________________
૧૫૪
જ અંશોને વ્યાપીને રહે તે (૨) અવ્યાપ્યવૃત્તિગુણ = જે દ્રવ્યના કોઈ એક ભાગમાં રહે, બીજા ભાગમાં ન રહે તે.... દા.ત. → સાકરનો મધુ૨૨સ સંપૂર્ણ સાકરમાં રહે છે તેથી મધુરરસ વ્યાપ્યવૃત્તિ છે. પરંતુ કપિનો સંયોગ અવ્યાપ્યવૃત્તિ છે કારણ કે કપિસંયોગ સંપૂર્ણ વૃક્ષમાં રહેતો નથી.)
સમા. આ આપત્તિને દૂર કરવા માટે અમે સાધ્યાભાવમાં ‘પ્રતિયોગિવ્યધિકરણ’ એવું વિશેષણ આપીશું. પ્રતિયોગિવ્યધિક૨ણ અભાવ શું છે? ‘પ્રતિયોગિઅધિક૨ણભિન્નાધિકરણવૃત્તિ-અભાવ.' જો પ્રતિયોગી અને અભાવ બંને એક જ અધિકરણમાં રહેતા હોય તો તે અભાવ ‘પ્રતિયોગિસમાનાધિકરણાભાવ' કહેવાય અને પ્રતિયોગી અને તેનો અભાવ જો ભિન્ન અધિકરણમાં રહેતા હોય તો તે અભાવ પ્રતિયોગિવ્યધિકરણાભાવ કહેવાય.
શાખાવચ્છેદેન કપિસંયોગ
‘પ્રતિયોગિ સમાનાધિકરણાભાવ’ મૂલાવચ્છેદેન કપિસંયોગાભાવ
‘પ્રતિયોગિ વ્યધિકરણાભાવ’
ઘટત્વ
ઘટત્વાભાવ
વૃક્ષ
ઘટ
પટ
પ્રકૃતમાં ‘પ્રતિયોગિવ્યધિક૨ણાભાવ’ લેવાનું કહ્યું છે તેથી વૃક્ષવૃત્તિ કપિસંયોગાભાવ નહીં લઈ શકાય કારણ કે જે વૃક્ષમાં કપિસંયોગાભાવ રહે છે તે જ વૃક્ષમાં એનો પ્રતિયોગી કપિસંયોગ પણ રહે જ છે. તેથી વૃક્ષવૃત્તિકપિસંયોગાભાવ ‘પ્રતિયોગિવ્યધિકરણાભાવ' નથી. માટે સાધ્યાભાવ કપિસંયોગાભાવનું અધિકરણ ગુણ લઈશું (કારણ કે ગુણમાં ગુણ રહેતો નથી) અને એ ગુણાધિકરણમાં ‘તવૃક્ષત્વ' હેતુ રહેતો નથી. તેથી અવ્યાપ્તિ આવશે નહીં.
તેથી લક્ષણ થશે + ‘સાધ્યતાવછે સંબન્ધાવચ્છિન્ન-સાતાવ છેદ્ર ધર્માવચ્છિન્નसाध्यनिष्ठप्रतियोगिताकप्रतियोगिव्यधिकरणीभूताभाव ( - साध्याभाव) वन्निरूपितवृत्तितानिष्ठप्रतियोगिताकाभावो व्याप्तिः ।
‘પ્રતિયોગીનિષ્ઠ આધેયતાવચ્છેદક સંબંધનો નિવેશ’
શંકા : ‘પ્રતિયોગીવ્યધિર' પદનો નિવેશ કરવા છતાં પણ ‘પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્’ ઇત્યાદિ સ્થળોમાં અવ્યાપ્તિ આવશે.
તે આ રીતે → ‘સંયોોન વહ્નિત્વન વહ્વિસ્તિ’ એતાદેશ અભાવ મૂલાવચ્છેદેન પર્વતમાં છે જ કારણ કે સંપૂર્ણ પર્વતમાં તો વહ્નિ નથી. આમ દ્રવ્ય પણ અવ્યાપ્યવૃત્તિ હોવાથી વિહ્નનો અભાવ અમુક ભાગવાળા પર્વતમાં મળશે અને તે પર્વતમાં ધૂમ પણ છે તેથી અવ્યાપ્તિ આવશે. પરંતુ ભાઈ! તમે જે પર્વતમાં વિઘ્નનો અભાવ બતાવ્યો છે તે પ્રતિયોગી
પ્રતિશંકા