________________
૧૮૩ વચમાવવવૃત્તિધૂમઃ ઇત્યાકારક જ્ઞાન બને છે તે યથાર્થ નથી, અયથાર્થજ્ઞાન છે. અને ધૂમ” હેતુ અયથાર્થજ્ઞાનનો વિષય છે.
* જો હેત્વાભાસના લક્ષણમાં “અનુમિતિતન્કર ન્યતર' પદનો નિવેશ ન કરીએ અને પ્રતિબંધ યથાર્થજ્ઞાનવિષયત્વમ્' = ‘પ્રતિબંધકીભૂત યથાર્થજ્ઞાનનો જે વિષય હોય તે દુષ્ટહેતુ છે” એટલું જ કહીએ તો ઘટાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણકે “પટામાવવધૂતમ્' આ જ્ઞાનનું પ્રતિબંધક “ઘટવમૂતમ્' આ યથાર્થજ્ઞાન છે. અને આ યથાર્થજ્ઞાનનો વિષય ઘટ બનશે. માટે ઘટને દુષ્ટહેતુ કહેવાનો પ્રસંગ આવશે.
પરંતુ લક્ષણમાં “મનુમિતિતાજેતર પદના નિવેશથી ઘટાદિમાં અતિવ્યાપ્તિ દોષ આવશે નહીં કારણ કે “પટવધૂતમ્' એ જ્ઞાન ધરાભાવવધૂતમ્' આ જ્ઞાનનું પ્રતિબંધક છે, પરંતુ અનુમિતિતત્કરણાન્યતરનું પ્રતિબંધક નથી.
* હવે જો લક્ષણમાં તરણાન્યતર' પદનો નિવેશ ન કરીએ અને અનુમિતિપ્રતિબંધયથાર્થજ્ઞાનવિષયત્વમ્' આટલું જ લક્ષણ કરીએ તો બાધિત, વિરૂદ્ધાદિ હેતુમાં વાંધો નહીં આવે પરંતુ વ્યભિચારાદિદોષવિષયકજ્ઞાન છે, તેના વિષયભૂત વ્યભિચાર આદિ દુષ્ટહેતુ, જે વ્યાપ્તિ જ્ઞાનના પ્રતિબંધક છે, તેમાં લક્ષણ જશે નહીં. માટે વ્યભિચાર આદિ દુષ્ટહેતુમાં અવ્યાપ્તિદોષ આવશે.
પરંતુ લક્ષણમાં ‘તરાચતર પદના નિવેશથી ઉપરોક્ત દોષ આવશે નહીં. કારણ કે વ્યભિચારાદિદોષવિષયકજ્ઞાન અનુમિતિનું પ્રતિબંધક ભલે ન હોય પરંતુ અનુમિતિના કારણભૂત વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક તો છે જ.
* અને લક્ષણમાં જો “અનુમિતિ' પદનો નિવેશ ન કરીએ તો અનુમિતિના પ્રતિબંધક એવા બાધિત, સમ્પ્રતિપક્ષ અને વિરૂદ્ધ હેતુમાં દુષ્ટહેતુનું લક્ષણ ન જતા અવ્યાપ્તિદોષ આવે છે તેથી લક્ષણમાં સમિતિ પદનો નિવેશ કર્યો છે.
આ પાંચેય હેત્વાભાસમાંથી વિરુદ્ધ, બાધિત, સપ્રતિપક્ષ અને આશ્રયાસિદ્ધ હેત્વાભાસ અનુમિતિના પ્રતિબંધક છે. તથા વ્યભિચારી, સ્વરૂપાસિદ્ધ અને વ્યાપ્યાત્વાસિદ્ધ હેત્વાભાસ તત્કરણ વ્યાપ્તિજ્ઞાનના પ્રતિબંધક છે.
સાધારણ અનૈકાન્તિક मूलम् : सव्यभिचारोऽनैकान्तिकः। स त्रिविधः साधारणाऽसाधारणाऽनुपसंहारिभेदात्। तत्र साध्याभावववृत्तिः साधारणोऽनैकान्तिकः। यथा पर्वतो वह्निमान् प्रमेयत्वादिति। प्रमेयत्वस्य वन्यभाववति हदे विद्यमानत्वात् ।
સવ્યભિચાર હેતુને “અનેકાન્તિક” હેત્વભાસ પણ કહે છે. તે ત્રણ પ્રકારનો છે – સાધારણ, અસાધારણ અને અનુપસંહારી. જે હેતુ સાધ્યના અભાવમાં રહે તેને સાધારણ અનૈકાન્તિક કહેવાય છે. દા.ત. “પર્વતો વદ્ધિમાન પ્રમેયાત્વી’ અહી પ્રમેયત્વ હેતુ વહ્િનરૂપ સાધ્યના