________________
૨૧૯
* ન્યાયબોધિની
(ન્યાયદર્શનમાં તર્ક અને ઉપાધિ આ બન્નેનું ખુબ જ મહત્ત્વ છે. ‘તર્ક’ તલવારની ઢાલ સમાન છે અને ઉપાધિ તલવારસમાન છે. જેમ કોઈ શત્રુ આપણા ઉપર આક્રમણ કરવા માટે આવે તો ઢાલથી આપણે એ આક્રમણનો બચાવ કરીએ તેવી જ રીતે પ્રતિપક્ષી આપણા અનુમાનમાં વ્યભિચારાદિ દોષ આપીને અનુમાનને દૂષિત કરે તો આપણે તર્કથી આપણું રક્ષણ કરીએ અને ઉપાધિદ્વારા બીજાના અનુમાનને વ્યભિચારાદિ દોષો દ્વારા દૂષિત કરીએ, માટે ઉપાધિને તલવારની ઉપમા અપાઈ છે.)
=
પ્રકૃત ‘પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્’ આ સ્થળમાં પ્રત્યક્ષ પ્રમાણવાદી ચાર્વાક ધૂમ પ્રત્યક્ષ હોવાથી તેને માને છે અને વિહ્નને માનતો નથી. તેથી ‘ઘૂમોડસ્તુ વર્નિ સ્વાત્’ આ રીતે ચાર્વાક વ્યભિચાર શંકા ઉઠાવે છે ત્યારે સિદ્ધાંતી વૃત્િ વહ્નિનું સ્થાત્ તર્દિ ધૂમોપિ ન સ્વાત્' એવો વ્યભિચાર શંકાને દૂર કરવા માટે અનુકૂલ તર્કનો પ્રયોગ કરે છે. ચાર્વાકને આ આપત્તિરૂપ છે. કારણ કે ધૂમ પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી ધૂમાભાવ પર્વતમાં માનવાનું તેને ઈષ્ટ નથી તેથી વિહ્નને માન્યા વિના છુટકો જ નથી. અહીં વહ્ત્વભાવ વ્યાપ્ય છે અને ધૂમાભાવ વ્યાપક છે. વસ્તુતઃ તો સિદ્ધાંતીને પર્વત ઉપર વહ્યભાવ = વ્યાપ્ય અને ધૂમાભાવ = વ્યાપકના બાધનો અભાવનો નિશ્ચય છે જ . અર્થાત્ પર્વત ઉપર વિહ્ન અને ધૂમ બન્નેનો નિશ્ચય છે. એવો દ્રઢ નિશ્ચય હોવાથી જ તર્ક આપી શકે. જો સિદ્ધાંતીને પર્વત ઉપર વ્યાપ્ય-વ્યાપકના બાધનો નિશ્ચય ન હોય અને કહે કે ‘પર્વતે યતિ વહ્રિર્ન સ્થાત્ તર્દિ ધૂમોપિ ન મ્યાત્’ તો પ્રતિપક્ષી ‘અમને પણ વર્જ્યભાવ પર્વતમાં અભિમત જ છે’ એમ ઈષ્ટાપત્તિ કહીને વધાવી લેશે ત્યારે પૂર્વપક્ષીને તર્કની ઉત્પત્તિ જ નહીં થશે. પરંતુ સિદ્ધાંતીને બાધનો નિશ્ચય હોય તો એ મક્કમતાપૂર્વક કહી શકે કે, ભાઈ! ‘વિહ્ન ન હોય તો ધૂમ પણ ન જ હોય’ પર્વતમાં ધૂમ છે માટે વિઘ્ન છે જ. આમ બાધના નિશ્ચયથી ‘વૃદ્ધિનું સ્થાત્ તર્દિ ઘૂમોપિ ન સ્વાત્' આવા તર્કની ઉત્પત્તિ થાય છે.
( प. ) तर्कं लक्षयति-व्याप्यारोपेणेति । असंभववारणाय व्याप्यारोपेणेति । पुनरसंभववारणाय व्यापकारोप इति । अत्र वह्न्न्यभावो व्याप्यः धूमाभावो व्यापकः । यद्यपि तर्कस्य विपर्ययात्मकत्वेन पृथग्विभागोऽनुचित:, तथापि प्रमाणानुग्राहकत्वात् स उदित इति बोध्यम्। स्वप्नस्तु पुरीतद्बहिर्देशान्तर्देशयोः संधौ इडानाड्यां वा मनसि स्थितेऽदृष्टविशेषेण धातुदोषेण वा जन्यते । स च मानसविपर्ययान्तर्भूतः ।
* પનૃત્ય *
‘વ્યાપ્યારોપેળ વ્યાપારોપસ્તઃ' એ પ્રમાણે કહેવા દ્વારા તર્કનું લક્ષણ કરે છે. ‘પર્વતો વિજ્ઞમાન્ ધૂમાä' અહીં વત્ત્વભાવ વ્યાપ્ય છે અને ધૂમાભાવ વ્યાપક છે. ‘વ્યાપારોપસ્ત:’ આટલું જ કહીશું તો અસંભવદોષ આવશે અને માત્ર ‘વ્યાપ્યારોપેન તર્જ ’ કહીશું તો પણ