________________
૨૨૩ કારણ કે સર્પાદિ પણ દ્વેષના વિષય તો છે જ. પરંતુ રૂતરષાનથીન’ પદના નિવેશથી સર્પાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સર્પાદિમાં જે દ્વેષ છે તે દ્વેષ સર્પજન્ય દુઃખના દ્વેષને અધીન છે કારણ કે જો દુઃખ ઉપર દ્વેષ ન હોય તો સર્પ ઉપર પણ દ્વેષ ન થાય. આમ સર્વદ્વેષ, દુઃખષને અધીન છે. તેથી દુઃખનું લક્ષણ ‘તરષાનધીનષવિષયત્વ’ સર્પાદિમાં ઘટતું નથી માટે નાતિવ્યાપ્તિ.
ઈચ્છા બે પ્રકારની છે (૧) ફલેચ્છા અને (૨) ઉપાયેચ્છા. ફલેચ્છા = સુખાદિની ઈચ્છા, ઉપાયેચ્છા = ધનાદિની ઈચ્છા. જેવી રીતે ફલેચ્છા ઉપામેચ્છાની પ્રત્યે કારણ હોવાથી ફલેચ્છાથી ઉપાયેચ્છા ઉત્પન્ન થાય છે. એવી રીતે ફલના દ્વેષથી ઉપાયમાં પણ દ્વેષ થાય છે. દા.ત. - દુઃખના દ્વેષથી દુઃખના કારણભૂત સર્પમાં પણ દ્વેષ થાય છે.
(प०) प्रतिकूलेति। दुःखत्वजातिमत्, अधर्ममात्रासाधारणकारणो गुणो वा दुःखम्। पदकृत्यं पूर्ववत् ॥
* પદકૃત્ય * સર્વાનુભવસિદ્ધ “દુઃખત્વ જાતિવાળું જે હોય તેને દુઃખ કહેવાય છે, અથવા અધર્મ (પાપ) માત્ર છે અસાધારણ કારણ જેનું, એવા ગુણને દુઃખ કહેવાય છે.
* અહીં પણ સર્વેષામ્ પદનો નિવેશ ન કરીએ અને પ્રતિકૂત્તવેનીયેટું ઉમે આટલું જ લક્ષણ કરીએ તો શત્રુના સુખમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે શત્રુનું સુખ પણ બીજાને પ્રતિકૂલ લાગે છે. પરંતુ લક્ષણમાં “સર્વેષાનું' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે શત્રુનું સુખ શત્રુને તો અનુકૂલ જ લાગે છે.
ઈચ્છા - દ્વેષ - પ્રયત્ન નિરૂપણ
मूलम् : इच्छा कामः। क्रोधो द्वेषः। कृतिः प्रयत्नः। કામને ઈચ્છા કહેવાય છે, ક્રોધને દ્વેષ કહેવાય છે અને કૃતિને પ્રયત્ન કહેવાય છે.
(प.) इच्छ निरूपयति-इच्छेति। काम इति पर्यायः। इच्छात्वजातिमती इच्छा। सा द्विविधा-फलेच्छा उपायेच्छा च। फलं सुखादिकम्। उपायो यागादिः। द्वेषं निरूपयतिक्रोध इति। द्वेष्टीत्यनुभवसिद्धद्वेषत्वजातिमान् द्विष्टसाधनताज्ञानजन्यगुणो वा द्वेषः। प्रयत्न निरूपयति-कृतिरिति। प्रयत्नत्वजातिमान्प्रयत्नः। स त्रिविधः-प्रवृत्ति-निवृत्तिजीवनयोनिभेदात्।इच्छाजन्यो गुणः प्रवृत्तिः। द्वेषजन्यो गुणो निवृत्तिः। जीवनादृष्टजन्यो गुणो जीवनयोनिः। स च प्राणसंचारकारणम्॥
* પદત્ય ઇચ્છાનો પર્યાયવાચી “કામ” શબ્દ છે. ઈચ્છાત્વ જાતિવાળું જે હોય તેને ઈચ્છા કહેવાય છે. આ ઈચ્છા બે પ્રકારની છે (૧) ફલવિષણિી ઈચ્છા અને (૨) ઉપાયવિષણિી ઈચ્છા. ફલ = સુખ,