________________
૧૭) સમા.: લક્ષણઘટક અભાવમાં અમે “સ્વવિધિ-વૃત્તિમ’ આવું વિશેષણ આપી દઈશું, જેથી અવ્યાપ્તિ નહીં આવે. અર્થાત્ લક્ષણમાં “વિરોધિ' પદના નિવેશથી સંયોગાભાવમાં આવતી અવ્યાપ્તિ દૂર થાય છે અને “વૃત્તિમાન પદના નિવેશથી આકાશભાવમાં આવતી અવ્યાપ્તિ દૂર થાય છે. તે આ પ્રમાણે.....
* લક્ષણઘટક “વિરોધ-સમાવ” પદથી સંયોગાભાવાભાવને (= સંયોગને) ગ્રહણ નહીં કરી શકાય કારણ કે સંયોગાત્મક જે અભાવ છે તે સંયોગાભાવસ્વરૂપ પ્રતિયોગીનો વિરોધી નથી. સંયોગાભાવ અને સંયોગ બને એક જ અધિકરણમાં વિદ્યમાન છે.
* એવી જ રીતે લક્ષણઘટક “વૃત્તિમભાવ' પદથી ગગનાભાવાભાવને (= ગગનને) પણ ગ્રહણ નહીં કરી શકાય કારણ કે ગગન વિભુ હોવાથી ગગનમાં ઘટાદિ વસ્તુ રહે છે પરંતુ ગગન પોતે ઘટાદિમાં રહેતો નથી. આથી જ ગગન વૃત્તિમ નથી.
આ રીતે લક્ષણઘટક “વિરોધિવૃત્તિમ અભાવ પદ દ્વારા ગગન અને સંયોગસ્વરૂપ અભાવ ગ્રહણ નથી થતા પરંતુ ઉદાસીન ઘટાદ્યભાવ જ ગ્રહણ થાય છે, એનો પ્રતિયોગી ઘટાદિ અને અપ્રતિયોગી સંયોગાભાવ અને ગગનાભાવ. આ રીતે અવ્યાપ્તિનું વારણ સમજવું. | નવીન નૈયાયિકોના મતમાં તો “એકજાતીય સંબંધથી જે સર્વત્ર રહે તે કેવલાન્વયી છે. દા.ત. –+ વાચ્યત્વાદિ ધર્મ સ્વરૂપસંબંધથી સર્વત્ર વિદ્યમાન રહેવાથી તે કેવલાન્વયી કહેવાશે. (જાતિ ઈતર ધર્મોનો સ્વરૂપસંબંધ મનાય છે.) એવી જ રીતે ગગનાભાવ અને સંયોગાભાવ પણ અભાવીયવિશેષણાત્મક સ્વરૂપસંબંધથી સર્વત્ર વિદ્યમાન હોવાથી કેવલાન્વયી કહેવાશે.
નોંધ : વાચ્યતાદિ ધર્મો જાતિથી ઈતર ધર્મ છે. કારણ કે વાચ્ય = પદજન્યજ્ઞાનનો વિષય, વાચ્યતા = પદજન્યજ્ઞાનીય વિષયતા. આ વિષયતા જ્ઞાનને સાપેક્ષ છે અને જે સાપેક્ષ ધર્મો હોય તે જાતિથી ઈતર ધર્મ કહેવાય.
શંકા : આકાશાભાવ અને સંયોગાભાવ કેવલાન્વયી પદાર્થ કેવી રીતે છે તે તો કહો?
સમા.: આકાશ ક્યાંય રહેતું ન હોવાથી વૃત્તિત્વની અપેક્ષાએ આકાશનો અભાવ સર્વત્ર મળશે તેથી આકાશાભાવ કેવલાન્વયી પદાર્થ છે. અને સંયોગ એ ગુણ છે તેથી દ્રવ્યને છોડીને બીજે ક્યાંય રહેશે નહીં. તેથી સંયોગાભાવ ગુણાદિ છ પદાર્થમાં તો મળશે. અને દ્રવ્યમાં પણ સંયોગાભાવ મળશે કારણ કે સંયોગ એ અવ્યાપ્યવૃત્તિ ગુણ છે. દા.ત.- વૃક્ષ સ્વરૂપ એક અધિકરણમાં ડાળી પર કપિનો સંયોગ છે અને થડની સાથે કપિનો સંયોગ નથી. આમ દ્રવ્ય, ગુણાદિ સાતેય પદાર્થમાં કપિસંયોગાભાવ મળવાથી કપિસંયોગાભાવ કેવલાન્વયી પદાર્થ છે. __(प०) केवलान्वयिनो लक्षणमाह-अन्वयेति। अन्वयेनैव व्याप्तिर्यस्मिन् स तथा। प्रमेयत्वाभिधेयत्वयोर्व्यतिरेकव्याप्तिं निराकरोति अत्रेति। अभिधेयत्वसाध्यकानुमान इत्यर्थः। ननु कुतस्तनिषेधोऽतस्तत्र हेतुमाह-सर्वस्येति। पदार्थमात्रस्येत्यर्थः। तथा च सकलपदाभिधेयत्वस्येश्वरप्रमाविषयत्वस्य चात्यन्ताभावाप्रतियोगित्वरूपकेवलान्वयित्वेन तदभावाप्रसिद्ध्या तद्घटितव्यतिरेकव्याप्ति न संभवत्येवेति भावः॥