________________
૨૧૭
ક ન્યાયબોધિની એક યથાર્થનુભવનું નિરૂપણ કરીને હવે ‘સંશય ઇત્યાદિ દ્વારા અયથાર્થીનુભવનું નિરૂપણ કરે છે. એકધર્માવચ્છિન્ન જે વિશેષ્યતા છે, એનાથી નિરૂપિત જે ભાવાભાવમાં રહેલી પ્રકારના છે, તાદશ પ્રકારતાશાલી જે જ્ઞાન છે, તે સંશય છે. અર્થાત્ એક જ ધર્મીમાં પરસ્પર વિરુદ્ધ એવા ભાવ અને અભાવને પ્રકાર તરીકે જણાવતું જ્ઞાન એ સંશય છે. દા.ત.- “યં થાણુ નવા’ અહીં રૂદ્રમ્’ પદાર્થ વિશેષ્ય છે, તથા “સ્થાણુત્વ” અને “સ્થાણુત્વાભાવ” આ બંને “રૂદ્રમ્ રૂપી ધર્મમાં પ્રકાર છે માટે એક જ વિશેષ્યમાં ભાવાભાવરૂપ બે વિશેષણોનું જ્ઞાન હોવાથી આ જ્ઞાનને સંશય કહેવાય છે. આ રીતે સંશયમાં એક કોટિ ભાવની અને બીજી કોટિ અભાવની હોય છે. આથી ‘યં થાપુર્વા પુરુષો વા' ઇત્યાદિ સ્થળોમાં પણ સ્થાણુત્વ અને પુરુષત્વરૂપ ભાવયકોટિવાળો સંશય પ્રસિદ્ધ નથી પરંતુ “સ્થાણુત્વ અને સ્થાણુત્વાભાવ', “પુરુષત્વ અને પુરુષત્વાભાવ' એવી ચાર કોટિ સંશયમાં ભાસિત થાય છે.
(प.) अयथार्थानुभवं विभजते-अयथार्थेति। संशयं लक्षयति एकस्मिन्निति। एकस्मिन्धर्मिणि एकस्मिन्नेव पुरोवर्तिनि पदार्थे विरुद्धा व्यधिकरणा ये नानाधर्माः स्थाणुत्वपुरुषत्वादयस्तेषां वैशिष्ट्यं संबन्धस्तदवगाहि ज्ञानं संशय इत्यर्थः । घटपटाविति समूहालम्बनज्ञानस्य घटत्वपटत्वरूपविरुद्धनानाधर्मवैशिष्ट्यावगाहित्वादतिप्रसक्तिवारणाय एकस्मिन्निति। 'घटः पृथिवी' तिज्ञानस्यैकस्मिन्धर्मिणि घटे घटत्वपृथिवीत्वरूपनानाधर्मवैशिष्टयावगाहित्वादतिप्रसङ्गवारणाय विरुद्धेति। घटत्वविरुद्धपटत्ववान् पट इति ज्ञानेऽतिप्रसक्तिवारणाय नानेति॥
* પદકૃત્ય ક એક ધર્મોમાં પરસ્પર વિરૂદ્ધ અનેક સ્થાણુત્વ, પુરુષત્વાદિ જે ધર્મ છે, એના સંબંધને વિષય કરનારા જ્ઞાનને સંશય કહેવાય છે. જે માત્ર વિરુદ્ધના ધર્મવૈશિવાણિજ્ઞાન સંશય:' આટલું જ કહીએ અને “પુમિ પદનો નિવશ ન કરીએ તો “પટપટૌ ઇત્યાકારક સમૂહાલંબન જ્ઞાનમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે આ જ્ઞાન પણ ઘટવ, પટવાદિ સ્વરૂપ વિરોધી અનેક ધર્મને વિષય કરે છે. “પસ્મિન પદના નિવેશથી સમૂહાલંબનજ્ઞાનમાં લક્ષણ નહીં જાય કારણ કે ઘટત્વ, પટવ ધર્મ એક જ ધર્મીમાં રહેતા નથી પરંતુ ભિન્ન ભિન્ન ધર્મમાં રહે છે.
* સંશયના લક્ષણમાં જો ‘વિરુદ્ધ પદનો નિવેશ ન કરીએ તો “પટ:પૃથિવી' ઇત્યાકારક નિશ્ચયાત્મક જ્ઞાનમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે આ જ્ઞાન પણ ઘટત્વ અને પૃથિવીત્વ સ્વરૂપ નાના ધર્મને એક જ ધર્મીમાં વિષય બનાવે છે. “વિરુદ્ધ' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઘટત્વ અને પૃથિવીત્વમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી.