________________
૨૨૫ આવશે કારણ કે હિંસાદિ નિષિદ્ધકર્મથી જજ તો અધર્મ પણ છે, પરંતુ ‘વેદવિહિત’ વિશેષણના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે હિંસાદિનિષિદ્ધ કર્મ તો વેદવિહિત નથી.
* હવે જો ‘વિહિતો ધર્મ? આટલું જ કહીએ તો યાગાદિ ક્રિયામાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે વેદમાં તો યાગાદિક્રિયાનું પણ વિધાન છે પરંતુ “ર્મનન્ય' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે યાગાદિક્રિયા ભલે વેદવિહિતકર્મ છે પરંતુ તાદશ કર્મથી જન્ય નથી.
કર્મનાશા નામની નદીના જલના સ્પર્શથી, પોતાના ગુણોનું વારંવાર કીર્તન કરવાથી, ધર્મ = પુણ્યથી જન્ય ફળના ઉપભોગથી અને તત્ત્વજ્ઞાનવગેરેથી ધર્મનો નાશ થાય છે. (તત્ત્વજ્ઞાની પુણ્યનો નાશ કેવી રીતે થાય? તત્ત્વજ્ઞાન બધા જ સંચિતકર્મોનો નાશક છે. પુણ્યકર્મ પણ સોનાની બેડીસ્વરૂપ બંધન છે માટે તેનો પણ નાશ થાય છે.)
* હવે “મૈનચોડધર્મ” એટલું અધર્મનું લક્ષણ કરીએ તો ધર્મમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે ધર્મ પણ તો વેદવિહિતકર્મથી જન્ય છે. પરંતુ “વેદનિષિદ્ધ પદના નિવેશો અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ધર્મ એ વેદનિષિદ્ધકર્મથી જન્ય નથી.
* જો “વેનિષિદ્ધો : આટલું જ લક્ષણ કરીએ તો વેદનિષિદ્ધ-હિંસાદિક્રિયામાં પણ અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “ર્મનન્ય' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે હિંસાદિ તો કર્મ છે, કર્મથી જન્ય નથી.
અધર્મનો નાશ ભોગ, પ્રાયશ્ચિત આદિથી તત્ત્વજ્ઞાન, ગંગાસ્નાન વગેરેથી થાય છે. ધર્મ અને અધર્મ આ બન્નેને અદૃષ્ટ કહેવાય છે અને તે અદૃષ્ટ અનાદિવાસનાથી જન્ય છે, વાસના એ એક પ્રકારનો વિલક્ષણ સંસ્કારવિશેષ છે.
मूलम् : बुद्ध्यादयोऽष्टावात्ममात्रविशेषगुणाः। बुद्धीच्छाप्रयत्ना नित्या अनित्याश्च। नित्या ईश्वरस्य। अनित्या जीवस्य ॥
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અને અધર્મ આ આઠ વિશેષગુણો અત્માના છે. અર્થાત્ તે માત્ર આત્મામાં જ રહે છે. આ આઠમાંથી બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે. ઈશ્વરના આ ત્રણ ગુણો નિત્ય છે અને જીવાત્માના અનિત્ય છે. (ફોષ ૫ ગુણો તો જીવાત્માના હોવાથી અનિત્ય જ છે.) (न्या.) बुद्ध्यादयोऽष्टाविति।बुद्धि-सुख-दुःखेच्छाद्वेष-प्रयत्न धर्माधर्मा इत्यर्थः॥
સ્પષ્ટ છે.
સંસ્કાર - નિરૂપણ मूलम् : संस्कारस्त्रिविधः-वेगो भावना स्थितिस्थापक श्चेति। वेगः पृथिव्यादिचतुष्टयमनोवृत्तिः। अनुभवजन्या स्मृतिहेतुर्भावना आत्ममात्रवृत्तिः। अन्यथाकृतस्य पुनस्तदवस्थापादकः स्थितिस्थापकः कटादिपृथिवीवृत्तिः।