________________
૨૦૨ इति पदकृत्यकेऽनुमानपरिच्छेदः॥
પદકૃત્ય છે * “યસ્થ સામવિ: નિશત: સ વધત:' જો આટલું જ કહીએ અને “પ્રમMાન્તર' પદનો નિવેશ ન કરીએ તો સહેતુમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે “પર્વતો વHિI ધૂમતુ’ આ સ્થળમાં પણ ‘વનિના અભાવવાળો પર્વત છે” એવા ભ્રમાત્મક નિશ્ચયની સંભાવના થઈ શકે છે તેથી સહેતુ ધૂમને પણ બાધિત કહેવો પડશે. પરંતુ પ્રમાણ સ્તર પદના નિવેશથી સહેતુમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રમાણજ્ઞાન દ્વારા બાધિત હોવો જોઈએ, ભ્રમાત્મકજ્ઞાન દ્વારા નહીં. “પર્વતો વદ્વિમાન્ ધૂમ’ માં તો ભ્રમાત્મક જ્ઞાનદ્વારા બાધિત બતાવ્યો છે, પ્રમાણદ્વારા નહીં.
* જો બાધિત હેતુના લક્ષણમાં “સાધ્ય’ પદ ન કહીએ અને “યસ્થામાવ: પ્રમાન્તિરેખ નિશ્ચિતઃ સ વધત: આટલું જ કહીએ તો ઘટાદિને બાધિત કહેવો પડશે કારણ કે “પર્વતો વીમાનું ધૂમાત્' આ સ્થળમાં પર્વતમાં ઘટાદિનો અભાવ પ્રમાણદ્વારા નિશ્ચિત છે. લક્ષણમાં “સાધ્ય પદ આપવાથી તે આપત્તિ નહીં આવે કારણ કે પર્વતમાં ભલે ઘટાભાવનો પ્રમાણ દ્વારા નિશ્ચય હોય, પરંતુ સાધ્ય-વનિનો સદ્ભાવ હોવાથી વનિ અભાવનો પ્રમાણ દ્વારા નિશ્ચય નથી.
I રૂટ્સનુમાન છેઃ II
* ઉપમાન - પરિચ્છેદ
मूलम् : उपमितिकरणमुपमानम्। संज्ञासंज्ञिसंबन्धज्ञानमुपमितिः, तत्करणं सादृश्यज्ञानम्। तथा हि-कश्चिद् गवयपदार्थमजानन्कुतश्चिदारण्यकपुरुषाद् गोसदृशो गवय इति श्रुत्वा वनं गतो वाक्यार्थं स्मरन्गोसदृशं पिण्डं पश्यति, तदनन्तरमसौ गवयपदवाच्य इत्युपमितिरुत्पद्यते॥
ઉપમિતિના કરણને ઉપમાનપ્રમાણ કહેવાય છે. સંજ્ઞા = પદ તથા સંજ્ઞીના = પદાર્થના સંબંધના જ્ઞાનને ઉપમિતિ કહેવાય છે. તેનું કરણ (અસાધારણ કારણ) સાશ્યજ્ઞાન છે. તેને ઉપમાન કહેવાય છે. તે આ પ્રમાણે....... ગવયનામના પદાર્થને નહીં જાણતો કોઈ વ્યક્તિ, જંગલમાં રહેતા કોઈ પુરુષ પાસેથી ગાયના જેવો ગવય હોય છે એવું સાંભળીને વનમાં ગયો, અને ત્યાં આરણ્યકપુરુષે કહેલા વાક્યના અર્થનું સ્મરણ કરતો ગાય જેવા પિંડને જુવે છે, જોયા પછી તરત જ તેને “આ = નજરે સામે દેખાતો પિંડ “ગવય” પદથી વાચ્ય છે એવી ઉપમિતિ ઉત્પન્ન થાય છે. (ઉપમિતિની પૂર્વે થયેલું ગોસાદશ્યજ્ઞાન ઉપમિતિનું કરણ હોવાથી ઉપમાન કહેવાય છે.)