________________
૧૪૯ કારણ ભાવ બતાવ્યો છે. વિસ્તારથી આ રીતે સમજવું...
વૃદ્વિવ્યાંગધૂમવી પર્વત: આનો અર્થ થશે +વનિવ્યાપ્તિનો આશ્રય ધૂમ છે અને તે ધૂમનો આશ્રય પર્વત છે. (કારણ કે વ્યાપ્ય = વ્યાપ્તિઆશ્રય, અને ધૂમવાન્ = ધૂમાશ્રય)
પદાર્થનો ક્રમ નિમ્ન પ્રકારથી થશે - વનિ - વ્યાપ્તિ – આશ્રય - ધૂમ - આશ્રય - પર્વત. તેથી બ્રિન્દાવચ્છિનકારતાનિરૂપિતગામિત્વાછિન્નપ્રતિનિરૂપિતાશયત્વवच्छिन्नप्रकारतानिरूपितधूमत्वावच्छिन्नप्रकारतानिरूपिताश्रयत्वावच्छिन्नप्रकारतानिरूपितપર્વતત્વીવંછનવિશેષ્યતીતિ નિર્ણયાત્મક જે પરામર્શ છે, તે જ વહ્નિત્વીવનप्रकारतानिरूपिताश्रयत्वधर्मावच्छिन्नप्रकारतानिरूपितपर्वतत्वावच्छिन्नविशेष्यताशालि અનુમિતિજ્ઞાનની પ્રતિ કારણ છે.
(અનુમિતિ - “વદ્વિમાન પર્વતઃ' માં ક્રમ આ પ્રમાણે છે........વનિ - આશ્રય- પર્વત)
આનો અધિક વિસ્તાર મૂક્તાવલીની કિરણાવલી વગેરે ટીકાઓમાં આપ્યો છે. વિસ્તારના ભયથી અહીં આપ્યો નથી.
(प०) व्याप्तिविशिष्टेति । विषयितासंबन्धेन व्याप्तिविशिष्टं पक्षधर्मताज्ञानं परामर्श इत्यर्थः। घटादिज्ञानवारणाय पक्षधर्मतेति। धूमवान् पर्वत इत्यादिज्ञानवारणाय व्याप्तिविशिष्टेति। तदिति। परामर्शजन्यमित्यर्थः।
* પદકૃત્ય “ વિષયિતાસંબંધ દ્વારા વ્યાપ્તિથી વિશિષ્ટ એવું જે પક્ષધર્મતાનું જ્ઞાન છે તે પરામર્શ છે. કહેવાનો આશય એ છે કે - જ્ઞાનમાં કોઈ પણ વિષય વિષયિતા સંબંધથી વિદ્યમાન હોય છે. પક્ષધર્મતાજ્ઞાનમાં પણ વ્યાપ્તિ, વિષયિતાસંબંધથી વિદ્યમાન છે તેથી પક્ષધર્મતાજ્ઞાન પણ વિષયિતાસંબંધથી વ્યાપ્તિથી વિશિષ્ટ છે.
* પરામર્શના લક્ષણમાં ‘વ્યાતિવિશિષ્ટજ્ઞાન પરામર્શ.” આટલું જ કહીએ તો ઘટાદિ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ઘટાદિ પણ દ્રવ્યનો વ્યાપ્ય હોવાથી દ્રવ્યથાર્થધટ: ઇત્યાકારક જ્ઞાન પણ વ્યાપ્તિવિશિષ્ટ તો છે જ. પરંતુ લક્ષણમાં “પક્ષધર્મતા' પદના નિવેશથી ઘટાદિ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઘટાદિવિષયકજ્ઞાન પક્ષસંબંધવિષયક નથી.
* જો માત્ર “પક્ષધર્મતાજ્ઞાન” આટલું જ પરામર્શનું લક્ષણ કહીએ તો “ધૂમવાનું પર્વતઃ ઇત્યાકારક જ્ઞાનને પણ પરામર્શ કહેવું પડશે પરંતુ લક્ષણમાં વ્યાપિવિશિષ્ટ' પદના નિવેશથી ‘ધૂમવા પર્વતઃ' ઇત્યાકારક જ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે તે જ્ઞાન વ્યાપ્તિવિશિષ્ટ નથી. મૂળમાં જ્ઞચમ્' નો અર્થ “પામગી ' એવો કરવો.
વ્યાપ્તિ-નિરૂપણ मूलम् : यत्र यत्र धूपस्तत्राग्निरिति साहचर्यनियमो व्याप्तिः ।)