________________
૧૯૦
સાધ્યને સિદ્ધ કરે છે પરંતુ સાધ્યના અભાવને નહીં.
ન
નોંધ : લક્ષણમાં ‘સાધ્યાભાવ’ પદનો નિવેશ ન હોય ત્યારે ‘યસ્ય’ પદથી ‘યસ્ય સાધ્યસ્થ’નો બોધ થાય છે. તેથી ‘યસ્ય સાધ્યસ્થ સાધ હેત્વન્તર સ સત્પ્રતિપક્ષ:’ આ પ્રમાણે અર્થ થાય છે. તેથી વન્ત્યાદિમાં અતિવ્યાપ્તિ આપી છે, પરંતુ લક્ષણમાં ‘સાધ્યાભાવ’ પદના નિવેશથી ‘યસ્ય’ પદથી ‘યસ્ય દેતો:' નો બોધ થાય છે. તેથી ‘યસ્ય દેતો: સાધ્યામાવસાધરું હેત્વન્તર સ હેતુ: સત્પ્રતિપક્ષ:' આવો અર્થ થવાથી વન્ત્યાદિમાં અતિવ્યાપ્તિનું વારણ થયું છે.
અસિદ્ધ હેતુ
मूलम् : असिद्धस्त्रिविध:- आश्रयासिद्धः स्वरूपासिद्धो व्याप्यत्वासिद्धश्चेति ॥ અસિદ્ધહેતુ ત્રણ પ્રકારનો છે - આશ્રયાસિદ્ધ, સ્વરૂપાસિદ્ધ અને વ્યાપ્યત્વાસિદ્ધ . (प० ) असिद्धं विभजते- असिद्ध इति । आश्रयासिद्धाद्यन्यतमत्वमसिद्धत्वम् ॥ * પદકૃત્ય
આશ્રયાસિદ્ધ, સ્વરૂપાસિદ્ધ અને વ્યાપ્યત્વાસિદ્ધ આ ત્રણેયને અસિદ્ધ કહેવાય છે. આશ્રયાસિદ્ધ હેતુ
मूलम् : आश्रयासिद्धो यथा गगनारविन्दं सुरभि, अरविन्दत्वात् सरोजारविन्दवत् । अत्र गगनारविन्दमाश्रयः स च नास्त्येव ॥
જે હેતુનો પક્ષ (આશ્રય) જગતમાં વિદ્યમાન ન હોય તેને આશ્રયાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. દા.ત. → ‘નાવિન્દ્ર સુરભિ, અરવિન્દ્રાત્ સોનાવવત્ અર્થાત્ ‘આકાશપુષ્પ સુગંધી છે કે એમાં પુષ્પપણુ છે’ આ અનુમાનમાં ‘અરવિન્દ્રત્વ’ હેતુનો આશ્રય ‘ગગનારવિન્દ’ જગતમાં પ્રસિદ્ધ નથી. તેથી ‘અરવિન્દત્વ' હેતુ આશ્રયાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.
કારણ
(न्या० ) आश्रयासिद्ध इति । आश्रयासिद्धिर्नाम पक्षतावच्छेदकविशिष्टपक्षाप्रसिद्धिः । यथेति । अत्रारविन्दे गगनीयत्वाभावे निश्चिते गगनीयत्वविशिष्टारविन्दे सौरभ्यानुमितिप्रतिबन्धः फलम् ॥
* ન્યાયબોધિની
પક્ષતાવચ્છેદકથી વિશિષ્ટ પક્ષની અપ્રસિદ્ધિને ‘આશ્રયાસિદ્ધિ’ નામનો દોષ કહેવાય છે. દા.ત. → ‘નારવિન્દ્ર સુરભિ, અરવિન્દ્રાત્' આ સ્થળમાં ‘ગગનારવિન્દ’ એ પક્ષ છે, પક્ષતાનો અવચ્છેદક ગગનારવિન્દત્વ તથા ગગનીયત્વ છે. (ગગનીય = ગગનસંબંધી) અહીં પક્ષતાવચ્છેદક
=
ગગનીયત્વથી વિશિષ્ટ અરવિન્દરૂપ પક્ષની સર્વથા અપ્રસિદ્ધિ છે. એટલે કે પક્ષ અરવિન્દમાં પક્ષતાવચ્છેદક ગગનીયત્વનો અભાવ છે, એવો નિશ્ચય થયો હોવાથી ‘ગંગનારવિન્દમાં સુરભિત્વ છે’ આવી અનુમિતિનો પ્રતિબંધ થાય છે. આ જ આશ્રયાસિદ્ધિ દોષજ્ઞાનનું ફળ છે.