઈચ્છા)ને અધીન છે.
* જો લક્ષણમાં “રૂછવિષયત્વ' આટલું જ કહીએ તો ભોજનાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ભોજનાદિ પણ ઈચ્છાના વિષય જ છે. “ફતરે છીનવીન' પદના નિવેશથી ભોજનાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ભોજનની ઈચ્છા તો સુખની ઈચ્છાને અધીન છે. જ્યારે સુખની ઈચ્છા અન્ય કોઈપણ ઈચ્છાથી અન્ય નથી, સુખના જ્ઞાનમાત્રથી જ જન્ય હોવાથી સુખેચ્છામાં ઈતરેચ્છાનબીનેચ્છાવિષયત્વ છે જ. T (ભોજનની ઈચ્છા કયારે થાય? તૃપ્તિની ઈચ્છા થાય ત્યારે, તૃપ્તિની ઈચ્છા ક્યારેય થાય? સુખની ઈચ્છા હોય ત્યારે. આ પ્રમાણે દરેક ઈચ્છા કોઈને કોઈ ઈચ્છાને અધીન હોય છે સિવાય સુખની ઈચ્છા.)
(प.) सुखं निरूपयति-सर्वेषामिति।सर्वात्मनामनुकूलमिति वेद्यं यत्तत्सुखमित्यर्थः।