________________
૧૬૩
સમા. : કેવી રીતે કપાલાદિ દ્રવ્ય ઘટાદિનો એકદેશ હોવાથી અવયવ કહેવાય છે તેવી જ રીતે પ્રતિજ્ઞાદિવાક્ય પણ પચાવયવવાક્યનો એકદેશ હોવાથી અવયવ છે” એવો ઉપચાર કરાય છે. આ રીતે મુખ્ય અવયવત્વ ન હોવા છતાં પણ ઉપચરિત અવયવત્વ પ્રતિજ્ઞાદિમાં નિબંધિત છે.
શંકા : પચાવવવાક્યને તમે અનુમાન કેવી રીતે કહો છો? કારણ કે અનુમિતિનું જે કરણ હોય તેને અનુમાન કહેવાય છે અને તે કરણ તો લિંગપરામર્શજ્ઞાન છે.
સમા. : તમારી વાત બરાબર છે. મુખ્યરૂપેણ તો લિંગપરામર્શજ્ઞાનને જ અનુમાન કહેવાય છે, પરંતુ પંચાવયવવાક્ય લિંગપરામર્શનું પ્રયોજક જે લિંગ છે તે લિંગનું પ્રતિપાદન કરતું હોવાથી ઉપચારથી પંચાયવવાક્યને પણ પરાર્થાનુમાન કહ્યું છે. શેષ ઉક્તપ્રાયઃ છે.
પંચાવયવવાક્ય मूलम् : प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनानि पञ्चावयवाः॥ पर्वतो वह्निमानिति प्रतिज्ञा।धूमवत्त्वादिति हेतुः। यो यो धूमवान् स स वह्निमान् यथा महानसमित्युदाहरणम्। तथा चायमित्युपनयः। तस्मात्तथेति निगमनम्॥
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ પંચાવયવ વાક્ય છે. એમાંથી પર્વતો વદ્ધિમાન ધૂમતુ આ સ્થળની અપેક્ષા એ પર્વતો વદ્વિમાન' આ પ્રતિજ્ઞાવાક્ય છે, ‘ધૂમવત્તાત્' આ હેતુવાક્ય છે, “યો યો ઘૂમવાન્ સ સ વહ્નિનું યથા મહાનતમ્' આ ઉદાહરણવાક્ય છે, તથા વાયમ્' આ ઉપનયવાક્ય છે, “તસ્મત્તથા’ આ નિગમનવાક્ય છે.
(प०) ननु ‘पञ्चावयववाक्य' मित्यत्र के ते पञ्चावयवा अतस्तान्दर्शयति-प्रतिज्ञेति। प्रतिज्ञाद्यन्यतमत्वमवयवत्वम्। साध्यविशिष्टपक्षबोधकवचनं प्रतिज्ञा। पञ्चम्यन्तं तृतीयान्तं वा लिङ्गवचनं हेतुः।व्याप्तिप्रतिपादकदृष्टान्तवचनमुदाहरणम्। उदाहृतव्याप्तिविशिष्टत्वेन हेतोः पक्षधर्मताप्रतिपादकवचनमुपनयः। पक्षे साध्यस्याबाधितत्वप्रतिपादकवचनं निगमनम्। इदमेव लक्षणं हदि निधाय प्रतिज्ञादीन्विशिष्य दर्शयति पर्वतो वह्निमानित्यादिना॥
* પદકૃત્ય : પંચાવયવવાક્યમાં પંચાવયવ કયા છે? આવી શંકાના સમાધાનમાં પ્રતિજ્ઞાતૂ... ઇત્યાદિ કહેવા દ્વારા પંચાવયવને મૂલકાર જણાવે છે. પ્રતિજ્ઞાદિ પ્રત્યેકને અવયવ કહેવાય છે.
* સાધ્યથી વિશિષ્ટ પક્ષને જણાવનારા વાક્યને પ્રતિજ્ઞા કહેવાય છે. (આશય એ છે કે પ્રતિજ્ઞાવાક્યમાં ભલે અબાધિત રીતે સાધ્યનો નિશ્ચય પક્ષમાં ન હોય પરંતુ સાધ્યનો સંબંધ પક્ષમાં સ્થાપિત કરાશે.) * પંચમી વિભક્તિના અંતવાળા અથવા તૃતીયા વિભક્તિના અંતવાળા લિંગ વચનને હેતુ કહેવાય છે. દા.ત.- “પર્વતો વદ્ધિમાન ધૂમત” અહીં ‘ધૂમત” એ હેતુ છે કારણ કે એ “ધૂમ’ પંચમ્યન્ત પણ છે અને વનિનો અનુમાપક હોવાથી લિંગવચન