________________
૧૮૮ ઘટત પરંતુ અહીં “સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત’ ઘટે છે. તેથી નિશ્ચય થઈ જાય છે કે આ કાર્યવ” હેતુ સાધ્યને વ્યાપ્ત નથી પરંતુ સાધ્યાભાવનો વ્યાપ્ત છે. તેથી જ “કાર્યત્વ” હેતુને વિરૂદ્ધ હેત્વાભાસ કહેવાશે.
તથા ર સપ્રતિપક્ષેપ છે “શબ્દો નિત્ય કાર્યવં” આ સ્થળે (સાધ્યાભાવ = નિત્યસ્વાભાવ =) “અનિત્યત્વને વ્યાપીને રહેલો કાર્યવહેતુવાળો શબ્દ છે તેવું જ્ઞાન થયું છે. આ જ્ઞાનમાં પક્ષરૂપે બતાવેલો “શબ્દ” વિશેષ્ય બને છે અને “સાધ્યાભાવવ્યાપ્યકાર્યત્વહેતુ’ એ પ્રકાર બને છે. માટે પક્ષવિશેષ્યક સાધ્યાભાવવ્યાપ્યોપ્રકારક જ્ઞાન થવાથી, પક્ષવિશેષ્યક સાધ્યપ્રકારક એ પ્રમાણેની અનુમિતિનો પ્રતિબન્ધ થાય છે. આ જ વિરોધદોષના જ્ઞાનનું ફળ છે. એ પ્રમાણે સપ્રતિપક્ષમાં પણ સાધ્યાભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનથી સાધ્યવત્તાની અનુમિતિ પ્રતિબંધિત થાય છે.
નોંધ : અહીં સાથાભાવવ્યાપ્યહેતુમા–પક્ષ આ પ્રમાણેના જ્ઞાનથી સાધ્યવ્યાપ્યહેતુમાનું પણ આ પ્રમાણેના પરામર્શનો પ્રતિબંધ થવો જોઈએ તો પછી સાધ્યવાન્ પક્ષ = પક્ષવિશેષ્યક સાધ્યપ્રકારક અનુમિતિનો પ્રતિબંધ ન્યાયબોધિનીકારે કેમ દર્શાવ્યો તે વિચારણીય છે.
વિરુધસુનમાપ |
શંકા : જો વિરૂદ્ધ અને સસ્પ્રતિપક્ષ બન્નેના દોષાકાર સમાન છે અને બન્ને જો અનુમિતિ પ્રતિ પ્રતિબંધક છે તો પછી પૃથક્ પૃથક્ દોષોનું વર્ણન કેમ કર્યું?
સમા. : વિરૂદ્ધ સ્થળે સાધ્યનો સાધક હેતુ જ સાધ્યાભાવનો સાધક (વ્યાપ્યો હોય છે જ્યારે સપ્રતિપક્ષસ્થળે સાધ્યનો સાધક જે હેતુ છે, તેનાથી ભિન્ન હેતુ સાધ્યાભાવનો સાધક (= વ્યાપ્યો છે. આમ, વિરૂદ્ધસ્થળે એક હેતુનો પ્રયોગ થાય છે અને સપ્રતિપક્ષસ્થળે એ હેતુનો પ્રયોગ થાય છે. બીજી વાત એ પણ છે કે વિરૂદ્ધસ્થળમાં જે હેતુ સાધ્યાભાવને સિદ્ધ કરી શકે છે એ જ હેતુ સાધ્યને સિદ્ધ કરવા માટે અનુમાનમાં મૂકાયો છે તે ઘણી મોટી ક્ષતિ છે. માટે અનુમાનકર્તાના અજ્ઞાનવિશેષનું પણ સૂચન થાય છે.
(प.)विरुद्धं लक्षयति-साध्येति।सद्धेतुवारणाय साध्याभावव्याप्त इति।सत्प्रतिपक्षवारणाय सत्प्रतिपक्षभिन्न' इत्यपि बोध्यम्।कृतेति।कार्यत्वादित्यर्थः। कृतकत्वमिति। अनित्यत्वेन व्याप्तमिति। यद्यत्कृतकं तत्तदनित्यमिति व्याप्तिर्भवत्येव तथेति भावः॥
* પદકૃત્ય છે સમ્બનાવ..' ઇત્યાદિ દ્વારા વિરૂદ્ધનું લક્ષણ કરે છે.
* હેતુઃ વિરદ્ધઃ આટલું જ વિરૂદ્ધહેતુનું લક્ષણ કરીએ તો સહેતુમાં પણ આ લક્ષણ અતિવ્યાપ્ત થશે કારણ કે સહેતુ પણ હેતુ તો છે જ. “આધ્યામાવતિ' પદના નિવેશથી સહેતુમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સહેતુ તો સાધ્યનો વ્યાપ્ય છે, સાધાભાવનો નહીં.
* “સધ્ધામવાનો હેતુર્વિરુદ્ધઃ” આવું લક્ષણ કરવા છતાં પણ સપ્રતિપક્ષમાં અતિવ્યાપ્તિ આવે છે કારણ કે “શબ્દો નિત્યઃ શ્રાવાત્વી' “શદ્રોડનિત્ય તત્વત્' ઇત્યાદિ સપ્રતિપક્ષ