________________
૧૪૬
શિષ્ય કહેવાય છે. આ રીતે પરામર્શપ્રત્યક્ષનો વિષય હેતુ બની જશે. તેથી પરામર્શપ્રત્યક્ષમાં
અતિવ્યાપ્તિ નહીં આવશે. નોંધ : ‘ધૂમવાન્ પર્વતો, વદ્ધિમાન, ધૂમાત્' ઇત્યાદિ અનુમાન સ્થળોમાં હેતુ અને પક્ષતાવચ્છેદક = ધૂમ એક હોવાથી અનુમિતિ જે ‘ઘૂમવાન્ પર્વતો, વદ્ધિમાન્' સ્વરૂપ છે, તેમાં હેતુ વિષય તરીકે જણાય છે. તો ત્યાં શું કરવું? અહીં ધૂમ હેતુ તરીકે ભાષિત નથી પરંતુ ઉદ્દેશ્યતાવચ્છેદક તરીકે ભાષિત છે. આથી જ આ અનુમિતિ પણ હેતુ અવિષયક જ મનાશે.
પરામર્શ - નિરૂપણ
मूलम् : व्याप्तिविशिष्टपक्षधर्मताज्ञानं परामर्शः । यथा 'वह्निव्याप्यधूमवानयं पर्वत' इति ज्ञानं परामर्शः । तज्जन्यं 'पर्वतो वहिनमानि 'ति ज्ञानमनुमितिः ॥
વ્યાપ્તિથી વિશિષ્ટ પક્ષધર્મતાના જ્ઞાનને પરામર્શ કહેવાય છે. દા.ત. → ‘વહિનવ્યાપ્યધૂમવાળો આ પર્વત છે' આ જ્ઞાનને પરામર્શ કહેવાય છે. અને તાદશ પરામર્શથી જન્મ ‘પર્વત વહ્નિવાળો છે’ ઇત્યાકારક જ્ઞાનને અનુમિતિ કહેવાય છે.
વિશેષાર્થ : ‘વ્યતિવિશિષ્ટવક્ષધર્મતાજ્ઞાનમ્' આ જે મૂલોક્ત પંક્તિ છે, તેનો વિગ્રહ બે પ્રકારે થાય છે.
(૧) ‘વ્યાપ્તિવિશિષ્ટ યા પક્ષધર્મતા, તસ્યાઃ જ્ઞાનમ્’ = ‘વ્યાતિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાનમ્' આવો વિગ્રહ કરીએ તો ..........પર્વતો વદ્ધિમાન માત્’ આ અનુમાનમાં ધૂમ વ્યાપ્ય છે એટલે કે ધૂમમાં વ્યાપ્યત્વ = વ્યાપ્તિ રહેલી છે = ધૂમ વ્યાપ્તિ વિશિષ્ટ છે. એવા વ્યાપ્તિવિશિષ્ટ ધૂમનું પક્ષસંબંધવિષયક જ્ઞાન પરામર્શ કહેવાય છે. આ રીતે વિગ્રહ કરવામાં આવે તો ‘ધૂમવાન્ પર્વતઃ ’ ઇત્યાકારક જ્ઞાનને પણ પરામર્શ કહેવાની આપત્તિ આવશે. કારણ કે ‘જ્ઞાન’ પદનો સાક્ષાત્ સંબંધ માત્ર પક્ષધર્મતાની સાથે છે, વ્યાપ્તિની સાથે નથી.
(२) 'पक्षधर्मताया: ज्ञानम् = पक्षधर्मताज्ञानम्' व्याप्तिविशिष्टं च तत् पक्षधर्मताજ્ઞાનન્-વ્યાતિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાનમ્ આ રીતે વિગ્રહ કરવાથી ‘જ્ઞાન’ પદનો અન્વય ‘પક્ષધર્મ’ અને ‘વ્યાપ્તિ’ ઉભયમાં થશે. અને એનાથી ‘યજ્ઞાનું પક્ષધર્મતાવિષય તથૈવ જ્ઞાનં વ્યાતિવિષયમપિ ભવિતવ્યમ્’ અર્થાત્ જે જ્ઞાન વ્યાપ્તિવિશિષ્ટ છે તે જ જ્ઞાન પક્ષધર્મતાવિષયક પણ હોવું જોઈએ. એવો અર્થ પ્રાપ્ત થશે. તેથી ‘વહિવ્યાવ્યધૂમવાન્ પર્વતઃ’ આ જ્ઞાન જ પરામર્શ કહેવાશે. ‘ ઘૂમવાન્ પર્વત:' નહીં.
સામાસિક વિગ્રહની વિલક્ષણતાથી એવા પ્રકારની ભિન્નતા પ્રાયઃ જણાય છે. દા.ત. → ‘અનન્તપર્યાયવિશિષ્ટદ્રવ્યજ્ઞાનન્’ આનો વિગ્રહ જો ‘અનન્તપર્યાયવિશિષ્ટ યજ્ દ્રવ્યમ્, તસ્ય જ્ઞાનમ્ એવો કરવામાં આવે તો કેવલી અને બદ્ધજીવ બન્નેમાં આ જ્ઞાન રહેશે, કારણ કે ‘જ્ઞાન’ પદનો સંબંધ માત્ર દ્રવ્યની સાથે છે, અનંતપર્યાયની સાથે નથી. પરંતુ જો ‘વ્યસ્યજ્ઞાનમ્ = દ્રવ્યજ્ઞાનમ્', ‘અનન્તપર્યાયવિશિષ્ટ ષ તન્ દ્રવ્યજ્ઞાનમ્' એવો વિગ્રહ કરવામાં આવે તો આ જ્ઞાન કેવલીમાં જ રહેશે. કારણ કે અહીં ‘જ્ઞાન’ પદનો સંબંધ અનંતપર્યાય અને દ્રવ્ય બન્નેની સાથે છે.