________________
૧૯૯
તેથી ‘સાધનાવ્યાપકની પરિભાષામાં “અત્યંત' પદનો નિવેશ કર્યો છે. હેતુ-વહૂિનના અધિકરણ અયોગોલકાદિમાં વહ્નિનો અત્યંતભાવ નહીં મળે. માટે વનિ અત્યંતાભાવનો પ્રતિયોગી નહીં બને અપ્રતિયોગી બનશે. આ પ્રમાણે વનિ સાધનને અવ્યાપક નહીં હોવાથી ઉપાધિ બનશે નહીં. (આર્દ્રધન-સંયોગ જ ઉપાધિ બનશે.)
ઉપાધિભેદ - નિરૂપણ સોયમુપાધિવિધ દ્રષ્ટિવ્યા આ ઉપાધિ ત્રણ પ્રકારે છે. (૧) શુદ્ધસાધ્યની વ્યાપક (૨) પક્ષધર્મથી વિશિષ્ટસાધ્યની વ્યાપક (૩) હેતુથી વિશિષ્ટસાધ્યની વ્યાપક. એમાંથી
* શુદ્ધસાધ્યની વ્યાપકતાનું દ્રષ્ટાંત મૂલકારે બતાવી દીધું છે. એનું જ બીજું દ્રષ્ટાંત.... 'क्रत्वन्तर्वर्तिनी हिंसा, अधर्मजनिका हिंसात्वात् क्रतुबाह्यहिंसावत्' 'वेदनिषिद्धत्व'
(પક્ષ) (સાધ્ય) (સાધન) (દૃષ્ટાંત) (ઉપાધિ)
જ્યાં જ્યાં અધર્મજનકત્વ છે ત્યાં ત્યાં વેદદ્વારા નિષેધ કરાયો છે દા.ત. -- યજ્ઞની બહાર થનારી હિંસા. આ રીતે આ ઉપાધિ શુદ્ધસાધ્યની વ્યાપક થઈ અને “જ્યાં જ્યાં હિંસાત્વ છે ત્યાં બધે જ વેદદ્વારા નિષેધ કરાયો નથી. દા.ત.- યજ્ઞની હિંસા. યજ્ઞની હિંસામાં હિંસાત્વ તો છે પરંતુ વેદ દ્વારા નિષિદ્ધ નથી. આ રીતે ઉપાધિ સાધનની અવ્યાપક થઈ.
અહીં “વેનિષિદ્ધત્વ' એ શુદ્ધસાધ્ય અધર્મજનક્ત છે, તેની વ્યાપક હોવાથી તે શુદ્ધ સાધ્યવ્યાપક ઉપાધિ કહેવાય છે.
શંકા : યજ્ઞહિંસા વેદદ્વારા નિષિદ્ધ કેમ નથી? કારણ કે વેદમાં જ “ર હિંસ્થાત્ સર્વભૂતાનિ' એવું વાક્ય કહ્યું છે અર્થાત્ બધા પ્રકારની હિંસાનો નિષેધ કહ્યો છે....
સમા. : “નહિં ....” આ ઉત્સર્ગવાક્ય છે અને આ ઉત્સર્ગ વાક્યનો બાધ “પશુના યત્’ આ અપવાદ વાક્યથી થઈ જાય છે કારણ કે અપવાદ વાક્ય અલમ્બાવકાશ હોવાથી ઉત્સર્ગ વાક્યની અપેક્ષાએ વધારે બલવાન છે, માટે હિંસાત્વ એ અધર્મની ઉત્પત્તિમાં પ્રયોજક નથી પરંતુ વેદનિષિદ્ધત્વ જ અધર્મની ઉત્પત્તિમાં કારણ છે. * દ્વિતીય યથા... પક્ષધર્મથી વિશિષ્ટસાધ્યવ્યાપક ઉપાધિનું દ્રષ્ટાંત...
વાયુઃ પ્રત્યક્ષઃ પ્રત્યક્ષશ્રયસ્વાતું' અહીં ‘બૂતરૂપવત્ત' ઉપાધિ છે. (પ્રાચીનોના મતમાં વાયુના સ્પર્શનું તો પ્રત્યક્ષ થાય છે પરંતુ વાયુનું પ્રત્યક્ષ નથી થતું તેમના મતે આ અનુમાન છે.)
જ્યાં જ્યાં પ્રત્યક્ષત્વ = પ્રત્યક્ષવિષયત્વ છે ત્યાં ત્યાં ઉભૂત રૂપવત્ત્વ નથી. દા.ત. રૂપ. રૂપ પ્રત્યક્ષ છે માટે તેમાં પ્રત્યક્ષત્વ = પ્રત્યક્ષવિષયત્વ તો છે પણ ઉદ્ભતરૂપ નથી. કારણ કે ગુણમાં ગુણ નથી રહેતો. આમ ઉભૂતરૂપવત્ત્વ જે ઉપાધિ છે તે શુદ્ધ = કેવલ સાધ્યની વ્યાપક નથી. તેથી પક્ષધર્માવચ્છિન્ન સાધ્ય લઈશું તો સાધ્યની વ્યાપક બનશે. તે આ પ્રમાણે...