________________
૧૫૧ મહાનસ વગેરે છે, એમાં રહેનારો અભાવ એ ઘટાભાવ, પટાભાવ વગેરે છે. વનિનો અભાવ નહીં મળે કારણકે વહિન તો પર્વતાદિમાં વિદ્યમાન છે. તાદશ ઘટાદિ અભાવના પ્રતિયોગી ઘટાદિ જ થશે. (યસ્થ સમાવઃ સ પ્રતિયો) તેથી પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટવાદિ અને અનવચ્છેદક વનિત્વ છે. અને તે અનવચ્છેદક વહ્િનત્વવાળો વહ્િન થયો. આથી વહ્નિ ધૂમનું વ્યાપક છે. આ ન્યાયસિદ્ધાંતના અનુસાર અન્વયવ્યાપ્તિ છે.
(આ લક્ષણ અસહેતુમાં નહીં ઘટે. દા.ત. - પર્વતો ધૂમવાનું વહે અહીં વહ્નિનું અધિકરણ અયોગોલક, એમાં રહેનારો અભાવ ધૂમાભાવ, પ્રતિયોગિતા ધૂમમાં તેથી પ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમત્વ થશે. આમ, જે સાધ્યતાનો અવચ્છેદક છે તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક નથી બન્યો. આથી જ લક્ષણની અતિવ્યાપ્તિ નથી થઈ. આમ હેતુસમાનાધિકરણઅત્યંતભાવઅપ્રતિયોગી એવું જે હોય તે વ્યાપક સાધ્ય છે, તાદેશ સાધ્ય-નિરૂપિત જે સામાનાધિકરણ્ય હેતુમાં છે, તેને જ વ્યાપ્તિ કહેવાય છે. આ ન્યાયસિદ્ધાંતને અનુસારે અન્વયવ્યાપ્તિ છે.) - પૂર્વપક્ષ સિદ્ધાંતોનુસUF I પૂર્વપક્ષવ્યાપ્તિનું મૂળ સ્વરૂપ તો “સધ્ધમાવવવવૃત્તિત્વમ્' છે. અર્થાત્ સાધ્યના અભાવવાળાથી નિરૂપિત વૃત્તિતાનો અભાવ હેતુમાં મળવો જોઈએ એટલે કે સાધ્યના અભાવવાળામાં હેતુનું ન રહેવું તે પૂર્વપક્ષ વ્યાપ્તિનું લક્ષણ છે.
આ લક્ષણ ‘વદ્ધિમાન ધૂમાત્' જેવા સ્થળમાં ઘટી જવાથી અવ્યાપ્તિ આવશે નહીં. તે આ રીતે સાધ્યાભાવ = વન્યભાવ, તેનું અધિકરણ જે જલાદિ છે, તેમાં મીનાદિ વૃત્તિ હોવાથી જલાદિથી નિરૂપિતવૃત્તિતા મીનાદિમાં છે. તાદેશ વૃત્તિતાનો અભાવ ધૂમહેતુમાં મળવાથી અવ્યાપ્તિ નહીં આવે. - તથા પર્વતો ધૂમવાનું વ આવા અસસ્થળમાં લક્ષણ નહીં ઘટવાથી અતિવ્યાપ્તિ પણ નહીં આવે. તે આ રીતે સાધ્યાભાવ જે ધૂમાભાવ છે, તેના અધિકરણ એવા અયોગોલકમાં વહ્નિરૂપ હેતુ વિદ્યમાન હોવાથી વહ્નિરૂપ હેતુમાં અયોગોલક નિરૂપિત વૃત્તિતાનો અભાવ નહીં મળે તેથી અતિવ્યાપ્તિ આવશે નહીં.
ટૂંકમાં જેટલા પણ સત્ સ્થળો છે એ બધામાં વ્યાપ્તિનું લક્ષણ જવું જોઈએ અને એક પણ વ્યભિચારી હેતુમાં વ્યાપ્તિનું લક્ષણ જવું ન જોઈએ.
વ્યાપ્તિનું લક્ષણ હા, “સધ્ધાભાવવંદ્રવૃત્તિત્વમ્' આ લક્ષણ નવીન શૈલીમાં આ રીતે બોલાશે... સનિષ્ટપ્રતિયોગિતામાવનિરૂપિતવૃત્તિતા-નિષ્ટપ્રતિયોગિતામાવો વ્યતિઃ' જેવી રીતે ઘટાભાવનો પ્રતિયોગી ઘટ હોવાથી ઘટમાં પ્રતિયોગિતા આવશે અને તાદશ પ્રતિયોગિતાનો નિરૂપક ઘટાભાવ કહેવાશે. તેથી ઘટાભાવ = ઘટનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકાભાવ થશે. તેવી રીતે સાધ્યાભાવવાનું = સાધ્યનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકાભાવવાનું થશે અને અવૃત્તિત્વમ્ = એ સાધ્યાભાવ જેમાં રહે છે, તેનાથી નિરૂપિત વૃત્તિતાનો અભાવ = વૃત્તિતાનિપ્રતિયોગિતાકાભાવથશે.