________________
૧૪૮
એ ધૂમમાં પ્રકા૨ીભૂત છે અને આ જ જ્ઞાન પર્વતાત્મક પક્ષમાં આલોકના સંબંધને વિષય પણ કરે છે. આમ આ જ્ઞાન પણ વ્યાપ્તિપ્રકારક અને પક્ષસંબંધવિષયક જ છે.
-
સમા. : નીચે પ્રમાણે લક્ષણ કરવાથી કોઈ દોષ નહીં આવે. ‘પક્ષનિષ્ઠવિશેષ્યતાનિરૂપિતા યા હેતુનિષ્ટપ્રાતા, તન્નિરૂપિતા યા વ્યાપ્તિનિષ્ઠપ્રજારતા તજ્ઞાતિજ્ઞાનું પરામર્શ:' આ લક્ષણને ‘વહિવ્યાપ્યધૂમવાન્ પર્વતઃ’ આ પરામર્શમાં ઘટાવીએ અહીં પર્વત વિશેષ્ય છે, એમાં ધૂમ પ્રકાર છે અને એ ધૂમમાં પણ વ્યાપ્તિ પ્રકાર છે. આથી જ પર્વતમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત ધૂમમાં રહેલી જે પ્રકારતા છે, તે પ્રકારતાથી નિરૂપિત વ્યાપ્તિમાં રહેલી જે પ્રકારતા છે તેનો નિરૂપક પરામર્શજ્ઞાન છે. આમ પરામર્શનું લક્ષણ પરામર્શમાં ઘટી જાય છે. પરંતુ ‘વહ્નિવ્યાપ્યધૂમ:, બાજોવાન્ પર્વત:' આ સમૂહાલંબનજ્ઞાનમાં પરામર્શનું લક્ષણ ન ઘટવાથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પર્વતમાં આલોક પ્રકારરૂપે તો છે પરંતુ આલોકમાં વ્યાપ્તિ પ્રકારરૂપે નથી. કારણ કે વહ્નિની વ્યાપ્તિ તો ધૂમમાં પ્રકાર તરીકે જણાય છે.
તાતૂશપરમા.....વોઘ્નઃ ॥ એતાર્દશ પરામર્શથી જન્ય જ્ઞાનને અનુમિતિ કહેવાય છે. ભિન્ન ભિન્ન અનુમિતિઓની પ્રતિ ભિન્ન ભિન્ન પરામર્શ કારણ છે, કારણ કે ‘વન્નિવ્યાપ્યધૂમવાન્ પર્વત:’ ઇત્યાકારક પરામર્શથી ‘પર્વતો વદ્ઘિમાન્’ આ અનુમતિ થાય છે, ‘: ખતવાન્' નહીં. તેથી ન્યાયબોધિનીકાર અનુમિતિ અને પરામર્શની વચ્ચે વિશેષ કરીને કાર્ય-કારણભાવ બતાવે છે.
‘પર્વતો વિજ્ઞમાન્’ આ અનુમિતિવિશેષ પ્રત્યે ‘વન્નિવ્યાપ્યધૂમવાન્ પર્વતઃ' આ પરમાર્થ વિશેષ કારણ છે. ‘પર્વતો વૃદ્ઘિમાન્' આ અનુમિતિવિશેષ જે કાર્ય છે તેમાં પર્વત ઉદેશ્ય છે કારણ કે જેમાં સાધ્યની અનુમિતિ કરાય છે તે ઉદ્દેશ્ય કહેવાય છે. અને વહ્નિ વિધેય છે કારણ કે પર્વતમાં વહ્નિની સિદ્ધિ કરવાની છે. પર્વત પર્વતત્વધર્મથી વિવક્ષિત છે, તેથી ઉદ્દેશ્યતા પર્વતત્વ ધર્મથી અવચ્છિન્ન છે અને વહ્નિ વહ્નિત્વ ધર્મથી અને સંયોગસંબંધથી વિધેય છે માટે તાદશ વિધેયતા વહ્નિત્વાવચ્છિન્ન અને સંયોગસંબંધાવચ્છિન્ન કહેવાશે.
‘વહ્નિવ્યાપ્યધૂમવાન્ પર્વત:' આ પરામર્શવિશેષ જે કારણ છે ત્યાં, પર્વતમાં પર્વતત્વાવચ્છિન્ન જે વિશેષ્યતા છે તે વિશેષ્યતાથી નિરૂપિત ધૂમત્વાવચ્છિન્ન ધૂમમાં પ્રકારતા છે અને તાદશ પ્રકારતાથી નિરૂપિત વહ્નિવ્યાપ્તિમાં પ્રકા૨તા છે. માટે..... પર્વતત્વાવચ્છિન્નોद्देश्यतानिरूपितसंयोगसंबन्धावच्छिन्नवह्नित्वावच्छिन्न- विधेयताकानुमितित्वावच्छिन्नं अनुमितिं प्रति वह्निव्याप्तिप्रकारतानिरूपितधूमत्वावच्छिन्नप्रकारतानिरूपित - पर्वतत्वावच्छिन्नविशेष्यताकज्ञानं परामर्शः कारणम् ।
આ પ્રમાણે અનુમિતિ અને પરામર્શ વિશેષનો કાર્ય-કારણભાવ છે. વિશેષાર્થ વસ્તુતઃ ન્યાયબોધિનીમાં સંક્ષેપથી અનુમિતિ અને પરામર્શની વચ્ચે કાર્ય