________________
૨૦૧
ત્યાં શાકપાકજન્યત્વ નથી. કારણ કે ‘શ્યામત્વ’ શ્યામઘટમાં છે, પરંતુ ત્યાં ‘શાપા ખન્યત્વ' નથી. હા! સાધન-મિત્રાતનયત્વથી વિશિષ્ટ સાધ્ય-શ્યામત્વની = સાધનાવચ્છિન્ન સાધ્યની વ્યાપક આ ઉપાધિ જરૂર બનશે કારણ કે મિત્રાના સાત પુત્રો જે શ્યામ છે તે શાકપાકથી જન્ય છે.
આમ ‘શાકપાકજન્યત્વ’ ઉપાધિ સાધનવિશિષ્ટસાધ્યની વ્યાપક બની. એવી રીતે હેતુની અવ્યાપક પણ છે કારણ કે જ્યાં જ્યાં મિત્રાતનયત્વ છે ત્યાં ત્યાં શાકપાકજત્વ નથી. દા.ત. મિત્રાનો આઠમો પુત્ર. મિત્રાનો આઠમો જે ગૌર પુત્ર છે તેમાં શાકપાકજન્યત્વ નથી. આમ શાકપાકજન્યત્વ એ કેવલ સાધ્યવ્યાપક નહીં પરંતુ સાધનાવચ્છિન્ન સાધ્યવ્યાપક ઉપાધિ છે.
(‘સ શ્યામો....’ આ અનુમાનમાં એવી ક્લ્પના કરાઈ છે કે મિત્રા નામની ગર્ભવતી સ્ત્રીને શાક ખાવાથી સાત શ્યામપુત્ર ઉત્પન્ન થાય છે, માટે ‘શ્યામત્વ’નો પ્રયોજક શાકપાકજન્યત્વ જ છે, મિત્રાતનયત્વાદિ નહિં.)
બાધિત હેતુ
मूलम् : यस्य साध्याभावः प्रमाणान्तरेण निश्चितः स बाधितः। यथा वह्निरनुष्णो द्रव्यत्वादिति । अत्रानुष्णत्वं साध्यं तदभाव उष्णत्वं स्पार्शन- प्रत्यक्षेण गृह्यत इति बाधितत्वम् ॥
યસ્ય – યસ્ય હતોઃ = જે હેતુના સાધ્યનો અભાવ = સાધ્યનો બાધ, પ્રમાણાન્તર = અનુમાનપ્રમાણથી ભિન્ન પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિશ્ચિંત થઈ ગયો હોય તો તે હેતુને બાધિત કહેવાય છે. દા.ત. → ‘વહ્નિરનુષ્યો દ્રવ્યત્વાત્’ અહીં સાધ્ય જે અનુષ્ણત્વ છે, તેનો અભાવ = ઉષ્ણત્વ વન્ત્યાત્મક પક્ષમાં સ્પાર્શનપ્રત્યક્ષથી નિશ્ચિત છે, તેથી ‘દ્રવ્યત્વ’ હેતુ બાધિત નામનો હેત્વાભાસ છે.
(न्या० ) यस्येति । यस्य हेतोः साध्यस्याभावः साध्याभावः । स च प्रमाणान्तरेण प्रत्यक्षादिप्रमाणेन निश्चितः स बाधित इत्यर्थः । तथा च प्रात्यक्षिकसाध्यबाधनिश्चये जाते साध्यानुमितिप्रतिबन्धः फलम् । बाधितसाध्यकत्वाद् बाधितहेतुरित्युच्यते ॥ इति न्यायबोधिन्यामनुमानपरिच्छेदः ॥ * ન્યાયબોધિની *
પ્રત્યક્ષાદિ પ્રમાણવડે પક્ષમાં સાધ્યના બાધનો નિશ્ચય થવાથી સાધ્યાનુમિતિનો પ્રતિબંધ થઈ જાય છે. દા.ત. → ‘વિઘ્ન, અનુષ્ણ છે, દ્રવ્ય હોવાથી’ આ સ્થલમાં સ્પાર્શન પ્રત્યક્ષ દ્વારા વિઘ્નરૂપી પક્ષમાં જ્યારે સાધ્યાભાવનો અર્થાત્ ‘વિઘ્ન ઉષ્ણ છે' એવો નિશ્ચય થઈ જાય તો ‘વહ્નિનુષ્ણ:’ ઇત્યાકારક અનુમિતિનો પ્રતિબંધ થઈ જાય છે. આ બાધજ્ઞાનનું ફલ છે. જો કે બાધસ્થળે પક્ષમાં સાધ્ય જ બાધિત હોય છે, તો પણ સાધ્ય બાધિત હોવાથી ઉપચારથી હેતુને પણ બાધિત કહેવાય છે.
( प. ) यस्येति । सद्धेतुवारणाय प्रमाणान्तरेणेति । घटादिवारणाय साध्येति ।