________________
૨OO પક્ષ “વાયું છે, ‘દ્રવ્યત્વ' એ વાયુરૂપ પક્ષનો ધર્મ છે. પક્ષધર્મથી અવચ્છિન્ન સાધ્ય = દ્રવ્યત્વથી અવચ્છિન્ન પ્રત્યક્ષત્વ = દ્રવ્યત્વથી વિશિષ્ટ પ્રત્યક્ષ7. જ્યાં જ્યાં દ્રવ્યત્વથી વિશિષ્ટ પ્રત્યક્ષવિષયત્વ છે ત્યાં ત્યાં ઉભૂતરૂપવત્ત્વ છે. દા.ત. ઘટાદિ. ઘટાદિમાં દ્રવ્યત્વ વિશિષ્ટ પ્રત્યક્ષત્વ છે તથા ઉભૂતરૂપવત્ત્વ પણ છે. માટે ઉભૂતરૂપવત્ત્વ જે ઉપાધિ છે તેમાં પક્ષધર્માવચ્છિન્નસાધ્યવ્યાપકત્વ છે.
શંકા : આત્મામાં દ્રવ્યત્વવિશિષ્ટ પ્રત્યક્ષત્વ = પક્ષધર્માવચ્છિન્ન સાધ્યવ્યાપકત્વ છે. પરંતુ ઉભૂતરૂપવત્ત્વ નથી. માટે ઉપાધિના ઉપરોક્ત લક્ષણમાં વ્યભિચાર આવશે.
સમા. : દ્રવ્યત્વવિશિષ્ટ પ્રત્યક્ષત્વનો અર્થ દ્રવ્યત્વવિશિષ્ટ બહિર = બાલ્યન્દ્રિયજન્યપ્રત્યક્ષત્વ કરશું. તેથી જ્યાં જ્યાં દ્રવ્યત્વવિશિષ્ટબહિરપ્રત્યક્ષવિષયત્વ છે ત્યાં ત્યાં ઉભૂતરૂપવત્ત્વ છે આવી વ્યાપ્તિ થશે. આત્માનું પ્રત્યક્ષ મનથી થતું હોવાથી આત્મામાં દ્રવ્યત્વવિશિષ્ટબહિપ્રત્યક્ષત્વ નથી. માટે ઉભૂતરૂપવત્ત્વ ન હોવા છતાં વ્યભિચાર આવશે નહીં.
આમ ઉભૂતરૂપવત્ત્વમાં, પક્ષધર્માવચ્છિન્ન- સાધ્યવ્યાપકત્વ છે તથા ઉભૂતરૂપવત્ત્વમાં સાધનનું અવ્યાપકત્વ પણ છે. તે આ પ્રમાણે. જ્યાં જ્યાં સાધન-પ્રત્યક્ષસ્પર્શઆશ્રયત્ન છે (પ્રત્યક્ષ એવા સ્પર્શનું આશ્રયત્ન છે.) ત્યાં ત્યાં ઉભૂતરૂપવત્ત્વ નથી. દા.ત. વાયુ. વાયુમાં પ્રત્યક્ષ એવા સ્પર્શનું આશ્રયત્ન છે પણ નિરૂપ હોવાથી ઉદ્ભતરૂપ નથી.
આમ ઉદ્ભુતરૂપવત્ત્વ એ પક્ષધર્માવચ્છિન્ન સાધ્યવ્યાપક ઉપાધિ છે. અને એ ઉપાધિવાળો પ્રત્યક્ષસ્પર્શાશ્રયત્ન” હેતુ હોવાથી એ વ્યાપ્યત્વાસિદ્ધ છે. * તૃતીયો યથા સાધનથી વિશિષ્ટ સાધ્ય વ્યાપક ઉપાધિનું દ્રષ્ટાંત-૧
áસઃ વિનાશી ગન્યત્વત્િ' આ સ્થલમાં ‘માવત્વ' ઉપાધિ છે. (આ સ્થલ વ્યભિચારી છે કારણ કે ધ્વંસ જન્ય તો છે પરંતુ ધ્વસનો ધ્વંસ ન થતો હોવાથી ધ્વસ વિનાશી નથી. જો કોઈ વસ્તુના ધ્વંસનો ધ્વસ માનવામાં આવે તો તત્કાલીન વસ્તુની ફરી ઉત્પતિનો પ્રસંગ આવશે માટે ધ્વસનો ધ્વંસ નથી મનાતો.)
ઉપરોક્ત અનુમાનમાં આ ઉપાધિ શુદ્ધસાધ્યની વ્યાપક નહીં બની શકે, કારણ કે “જ્યાં જ્યાં વિનાશિત્વ છે ત્યાં ત્યાં ભાવત્વ છે” એવું નથી. પ્રાગભાવ વિનાશી છે પરંતુ પ્રાગભાવ અભાવ સ્વરૂપ હોવાથી એમાં ભાવત્વ નથી. જયારે હેતુ વિશિષ્ટસાધ્ય = જન્યત્વવિશિષ્ટવિનાશિત્વ સાધ્ય લઈશું તો “ભાવત્વ” ઉપાધિ બનશે. કારણ કે જયાં જયાં જન્યત્વસ્વરૂપ હેતુથી વિશિષ્ટવિનાશિત્વ છે ત્યાં ત્યાં ‘ભાવત્વ' અવશ્ય છે. દા.ત. ઘટાદિ. આ ઉપાધિ હેતુની અવ્યાપક પણ છે કારણ કે જ્યાં જ્યાં જન્યત્વ છે ત્યાં ત્યાં ભાવત્વ નથી દા.ત. ધ્વસ. ધ્વંસ એ જન્ય તો છે પરંતુ ભાવ સ્વરૂપ નથી. આમ ભાવત્વ કેવલ સાધ્યવ્યાપક નહીં પરંતુ સાધનાવચ્છિન્ન સાધ્યવ્યાપક ઉપાધિ છે.
Uવસ.રજુ દ્રષ્ટાંત.... શ્યામો મિત્રીતનયત્વ”િ અહીં ‘શાપન ત્વ'ઉપાધિ છે. આ ઉપાધિ પણ શુદ્ધસાધ્યની વ્યાપક નહીં બની શકે કારણ કે જ્યાં જયાં શ્યામત્વ છે ત્યાં