________________
૧૬૭
હોવા છતાં પણ ‘સ્વસ્વામિનન્યત્વાત્મ’ પરંપરા સંબંધથી તાદેશ ધનનું વૈશિષ્ય શ્રેષ્ઠી પુત્રમાં જેવી રીતે હોય છે તેવી જ રીતે વ્યતિરેકવ્યાપ્તિ પરંપરા સંબંધથી ધૂમમાં કહેવાય છે. અને પૂર્વે કહ્યા મુજબ ધૂમના વ્યાપક એવા વિઘ્નનો સમાનાધિકરણ ધૂમ હોવાથી ધૂમ અન્વયવ્યાપ્તિવાળો પણ કહેવાય છે.
+
વ્યતિરે.........કૃત્યાાર:। પરામર્શજ્ઞાન જો કે વ્યાપ્તિથી ઘટિત હોય છે માટે વ્યાપ્તિ જો ભિન્ન હોય તો પરામર્શનો આકાર પણ ભિન્ન થઈ જાય છે. વ્યતિરેક પરામર્શનું સ્વરૂપ આ પ્રમાણે છે - વમાવવ્યાપીભૂતામાવપ્રતિયોગિધૂમવાન્પર્વતઃ' અર્થાત્ ‘વહ્ત્વભાવનો વ્યાપકીભૂતાભાવ જે ધૂમાભાવ છે તેનો પ્રતિયોગી જે ધૂમ છે તે ધૂમવાળો આ પર્વત છે’ આ રીતે થશે. (તથા ‘ધૂમવ્યાપદ્ધિસામાનાધિરવિશિષ્ટધૂમવાનું પર્વત:') આ અન્વયવ્યાપ્તિથી ઘટિત પરામર્શનું સ્વરૂપ થશે.)
(प० ) अन्वयव्यतिरेकिणो लक्षणमाह- अन्वयेति । तृतीयायाः प्रयोज्यत्वमर्थः । साध्यसाधनयोः साहचर्यमन्वयः । तदभावयोः साहचर्यं व्यतिरेकः । तथा चान्वयप्रयोज्यव्याप्तिमद्व्यतिरेकप्रयोज्यव्याप्तिमदन्वयव्यतिरेकीत्यर्थः । केवलव्यतिरेकिण्यतिव्याप्तिवारणाय अन्वयेनेति । केवलान्वयिनि व्यभिचारवारणाय व्यतिरेकेणेति । तथा चान्वयव्याप्तिरुपदर्शितैव । व्यतिरेकव्याप्तिश्च साध्याभावव्यापकीभूताभावप्रतियोगित्वमित्यर्थः । तदुक्तं – “व्याप्यव्यापकभावो हि भावयोर्यादृगिष्यते । तयोरभावयोस्तस्माद्विपरीतः प्रतीयते ॥ अन्वये साधनं व्याप्यं साध्यं व्यापकमिष्यते । साध्याभावोऽन्यथा व्याप्यो વ્યાપ: સાધનાત્યયઃ ।'' કૃતિ॥
* પદકૃત્ય *
અન્વયવ્યતિોિ.........વ્યતિરેòતિ । ‘અન્વયેન વ્યતિરે ૬...’ ઇત્યાદિ દ્વારા
અન્વયવ્યતિરેકી હેતુનું લક્ષણ કરે છે. હેતુના આ લક્ષણમાં ‘અન્વયેન’ અને ‘વ્યતિરે ' માં જે તૃતીયા વિભક્તિ છે તેનો અર્થ પ્રયોજ્યતા છે. સાધ્ય અને સાધનના સાહચર્યને ‘અન્વય’ કહેવાય છે. સાધ્યાભાવ અને સાધનાભાવના સાહચર્યને ‘વ્યતિરેક’ કહેવાય છે. તાદશ અન્વય અને વ્યતિરેક પ્રયોજ્ય વ્યાપ્તિવાળાને અન્વયવ્યતિરેકી હેતુ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે ‘જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વિઘ્ન છે’ એવો અન્વય બતાવવા દ્વારા ધૂમ અન્વયી કહેવાય છે. અને ‘જ્યાં જ્યાં વહ્યભાવ છે ત્યાં ત્યાં ધૂમાભાવ છે' એવો વ્યતિરેક બતાવવા દ્વારા ધૂમ વ્યતિરેકી કહેવાય છે. આ રીતે ધૂમ ‘અન્વયવ્યતિરેકી’ હેતુ થયો.
* હવે જો માત્ર ‘વ્યતિરેકવ્યાપ્તિવાળો હેતુ અન્વયવ્યતિરેકી છે’ એટલું જ કહીએ તો ‘પૃથિવી તામેવવતી ધવત્ત્તાત્’ અહીં ‘ન્ધિવત્ત્વ’ હેતુ કેવલ વ્યતિરેકવ્યાપ્તિવાળો હોવાથી કેવલવ્યતિરેકી એવા ‘ન્ધવત્ત્વ’ હેતુમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘અન્વયેન’ પદના