________________
૧૭૮ ધૂમનાવવાનું વચમાવત્' અહીં = વહુન્યભાવ હેતુ છે ત્યારે સાધ્ય = ધૂમાભાવનો નિશ્ચય હદમાં થતો હોવાથી હૃદ એ સપક્ષ છે અને સાધ્યાભાવ = ધૂમાભાવાભાવ = ધૂમનો નિશ્ચય મહાનસમાં થતો હોવાથી મહાનસ એ વિપક્ષ છે. આમ સપક્ષ, વિપક્ષ એ હેતુ પર નિર્ભર છે. તેથી મૂલકારે મૂલગ્રન્થમાં તત્રેવ' પદનો પ્રયોગ કર્યો છે.
હેત્વાભાસ - નિરૂપણ પદાર્થતત્ત્વના બોધ માટે જેમ સહેતુના જ્ઞાનની આવશ્યકતા હોય છે તેમ જ અસ હેતુ (દુષ્ટહેતુ)ના જ્ઞાનની પણ આવશ્યકતા હોય છે. કારણ કે સહેતુના જ્ઞાનથી સ્વાભિપ્રેત તત્ત્વોનું નિરૂપણ અને દુષ્ટહેતુના જ્ઞાનથી પરપ્રયુક્ત મિથ્યાહતુઓનું ખંડન કરી શકાય છે. આ રીતે સહેતુના નિરૂપણની પછી અસહેતુનું નિરૂપણ કરવામાં અનુમિતિરૂપતસ્વનિર્ણયસ્વરૂપ “#ાર્યારિત્વ' સંગતિ છે. માટે ન્યાયદર્શનમાં સહેતુની પછી હેત્વાભાસનો વિસ્તારથી વિચાર કર્યો છે. હેત્વાભાસ શબ્દના બે અર્થ થાય છે. (૧) “તીરામાસા:' આ વ્યુત્પત્તિ દ્વારા હેતુગત દોષને હેત્વાભાસ કહેવાય છે અને (૨) હેતુવામાન્ત’ આ વ્યુત્પત્તિ દ્વારા દુષ્ટહેતુને પણ હેત્વાભાસ કહેવાય છે.
અહીં મૂલકાર દુષ્ટહેતુ સ્વરૂપ હેત્વાભાસનું વિભાજન કરે છે. मूलम् : सव्यभिचार-विरुद्ध-सत्प्रतिपक्षाऽसिद्धबाधिताः पञ्च हेत्वाभासाः॥ સવ્યભિચાર, વિરુદ્ધ, સપ્રતિપક્ષ, અસિદ્ધ અને બાધિત આ પાંચ હેત્વાભાસો છે.
(न्या० ) एवं सद्धेतून्निरूप्य हेत्वाभासान्निरूपयति-सव्यभिचरेति। हेतुवदाभासन्त इति हेत्वाभासाः। दुष्टहेतव इत्यर्थः। दोषाश्च व्यभिचारविरोधसत्प्रतिपक्षासिद्धिबाधाः। एतद्विशिष्टा हेतवो दुष्टहेतव इत्यर्थः। यद्विषयकत्वेन ज्ञानस्यानुमितितत्करणान्यतरप्रतिबन्धकत्वं तत्त्वं दोषसामान्यस्य लक्षणम्।हेतौ दोषज्ञाने सत्यनुमितिप्रतिबन्धो जायते व्याप्तिज्ञानप्रतिबन्धो वा। अतो वादिनिग्रहाय वादिनोद्भाविते हेतौ दोषोद्भावनार्थं दुष्टहेतुनिरूपणमित्यर्थः। पर्वतो वह्निमान्, प्रमेयत्वादित्यत्र प्रमेयत्वहेतौ वन्यभाववद्वृत्तित्वरूपव्यभिचारे ज्ञाते वह्नयभाववदवृत्तित्वरूपव्याप्तिज्ञानप्रतिबन्धः फलम्॥
ન્યાયબોધિની * પર્વ... ફર્થ: આ પ્રમાણે સહેતુનું નિરૂપણ કરીને હેત્વાભાસ (= દુષ્ટહેતુ)નું નિરૂપણ કરે છે “સર્ચોમવાર...' ઇત્યાદિ દ્વારા. જે હેતુ ન હોય પરંતુ હેતુ જવો દેખાય છે તેને હેત્વાભાસ = દુષ્ટહેતુ કહેવાય છે. વ્યભિચાર, વિરોધ, સત્પતિપક્ષ, અસિદ્ધિ અને બાધ આ પાંચ હેતુના દોષ છે, આ પાંચ દોષોથી વિશિષ્ટ હેતુને દુષ્ટહેતુ કહેવાય છે. - વ્યભિચાર દોષવાળા હેતુને સવ્યભિચાર અથવા વ્યભિચારી કહેવાય છે, વિરોધ દોષવાળા હેતુને વિરોધી કહેવાય છે, સપ્રતિપક્ષ દોષવાળા હેતુને સપ્રતિપક્ષહેતુ કહેવાય છે, અસિદ્ધિ