________________
૧૬૫ એવા લિંગને જ અનુમિતિનું કરણ માનવું જોઈએ કારણ કે જ્યાં જ્ઞાયમાન લિંગ = હેતુ સ્વરૂપ ધૂમાદિ હોય છે ત્યાં જ વન્યાદિની અનુમિતિ થાય છે. અન્યથા થતી નથી.
નવ્યર્નયા. : તમારી આ વાત ઉચિત નથી કારણ કે “યં યજ્ઞશીતા વહિંમતી (માસી) અતીતધૂમત” આ સ્થળમાં ધૂમ અવિદ્યમાન હોવા છતાં પણ યજ્ઞશાલામાં રહેલા ધૂમના ધબ્બા વગેરેને જોઈને “આ યજ્ઞશાલા વનિવાળી છે એ પ્રમાણે વનિનું અનુમિત્યાત્મક જ્ઞાન થઈ શકે છે. એવી જ રીતે ભાવી ધૂમ દ્વારા પણ ભાવી વનિની અનુમિતિ થઈ શકે છે. માટે જ્ઞાયમાન લિંગને અનુમિતિનું કરણ ન માનતા લિંગપરામર્શ જ અનુમિતિ પ્રતિ કરણ છે.
‘તસ્મા’ એ પદ દ્વારા અનુમાનનો ઉપસંહાર કરે છે. મૂળમાં આપેલા તસ્માતુ પદનો અનુમિતિનું કરણ હોવાથી' એવો અર્થ કરવો. તેથી અનુમતિરાત્વત્ લિંપિરામર્શનુમાનમ્ આ પ્રમાણે પંક્તિ થશે. આ લિંગપરામર્શ જ તૃતીયજ્ઞાન કહેવાય છે. તે આ રીતે...(૧) મહાનસાદિ સ્થળોમાં વનિ અને ધૂમની વચ્ચે વ્યાપ્તિ ગ્રહણ કરવાના સમયે પ્રથમવાર ધૂમનું જ્ઞાન થાય છે. (૨) ત્યાર પછી પર્વતાદિ પક્ષમાં “ઘૂમવાનું પર્વતઃ' એવા પ્રકારનું બીજીવાર ધૂમનું જ્ઞાન થાય છે. (૩) અને ત્યાર પછી એ જ પર્વતમાં ‘વદ્વિવ્યાધૂમવાનું પર્વતઃ' એવા પ્રકારનું જે જ્ઞાન થાય છે તે તૃતીય ધૂમનું જ્ઞાન છે. આને જ લિંગપરામર્શ કહેવાય છે.
નૈયાયિકોમાં વ્યાપારવતસાધારણઝારાકૂ ઝરમ્' એવી કરણની પરિભાષા જેઓ માને છે તેમના મતે તો વ્યાપ્તિજ્ઞાન જ કરણ = અનુમાન કહેવાશે અને લિંગપરામર્શ વ્યાપાર કહેવાશે. અને મસાધારણઝારાકૂ ઝરમ્ એવી કરણની પરિભાષા જેઓ માને છે એમના મતે લિંગપરામર્શ જ અનુમિતિનું કરણ = અનુમાન કહેવાશે એ સમજવું જોઇએ.
અવયવ્યતિરેકી હેતુ ‘લિંગપરામર્શ = હેતુજ્ઞાન જ અનુમિતિનું કરણ છે તે જાણ્યું. હવે લિંગના પ્રકાર કેટલા છે તે જણાવે છે.
मूलम् : लिङ्गं त्रिविधम्-अन्वयव्यतिरेकि केवलान्वयि केवलव्यतिरेकि चेति। अन्वयेन व्यतिरेकेण च व्याप्तिमदन्वयव्यतिरेकि, यथा वह्नौ साध्ये धूमवत्त्वम्। यत्र धमस्तत्राग्निर्यथा महानसमित्यन्वयव्याप्तिः। यत्र वह्निर्नास्ति तत्र धूमोऽपि नास्ति, यथा हृद इति व्यतिरेकव्याप्तिः॥
લિંગ ત્રણ પ્રકારના છે - અન્વયવ્યતિરેકી, કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી. એમાંથી જે હેતુ અન્વયથી અને વ્યતિરેકથી વ્યાપ્તિવાળો હોય તે હેતુને અન્વય-વ્યતિરેકી કહેવાય છે. દા.ત. - વનિ સાધ્ય હોય ત્યારે “ધૂમવર્વ = ધૂમ' હેતુ અન્વય-વ્યતિરેકી કહેવાય છે. કારણ કે “જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વનિ છે જેમ કે મહાનસ” આવા આકારવાળી અન્વયવ્યાપ્તિવાળો પણ ધૂમ હેતુ છે અને જ્યાં જ્યાં વનિ નથી ત્યાં ત્યાં ધૂમ પણ નથી કેમ કે હૃદ' આવા આકારવાળી વ્યતિરેકવ્યાપ્તિવાળો પણ ધૂમ હેતુ છે.