________________
૧૯૨
પક્ષ:’ આવું જ્ઞાન થવાથી ‘હેતુમાન પક્ષઃ’ = પક્ષવિશેષ્યક હેતુપ્રકા૨ક એવા પરામર્શ જ્ઞાનનો પ્રતિબંધ થાય છે. જોકે, સાધ્યવ્યાપ્ય હેતુમાન પક્ષ આવું જ્ઞાન પરામર્શ કહેવાય છે. પરંતુ પરામર્શના હેતુમાન્ પક્ષ = પક્ષધર્મતા આ અંશનો વિરોધ કરે છે. માટે પરામર્શનો પણ
પ્રતિબંધ થાય છે.
નોંધ : સ્વરૂપાસિદ્ધિની આ વ્યાખ્યા ન્યાયદર્શન અનુસાર કરાઈ છે. જૈનન્યાયમાં તો પક્ષમાં હેતુ ન રહેવા માત્રથી તે હેતુ અસદ્ નથી કહેવાતો. દા.ત. → ‘ઞયં બ્રાહ્મળ: પિત્રો: બ્રાહ્મળત્ત્તાત્’ અર્થાત્ ‘આ પુત્ર બ્રાહ્મણ છે કારણ કે તેના માતા-પિતા બ્રાહ્મણ છે’, ‘વયો જોસવૃશો ગો: વયસદ્રશાત્' અર્થાત્ ‘ગવય એ ગોસદેશ છે કારણ કે ગો ગવયસદેશ છે.’ અહીં માતા-પિતામાં રહેલો બ્રાહ્મણત્વ રૂપ હેતુ પુત્રાત્મક પક્ષમાં અવર્તમાન છે અને ગોમાં ગવયસદંશત્વ નામનો હેતુ રહે છે, ગવયમાં નહીં. તેથી અહીં પણ હેતુ પક્ષમાં અવર્તમાન છે. છતાં પણ ઉપરોક્ત બન્ને સહેતુ જ છે.
-
( प० ) पक्षे हेत्वभाव: स्वरूपासिद्धिः । सद्धेत्वभावेऽतिव्याप्तिवारणाय पक्षे इति । घटाद्यभाववारणाय हेत्विति । सोऽयं स्वरूपासिद्धः शुद्धासिद्ध-भागासिद्धविशेषणासिद्ध-विशेष्यासिद्धभेदेन - चतुर्विधः । तत्राद्यस्तूपदर्शित एव । द्वितीयो तथा - 'उद्भूतरूपादिचतुष्टयं गुणः, रूपत्वादित्यत्र रूपत्वहेतोः पक्षैकदेशावृत्तित्वेन तस्य भागे स्वरूपासिद्धत्वम् । तृतीयो यथा - ' वायुः प्रत्यक्षः, रूपवत्त्वे सति स्पर्शवत्त्वादि' त्यत्र रूपवत्त्वविशेषणस्य वायाववृत्तेस्तद्विशिष्टस्पर्शवत्त्वस्यापि तथात्वेन तस्य स्वरूपासिद्धत्वं निर्वहति, विशेषणाभावे विशिष्टस्याप्यभावात् । तुरीयो यथा - अत्रैव विशेषणविशेष्यवैपरीत्येन हेतुः तस्य स्वरूपासिद्धत्वं तु विशेष्याभावप्रयुक्तविशिष्टाभावादिति बोध्यम् ॥
* પદકૃત્ય *
પક્ષે હેમા......ર્શિત વા ‘પક્ષમાં હેતુનું ન રહેવું' એ સ્વરૂપાસિદ્ધિ દોષ કહેવાય છે.
* જો ‘દેત્વભાવ: સ્વરૂપસિદ્ધિ:' આટલું જ કહીશું તો‘પર્વતો હિમાન્ ધૂમાત્' ઇત્યાદિ સ્થળના ધૂમાદિ સતુને પણ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ કહેવું પડશે કારણ કે ધૂમનો અભાવ જલમાં તો મળે જ છે. પરંતુ ‘પક્ષે હેત્વમાવ:’ કહો તો પર્વતાત્મક પક્ષમાં ધૂમ હેતુ રહેતો હોવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ નહીં આવશે.
★ ‘પક્ષેઽમાવ: સ્વરૂપસિદ્ધિ:' આટલું જ લક્ષણ કરીએ તો પૂર્વોક્તસ્થળના પક્ષ = પર્વતમાં ઘટાદિનો અભાવ મળવાથી સ્વરૂપાસિદ્ધિની આપત્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘હેતુ’ પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પર્વતમાં ઘટાદિનો અભાવ મળવા છતાં પણ હેતુ ધૂમનો અભાવ નથી મળતો.
આ સ્વરૂપાસિદ્ધ, ‘શુદ્ધાસિદ્ધ, ભાગાસિદ્ધ, વિશેષણાસિદ્ધ અને વિશેષ્યાસિદ્ધ' ભેદથી ચાર