________________
૧૬૪ પણ છે. (માત્ર “પંચમ્યત્તવાળો હોય તે હેતુ છે.” એટલું જ કહીએ, તો વૃક્ષાત્ પ પતિ અહીં વૃક્ષ પણ પંચમ્યન્તવાળો હોવાથી તેને પણ હેતુ કહેવો પડશે. અને માત્ર ‘લિંગવચનને હેતુ કહો તો “પર્વતો વહ્નિમાન ધૂમશ’ આ સમૂહાલંબન બોધકવાક્યમાં ધૂમ એ લિંગવચન = અનુમાપક હોવાથી ધૂમને પણ હેતુ કહેવાની આપત્તિ આવશે. માટે પંચમી અથવા તૃતીયા વિભક્તિના અંતવાળા લિંગ વચનને જ હેતુ કહેવાય છે.) * “જ્યાં જ્યાં હેતુ છે ત્યાં ત્યાં સાધ્ય છે? આવી વ્યાપ્તિને જણાવનારા એવા દ્રષ્ટાંત વચનને ઉદાહરણ કહેવાય છે. * જેનું ઉદાહરણ અપાઈ ગયું છે એવી વ્યાપ્તિથી વિશિષ્ટ ધૂમાદિ હેતુના પક્ષની સાથે સંબંધને જણાવનારા વચનને ઉપનય કહેવાય છે. * પક્ષમાં સાધ્યના અબાધિતત્વને જણાવનારા વચનને નિગમન કહેવાય છે.
આ જ લક્ષણોને હૃદયમાં ધારણ કરીને મૂલકાર “પર્વતો વહ્નિના' ઇત્યાદિ દ્વારા પ્રતિજ્ઞાદિને વિશેષે કરીને જણાવે છે.
નોંધ :- (૧) મીમાંસક અને વેદાન્તદર્શન નૈયાયિકની જેમ પંચાવયવ વાક્યો દ્વારા અનુમાનની પ્રક્રિયા માનતા નથી પરંતુ અંતિમના ત્રણ અવયવ દ્વારા જ અનુમાનની પ્રક્રિયાને સ્વીકારે છે. (૨) બૌદ્ધદર્શન વ્યાપ્તિ અને પક્ષધર્મતાને જણાવનારા એવા બે અવયવને જ સ્વીકારે છે. (૩) જૈનદર્શન પક્ષ અને હતુવચન સ્વરૂપ બે અવયવને જ માને છે અને મંદમતિવાળા જીવોને સમજાવવા માટે અપેક્ષાથી પાંચ અવયવને પણ માને છે.
લિંગપરામર્શ मूलम् : स्वार्थानुमितिपरार्थानुमित्योर्लिङ्गपरामर्श एव करणम्। तस्माल्लिङ्गपरामर्शोऽनुमानम् ॥
સ્વાર્થનુમિતિ અને પરાર્થનુમિતિ એ બન્ને પ્રતિ લિંગપરામર્શ જ કરણ છે. તેથી લિંગપરામર્શને અનુમાન કહેવાય છે.
(प०) लिङ्गेति। 'ज्ञायमानं लिङ्गमनुमितिकरण 'मिति वृद्धोक्तं न युक्तम्, ‘इयं यज्ञशाला वह्निमती, अतीतधूमाद्' इत्यादौ लिङ्गाभावेऽप्यनुमितिदर्शनादित्यभिप्रायवॉल्लिङ्गपरामर्श एव करणमित्याचष्टेलिङ्गपरामर्श एवेति।अनुमानमुपसंहरति-तस्मादिति। अनुमितिकरणत्वादित्यर्थः। अयमेव तृतीयज्ञानमित्युच्यते। तथा हि-महानसादौ धूमाग्न्योाप्तौ गृह्यमाणायां यद् धूमज्ञानं तदादिमम् । पक्षे यद् धूमज्ञानं तद् द्वितीयम्। अत्रैव वह्निव्याप्यत्वेन यद् धूमज्ञानं तत्तृतीयम्। इदमेव 'लिङ्गपरामर्श' इत्युच्यते। अनुमानमिति। 'व्यापारवत्कारणं करण 'मितिमते व्याप्तिज्ञानमेवानुमानं, लिङ्गपरामर्शो व्यापार इत्यवसेयम् ।
* પદકૃત્ય પ્રાચીનભૈયા. : પરામર્શાત્મકશાનને અનુમિતિનું કરણ ન માનીને જ્ઞાયમાન = જણાતા