________________
૧૭૭ નિવેશ કરીએ તો પક્ષમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પક્ષમાં તો સાધ્ય સદિગ્ધ છે. મૂળમાં આપેલા તàવ પદનો અર્થ ‘ધૂમ હેતુ તરીકે હોય ત્યારે જ (મહાનસ સપક્ષ છે) એવો કરવો.
વિપક્ષ - નિરૂપણ. मूलम् : निश्चितसाध्याभाववान् विपक्षः। यथा तत्रैव हुदः॥ સાધ્યાભાવનો નિશ્ચય જેમાં હોય તેને વિપક્ષ કહેવાય છે. દા.ત. - ધૂમ હેતુ તરીકે હોય ત્યારે જ “હૂદ” વિપક્ષ છે કારણ કે હૃદમાં સાધ્યાભાવ એવા વન્યભાવનો નિશ્ચય છે.
(न्या०) विपक्षलक्षणमाह-निश्चितसाध्याभावेति। साध्याभावप्रकारकनिश्चयविशेष्यत्वं विपक्षत्वम्। निश्चयश्च 'हृदो वन्यभाववानि' त्याकारकः।
ક ન્યાયબોધિની એક 'निश्चितसाध्याभाववान् विपक्षः = साध्याभावप्रकारकनिश्चयविशेष्यत्वं विपक्षत्वम्' ॥ વિપક્ષનું લક્ષણ છે એટલેકે સાયાભાવનિષ્ઠ પ્રકારતાનો નિરૂપક જે નિશ્ચયાત્મક જ્ઞાન છે તેનાથી નિરૂપિત વિશેષ્યતા જેમાં છે તે વિપક્ષ છે. હૃદમાં ‘ડ્રદ વહૂિનના અભાવવાળું છે એ પ્રમાણેનો નિશ્ચય થઈ ગયો હોવાથી હૃદ વિપક્ષ છે.
(प०) निश्चितेति। सपक्षेऽतिव्याप्तिवारणाय साध्येति। पक्षेऽतिव्याप्तिवारणाय निश्चितेति। तत्रैव = धूमवत्त्व एव ॥
* પદકૃત્ય ક * વિપક્ષના લક્ષણમાં નિશ્ચિતામાવવાનું વિપક્ષ આટલું જ કહીએ તો સપક્ષમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે સપક્ષ એવા મહાનસમાં પણ પર્વતત્વના અભાવનો નિશ્ચય છે. લક્ષણમાં સાધ્ય' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સપક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય નથી.
* જો ‘સાધ્યના અભાવવાળો હોય તે વિપક્ષ છે એટલું જ કહીએ તો પક્ષમાં આ લક્ષણ અતિવ્યાપ્ત થશે કારણ કે પક્ષમાં સાધ્ય છે કે સાધ્યનો અભાવ છે? એ પ્રમાણેનો સંદેહ થાય છે. લક્ષણમાં નિશ્ચિત' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય હોતો નથી.
વિશેષાર્થ :
શંકા : સપક્ષ અને વિપક્ષના મૂલગ્રન્થમાં ‘તત્રેવ' = “ધૂમ હેતુ તરીકે હોય ત્યારે આ પદ લખવાનું શું પ્રયોજન છે?
સમા. : અનુમાન બદલાતા સપક્ષ અને વિપક્ષ પણ બદલાઈ જાય છે. દા.ત.વદ્ધિમાન ધૂમતું' અહીં ધૂમ હેતુ તરીકે હોય ત્યારે સાધ્યનો નિશ્ચય મહાનસમાં હોવાથી મહાનસ એ સપક્ષ છે અને સાધાભાવનો નિશ્ચય હૃદમાં હોવાથી હૃદએ વિપક્ષ છે. જ્યારે