________________
૨૦૪
सादृश्यविशिष्टपिण्डज्ञानमसाधारणधर्मविशिष्टपिण्डज्ञानं वैधर्म्यविशिष्टपिण्डज्ञानं च । तत्राद्यमुक्तमेव । द्वितीयं यथा - 'खड्गमृगः कीदृगि 'ति पृष्ठे- 'नासिकालसदेकशृङ्गोऽनतिक्रान्तगजाकृतिश्चेति तज्ज्ञातृभ्यः श्रुत्वा कालान्तरे तादृशपिण्डं पश्यन्नतिदेशवाक्यार्थं स्मरति । तदनन्तरं ' खड्गमृगः खड्गमृगपदवाच्य' इत्युपमितिरुत्पद्यते । अत्र 'नासिकालसदेकशृङ्ग' एवासाधारणधर्मः । तृतीयं यथा - 'उष्ट्रः कीदृगिति पृष्टे'अश्वादिवन्न समानपृष्ठो, न ह्रस्वग्रीवशरीरचे 'ति आप्तोक्ते कालान्तरे तत्पिण्डदर्शनाद्वैधर्म्य विशिष्ट पिण्डज्ञानं, ततोऽतिदेशवाक्यार्थस्मरणं तत 'उष्ट्र उष्ट्रपदवाच्य' इत्युपमितिरुत्पद्यते ।
॥ इति पदकृत्यके उपमानपरिच्छेदः ॥
* પદકૃત્ય *
અવસરપંતિ....સંજ્ઞામંજ્ઞીતિ। અનુમાનનું નિરૂપણ પૂર્ણ થયા બાદ અવસરસંગતિ દ્વારા ઉપમાનનું નિરૂપણ કરે છે કારણ કે અનુમાનની પછી ઉપમાનનો જ ક્રમ આવે છે. ઉપમિતિના કરણને ઉપમાન કહેવાય છે.
* માત્ર ‘જળમુપમાનમ્' આટલું જ કહીએ તો કુઠારાદિમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે કુઠાર પણ છેદનક્રિયાની પ્રતિ કરણ તો છે જ. તેથી લક્ષણમાં ‘મિતી’ પદનો નિવેશ છે. કુઠારાદિ મિતિના = જ્ઞાનના કરણ ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
* માત્ર ‘મિતિòરળમુપમાનમ્' આટલું જ લક્ષણ કરીએ તો જ્ઞાનના ક૨ણ તો પ્રત્યક્ષાદિ પ્રમાણ પણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. તેથી લક્ષણમાં ‘ઉપ’ ઉપસર્ગનો નિવેશ કર્યો છે. પ્રત્યક્ષાદિ ભલે પ્રત્યક્ષાદિજ્ઞાનના કરણ હોય પરંતુ ઉપમિતિના કરણ ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
સંજ્ઞા અને સંન્નીના સંબંધના જ્ઞાનને ઉપમિતિ કહેવાય છે.
* અહીં માત્ર ‘સંજ્ઞાસંજ્ઞીજ્ઞાનમુમિતિ:' આટલું જ ઉપમિતિનું લક્ષણ કરીએ તો અનુમિત્યાદિમાં પણ અતિવ્યાપ્તિ આવે છે કારણ કે પરાર્થાનુમિતિ પણ શબ્દ દ્વારા ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ સંજ્ઞા = વન્ત્યાદિ શબ્દ અને સંજ્ઞી = વન્ત્યાદિ અર્થનો બોધ તો હોય જ છે. પરંતુ લક્ષણમાં ‘સંવન્ય' પદના નિવેશથી અનુમિત્યાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઉપમાનપ્રમાણ દ્વારા મુખ્ય તરીકે ગવયપદની શક્તિનું= સંબંધનું જ્ઞાન કરાવાય છે. જે વ્યક્તિને ગવયપદની વાચ્યતા કયા પદાર્થમાં છે તે ખબર ન હોય તો તાદશ શક્તિજ્ઞાન ઉપમાનપ્રમાણ દ્વારા થાય છે પરંતુ અનુમિતિ તો વ્યાપ્તિજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, પદ અને પદાર્થની વચ્ચેના સંબંધ દ્વારા નહીં.
* જો ‘સંવન્યજ્ઞાનમુમિતિ:' આટલું જ લક્ષણ કરીએ તો સંયોગ, સમવાયાદિ પણ સંબંધ જ છે, તાદૃશ્ય જ્ઞાનને લઈને સંયોગાદિમાં પણ અતિવ્યાપ્તિ આવશે. પરંતુ