________________
૨૦૮
સ્વરૂપ છે. ‘પટાલિતું ધટાદાર્થો વધવ્ય:' આ પ્રમાણેની ઈશ્વરેચ્છા શક્તિ છે = ઘટાદિપદજન્ય બોધનો વિષય ઘટાદિ પદાર્થ બને એવી ઈશ્વરેચ્છા છે અર્થાત્ ઘટાદિપદજન્યબોધવિષયત્વ જેમાં પ્રકાર બને છે અને ઘટાદિ જેમાં વિશેષ્ય બને છે એવી ઈશ્વરેચ્છા = ઈશ્વર સંકેતને નૈયાયિકો શક્તિ કહે છે.
પદ અને પદાર્થ વચ્ચે શક્તિ નામક સંબંધ છે. સંબંધ હંમેશા દ્વિષ્ઠ હોય છે. પદ શક્તિનો નિરૂપક છે તેથી નિરૂપક્તા સંબંથી શક્તિ પદમાં રહે છે અને પદ શક્ત = શક્તિમતુ કહેવાય છે. તથા વિષયતા સંબંધથી શક્તિ પદાર્થમાં રહે છે. શક્તિ જ્યાં વિષયતા સંબંધથી રહે છે, તેને શક્ય કહેવાય છે માટે પદાર્થ શક્ય થશે. અને આ શક્યના સંબંધને લક્ષણા કહેવાય છે. | (શંકા : પદની શક્તિ દ્વારા જ વાક્યર્થ બોધ થઈ જાય છે તો લક્ષણા નામની વૃત્તિ માનવાની આવશ્યક્તા શું છે?
સમા. : કોઈ વ્યક્તિએ પૂછયું હોય કે “ગંગાનદીથી તમે કેટલા દૂર રહો છો?” એના ઉત્તરમાં તે વ્યક્તિ કહે છે કે “અહં થાવ નિવામિ' અહીં “ગંગા” પદની શક્તિ તો નદીવિશેષમાં જ છે પરંતુ નદીમાં નિવાસ કરવું સર્વથા દુષ્કર છે માટે વક્તાના તાત્પર્યને જાણીને ‘ગંગા' પદનો શક્ય જે નદીવિશેષ છે એનો સંબંધ તટમાં કરવો પડશે અર્થાત્ “ગંગા' પદનો અર્થ ‘ગંગાતટ’ કરવો પડશે. આને જ લક્ષણાવૃત્તિ કહેવાય છે.
આમ, શક્તિવૃત્તિ દ્વારા વક્તાનું તાત્પર્ય ન ઘટતું હોય ત્યારે ‘લક્ષણા' કરાય છે.)
(કહેવાનો આશય એ છે કે, જો પદથી લોકમાં પ્રચલિત અર્થ સમજાય તો સમજવું કે પદ અને પદાર્થ વચ્ચે શક્તિનામનો સંબંધ છે. એટલે કે શક્તિ નામના સંબંધથી પદાર્થનો બોધ થયો છે. પરંતુ જો પ્રચલિત અર્થ લેવાથી વક્તાનું તાત્પર્ય ન જણાતું હોય તો પદ ઉપરથી વાસ્તવિક પદાર્થનો ત્યાગ કરીને પદની લક્ષણા કરવી પડે છે, લક્ષ્યાર્થ લેવો પડે છે. અહીં લક્ષણા નામના સંબંધથી લક્ષ્યાર્થનો બોધ થયો છે એમ જણાવું.)
લક્ષણા - નિરૂપણ સદ્ધિવિઘા.... મિત્રવોથનાતા આ લક્ષણા બે પ્રકારની છે (૧) ગૌણી અને (૨) શુદ્ધા.
(૧) સાદૃશ્યવિશિષ્ટમાં કરાતી લક્ષણાને ‘ગણીલક્ષણા' કહેવાય છે. દા.ત.- “સિંહોનાખવઃ' અર્થાત્ “આ બાળક સિંહ છે' એવો શક્તિસંબંધ દ્વારા અર્થ નિકળશે પરંતુ એવા શક્યાર્થ દ્વારા અર્થઘટન અસંભવ છે કારણ કે બાળક તો મનુષ્યવિશેષ છે અને સિંહ તો પશુવિશેષ છે. તો પછી બંનેમા અભેદ તો કેવી રીતે થઈ શકે? અહીં વક્તાનું તાત્પર્ય ‘સિંહના જેવો પરાક્રમી બાળક છે' એવું જણાવવાનું છે. તેથી અહીં સિંહ પદની સાદૃશ્યવિશિષ્ટમાં ગૌણી લક્ષણા કરવાથી ‘સિંહસાદૃશ્યબાળક છે અર્થાત્ સિંહમાં જે શૂરતા, ક્રૂરતા આદિ ગુણ છે તે ગુણવિશિષ્ટ માણવક (બાળક) છે' એવા વક્તાનો આશય પ્રતીત થશે.
(૨) શુદ્ધાલક્ષણા બે પ્રકારની છે જહલક્ષણા અને અજહલક્ષણા * જહલક્ષણા : ત્યાગઅર્થક “હા” ધાતુથી “જહતું' શબ્દની નિષ્પત્તિ થઈ છે. આ