________________
૧૬૦
જીજ્ઞાસાને શાંત કર્યા વિના જ મૂલકારે સીધો ‘અનુમાનં દ્વિવિધમ્' આ ગ્રંથથી અનુમાનનો વિભાગ કેમ કર્યો?
સમા. : ‘લાધવાવનુમાવિમાન....' શિષ્યની જીજ્ઞાસાને શાંત કરવા માટે અનુમિતિની ઉત્પત્તિમાં અનુમાન જે જે રીતે કારણ બનતું હોય તે બધા જ કારણોનું નિરૂપણ કરવું પડે અને ત્યાર પછી પણ અનુમાનનો વિભાગગ્રન્થ તો જણાવવો જ પડે, નહીં તો ન્યૂનતાની આપત્તિ આવે. આમ બે વાર અનુમાનનું નિરૂપણ કરવું પડે. તેથી મૂલકાર લાઘવથી અનુમાનના ભેદ દ્વારા જ શિષ્યની જીજ્ઞાસાને શાંત કરવા માટે અનુમાનનો વિભાગ કરે છે.
સ્વાર્થનુમાન
मूलम् : स्वार्थं स्वानुमितिहेतुः । तथा हि-स्वयमेव भूयोदर्शनेन यत्र यत्र धूमस्तत्र तत्राग्निरिति महानसादौ व्याप्तिं गृहीत्वा पर्वतसमीपं गतस्तद्गते चाग्नौ संदिहानः पर्वते धूमं पश्यन् व्याप्तिं स्मरति - ' यत्र यत्र धूमस्तत्राग्नि 'रिति । तदनन्तरं ' वह्निव्याप्यधूमवानयं पर्वत' इति ज्ञानमुत्पद्यते । अयमेव लिङ्गपरामर्श इत्युच्यते । तस्मात् 'पर्वतो वह्निमानि ज्ञानमनुमितिरुत्पद्यते। तदेतत्स्वार्थानुमानम् ॥
પોતાને જે અનુમિતિ કરવાની છે એમાં કારણભૂત અનુમાનને ‘સ્વાર્થાનુમાન’ કહેવાય છે. તે આ પ્રમાણે કોઈક વ્યક્તિ સ્વયં જ મહાનસાદિમાં વારંવાર ધૂમ અને અગ્નિને સાથે જોયા પછી ‘જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે’ એ પ્રમાણે મહાનસાદિમાં વ્યાપ્તિને ગ્રહણ કરીને પર્વતની સમીપમાં ગયો. અને પર્વતમાં ધૂમને જોતા, પર્વતને વિષે રહેલી અગ્નિનો સંદેહ કરતો પૂર્વે મહાનસાદિમાં ગ્રહણ કરેલી ‘જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે’ આ પ્રમાણેની વ્યાપ્તિનું સ્મરણ કરે છે. ત્યાર પછી તે વ્યક્તિને ‘વહ્નિને વ્યાપ્ય જે ધૂમ છે, તે ધૂમવાળો આ પર્વત છે’ એ પ્રમાણેનું જ્ઞાન થાય છે. આ જ લિંગપરામર્શ કહેવાય છે. તે લિંગપરામર્શથી ‘પર્વત અગ્નિવાળો છે' એ પ્રમાણેનું અનુમિતિ સ્વરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પોતાને અનુમિતિ કરવામાં લિંગપરામર્શ રૂપ અનુમાન કારણ હોવાથી તે અનુમાનને સ્વાર્થાનુમાન કહેવાય છે.
←
(न्या० ) स्वार्थानुमानं नाम न्यायाप्रयोज्यानुमानम् । * ન્યાયબોધિની
ન્યાય દ્વારા અપ્રયોજ્ય અનુમાનને સ્વાર્થાનુમાન કહેવાય છે. કહેવાનો આશય એ છે કે ન્યાય શબ્દના ઘણા અર્થ છે જેમ કે યુક્તિ, ગ્રંથવિશેષ, તર્ક, પંચાવયવવાક્ય ઇત્યાદિ. અહીં ન્યાય શબ્દથી પંચાવયવવાક્યને લેવાનું છે. જે અનુમાન ન્યાય = પંચાવયવવાક્ય દ્વારા પ્રયોજ્ય ન હોય અર્થાત્ જે અનુમાનની ઉત્પત્તિ પંચાવયવવાક્ય દ્વારા થઈ ન હોય, તે અનુમાનને સ્વાર્થાનુમાન કહેવાય છે. (સ્વાર્થાનુમાનમાં માનસિક ક્રિયા દ્વારા પોતાને જ બોધ કરાવવો એ