Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 228
________________ ૨૨૦ અસંભવદોષ આવશે કારણ કે તર્કનું સ્વરૂપ તો ઉભયદ્વા૨ા બને છે. (તર્ક = આરોપ, જુઠ્ઠું જ્ઞાન, મિથ્યાજ્ઞાન.) શંકાઃ વિવિશિષ્ટ પર્વતમાં વત્ત્વભાવનો આરોપ એ જુઠ્ઠું જ્ઞાન છે. એટલે તર્ક પણ વિપર્યયજ્ઞાનની અંતર્ગત જ હોવો જોઈએ એને અયથાર્થજ્ઞાનના ત્રીજા ભેદ તરીકે કેમ બતાવ્યો? સમા.ઃ તમારી વાત ઉચિત છે. જોકે, તર્ક વિપર્યયથી ભિન્ન નથી. પરંતુ અનુમાન પ્રમાણનો અનુગ્રાહક સહાયક છે માટે એને પૃથક્ કહ્યો છે. શંકાઃ જો તર્કને અલગ બતાવ્યો તો સ્વપ્ન પણ જુદું જ્ઞાન છે, તેને પણ અલગ બતાવો. સમા.ઃ પૂરીતત્ નાડીની બહાર અને આન્તર પ્રદેશની મધ્યમાં = સંધિસ્થાનમાં અથવા ઈંડાનાડીમાં જ્યારે મનની સ્થિતિ હોય છે ત્યારે પુણ્ય - પાપ વિશેષથી અથવા શરીરની સપ્તધાતુની વિષમતાથી સ્વપ્નની ઉત્પત્તિ થાય છે. આ સ્વપ્ન જ્ઞાન માનસવિપર્યયના અન્તર્ગત છે. માટે અલગ બતાવ્યું નથી. વિશેષાર્થઃ = શંકા જો તર્કનો ઉદ્દેશ અનુમાનમાં પ્રમાણની ઉપસ્થાપના કરવી તે છે તો તેનો અયથાર્થજ્ઞાનમાં સમાવેશ કેમ કર્યો? સમા. : જેવી રીતે જીવનું ‘ઉપયોાવત્ત્વ' લક્ષણ દરેક મનુષ્ય, પશુ, વનસ્પત્યાદિ જીવોમાં ઘટે છે તેમ અયથાર્થજ્ઞાનનું ‘તદ્માવતિ તત્વારÓ જ્ઞાનમ્' આ લક્ષણ પણ સંશય, વિપર્યય અને તર્કમાં ઘટે છે. તે આ રીતે... * સંશય :- ‘શક્તિમાં રજતનો સંશય' એ તદાભાવવમાં = રજતત્વાભાવવદ્ શુક્તિમાં તત્પ્રકા૨ક રજતત્વપ્રકારક અનુભવ તે અયથાર્થાનુભવ. * વિપર્યય :- ‘શક્તિમાં રજતનો ભ્રમ’ એ ઉપર પ્રમાણે સમજવું. * તર્ક :- ‘યવિ વનિર્ન સ્યાત્ દિ ધૂમોપિ ન મ્યાત્' અહીં ત ્= વક્ર્મભાવ, તદાભાવતિ અનુભવ = = વલ્ક્યભાવાભાવતિ = વિઘ્નતિ પર્વતમાં તકારક = વહ્યભાવવત્ત્વ પ્રકા૨ક તે અયથાર્થાનુભવ છે. આ રીતે તર્કનો પણ અયથાર્થાનુભવમાં સમાવેશ કર્યો છે. मूलम् : स्मृतिरपि द्विविधा - यथार्था अयथार्था च । प्रमाजन्या यथार्था । अप्रमाजन्या अयथार्था ॥ સ્મૃતિ પણ બે પ્રકારની છે યથાર્થ અને અયથાર્થ. યથાર્થ અનુભવથી જન્ય સ્મૃતિને યથાર્થસ્મૃતિ અને અયથાર્થ અનુભવથી જન્ય સ્મૃતિને અયથાર્થસ્મૃતિ કહેવાય છે. (યથાર્થાનુભવના ચાર ભેદ છે પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દબોધ. અયથાર્થાનુભવના ત્રણ ભેદ છે સંશય, વિપર્યય અને તર્ક. યથાર્થ અને અયથાર્થ અનુભવના જે ભેદ છે, તે સ્મૃતિના પણ પડશે.) ॥ इति तर्कसंग्रहे बुद्धिनिरूपणम् ॥

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262