________________
૧૫૫ વ્યધિકરણાભાવ નથી કારણ કે વહ્નિ અને તેનો અભાવ બંને પર્વતરૂપ એક અધિકરણમાં વિદ્યમાન છે. તેથી સમાનાધિકરણ છે.
પ્રતિસમા.: વનિઅભાવ પણ તાદેશ પર્વતમાં વ્યધિકરણ જ છે. કારણ કે વ્યધિકરણનો અર્થ થાય છે - "પ્રતિયોગીના અધિકરણથી ભિન્ન અધિકરણમાં રહેવાવાળો અભાવ” પ્રકૃતિમાં સંયોગસંબંધથી વહ્નિત્વેન વહિન પ્રતિયોગીનું સમવાયસંબંધથી અધિકરણ વનિના અવયવો છે અને એનાથી ભિન્ન અધિકરણ પર્વત છે. જેમાં સંયોગસંબંધથી વહૂિનનો અભાવ રહે છે. માટે તાદશ વહ્નિ-અભાવ પણ પ્રતિયોગી વ્યધિકરણ થયો.
સમા. : આ આપત્તિને દૂર કરવા માટે અમે પ્રતિયોગિવ્યધિકરણને સંબંધથી નિયંત્રિત કરશું અર્થાત્ પ્રતિયોગિવ્યધિકરણની પરિભાષામાં પ્રતિયોગીમાં રહેલી આધેયતાના અવચ્છેદક સંબંધનો નિવેશ કરશું. અને જે પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ છે તે જ આધેયતાનો અવચ્છેદક સંબંધ લઈશું.
વદ્વિમનું ધૂમ' આ સ્થળમાં સાધ્યતાવચ્છેદક સંબંધ = પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ સંયોગસંબંધ છે. તેથી પ્રતિયોગીમાં રહેલી આધેયતાનો અવચ્છેદક સંબંધ પણ સંયોગ થશે, પરંતુ સમવાય નહીં. તેથી સમવાયસંબંધથી વનિનું અધિકરણ વનિના અવયવ હોવા છતાં પણ સંયોગેન પ્રતિયોગી વનિનું અધિકરણ પર્વતાદિ જ છે. અને તેનાથી ભિન્માધિકરણ જલાદિમાં તાદેશ વહ્નિનો અભાવ મળશે અને ત્યાં ધૂમ પણ રહેતો ન હોવાથી અવ્યાપ્તિ આવશે નહીં.
તેથી લક્ષણ આ પ્રમાણે થશે - (સધ્યતાવછે સંવત્થાવચ્છિન્નસાધ્યતા છેधर्मावच्छिन्नप्रतियोगिताक-प्रतियोगितावच्छेदकसंबन्धावच्छिन्न-प्रतियोगिनिष्ठाधेयतानिरूपिताधिकरणतावद्-भिन्नाधिकरणवृत्त्याभाव (प्रतियोगिव्यधिकरणाभाव = साध्याभाव) वन्निरूपितवृत्तितानिष्ठप्रतियोगिताकाभावो व्याप्तिः'
‘પ્રતિયોગીનિષ્ઠ આધેયતાવચ્છેદક ધર્મનો નિવેશ” શંકા : “ટ: વિશિષ્ટ સત્તાવાન નાતિમસ્વીત્ ” આ અસસ્થળ છે. કારણ કે જ્યાં જ્યાં જાતિ છે ત્યાં ત્યાં વિશિષ્ટસત્તા નથી. ગુણમાં જાતિ હોવા છતાં પણ વિશિષ્ટસત્તા નથી. તેથી જ્ઞાતિમત્તે’ એ અસહેતુ છે. તેમાં વ્યાપ્તિનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે.
તે આ પ્રમાણે - વિશિષ્ટસત્તાનો અભાવ ગુણમાં છે પરંતુ તાદશ અભાવ તો સત્તાસ્વરૂપ પ્રતિયોગીનું સમાનાધિકરણ છે. કારણ કે વિશિષ્ટસત્તાભાવનો પ્રતિયોગી જેમ વિશિષ્ટસત્તા થાય છે તેમ “વિશિષ્ટ શુદ્ધાતુ નાતિffખ્યતે” અર્થાત્ “વિશિષ્ટ એ શુદ્ધથી અલગ નથી” આ નિયમથી વિશિષ્ટસત્તાભાવનો પ્રતિયોગી શુદ્ધસત્તા પણ બનશે.
આ રીતે ગુણ અને કર્મમાં વિશિષ્ટસત્તાભાવ એ પ્રતિયોગી ધિકરણ ન થવાથી વિશિષ્ટસત્તાભાવનું અધિકરણ ગુણ અને કર્મ ન લઈ શકાય. તેથી તાદશ અભાવનું અધિકરણ સામાન્યાદિ લઈશું. ત્યાં વિશિષ્ટસત્તાભાવ એ પ્રતિયોગી વ્યધિકરણ છે. કારણ કે તાદશ અભાવના