________________
૧૫૭ वृत्त्याभाव(प्रतियोगिव्यधिकरणसाध्याभाव)वन्निरूपितहेतुतावच्छेदकसंबन्धावच्छिन्नवृत्तिता निष्ठप्रतियोगिताकाभावो व्याप्तिः।
“વૃત્તિતાત્વ ધર્મનો પ્રતિયોગિતામાં નિવેશ' શંકા : આટલું લક્ષણ કરવા છતાં પણ ‘પર્વતો ધૂમવાનું વડ' આ અસત્ સ્થળમાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે.
તે આ પ્રમાણે - સંયોગસંબંધથી ધૂમત્વને ધૂમનો અભાવ જલાદિમાં મળે છે. અને આ અભાવ પ્રતિયોગિવ્યધિકરણ પણ છે કારણ કે જલાદિમાં સંયોગસંબંધથી પ્રતિયોગી સ્વરૂપ ધૂમ ક્યાંય પણ રહેતો નથી. તાદશ ધૂમાભાવનું અધિકરણ જે જલાદિ છે, તેમાં સંયોગસંબંધથી મીનાદિવૃત્તિ છે અને વૃત્તિતાનો અભાવ વનિહેતુમાં મળશે. તેથી અતિવ્યાપ્તિ આવશે.
સમા.: અમે યત્કિંચિત્ વૃત્તિતાનો અભાવ લઈશું નહીં. પરંતુ સાધ્યાભાવના જેટલા અધિકરણ છે તેનાથી નિરૂપિત થાવ વૃત્તિતાનો અભાવ લઈશું. તેથી અતિવ્યાપ્તિ નહીં આવે. કહેવાનો આશય એ છે કે ધૂમાભાવનું અધિકરણ જે જલાદિ છે, તાદેશ જલાદિ નિરૂપિત નાના વૃત્તિતાનો અભાવ ભલે વનિમાં મળી જાય છે કારણ કે એ જલાદિમાં વનિ તો રહેતી નથી. પરંતુ ધૂમાભાવનું અધિકરણ જે અયોગોલક છે, તત્નિરૂપિત વૃત્તિતા વહ્િનમાં મળે છે. આથી જ તાદેશ અધિકરણ નિરૂપિત યાવદ્ વૃત્તિતાનો અભાવ વનિરૂપ હેતુમાં નહીં મળે કારણ કે એક અધિકરણ એવા અયોગોલકમાં તો વહ્િનસ્વરૂપ હેતુ સંયોગસંબંધથી હાજર જ છે. આમ વનિસ્વરૂપ હેતુમાં થાવ વૃત્તિતાનો અભાવ ન મળવાથી અતિવ્યાપ્તિ આવશે નહીં.
તેથી સંપૂર્ણ લક્ષણ આ પ્રમાણે થશે - “સાધ્યતાવછે સંવત્થાવચ્છિન્નसाध्यतावच्छेदकधर्मावच्छिन्न-(साध्यनिष्ठ)प्रतियोगिताक(साध्याभाव) प्रतियोगितावच्छेकदसंबन्धावच्छिन्न-प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिनिष्ठाधेयता-निरूपिताधिकरणतावद्भिन्नाधिकरणवृत्त्यभाव(प्रतियोगिव्यधिकरणसाध्याभाव)वन्निरूपितहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नवृत्तितात्वावच्छिन्न-वृत्तितानिष्ठप्रतियोगिताकाभावो व्याप्तिः।'
(વ્યાપ્તિપંચક નામના ગ્રન્થમાં પૂર્વપક્ષની પાંચ વ્યાપ્તિનો ઉલ્લેખ છે. પ્રકૃત વ્યાપ્તિ પ્રથમ વ્યાપ્તિનો લઘુપરિષ્કાર છે. આ વ્યાપ્તિનો અધિક વિસ્તાર વ્યાપ્તિપંચકમાં કર્યો છે.)
પ્રકૃત વ્યાપ્તિને પૂર્વપક્ષવ્યાપ્તિ કહેવાનો આશય એ છે કે આ વ્યાપ્તિ ધટ:3ય: વાવાતું' એવા કેવલાન્વયિસાધ્યક સ્થળમાં જતી ન હોવાથી અવ્યાપ્તિ દોષવાળી છે. કારણ કે આ વ્યાપ્તિ સાધ્યાભાવથી ઘટિત છે. જ્યારે કેવલાન્વયિસાધ્યક સ્થળમાં તો “યત્વ' સર્વત્ર વિદ્યમાન હોવાથી સાધ્યાભાવ મળતો નથી. માટે ઉત્તરપક્ષનાં રૂપમાં હેતુથાપ-સાધ્યસામાનધરખ્યમ્' રૂપ સિદ્ધાંતવ્યાપ્તિનું અનુસરણ કર્યું છે.
નોંધ : નવ્ય ન્યાયની પરંપરામાં વ્યાપ્તિપંચક, સિદ્ધાંતલક્ષણ, જાગદીશી, વ્યધિકરણ, ચતુર્દશલક્ષણવ્યાપ્તિ, સિંહવ્યાઘવ્યાપ્તિ વગેરે છે. એના ઉપર જાગદીશી, ગાદાધરી, માથુરી વગેરે ટીકાઓ છે. એના ઉપર પણ વિવૃત્તિ, ગંગા, ગૂઢાર્થતત્ત્વાલક ઇત્યાદિ ટીકાઓ ઉપલબ્ધ છે. માટે વ્યાપ્તિગ્રન્થોમાં