________________
૧૪૫
* પદેકૃત્ય * અનુમિતિ જ દુર્નિરૂપિત હોવાથી તદ્ઘટિત અનુમાન પણ દુર્નિરૂપિત છે. આવી શંકા થવાથી ‘મર્શ નગંજ્ઞાનમનુમિતિઃ' એ પ્રમાણે કહ્યું છે. આશય એ છે કે “અનુમતિરણનુમાનમ્ આ વાક્ય દ્વારા પૂર્વે અનુમાનનું લક્ષણ કર્યું પરંતુ નિયમ છે - વીચાર્યજ્ઞાનું પ્રતિ પાર્થજ્ઞાન વરણમ્ આ નિયમાનુસાર જેવી રીતે ઘટનું જ્ઞાન, ઘટ પદાર્થને જાણ્યા વગર ન થઈ શકે તેવી જ રીતે “અનુમિતિરામનુમાન” આ વાક્યર્થનું જ્ઞાન ત્યારે થશે જ્યારે વાક્યના ઘટક અનુમિતિ પદાર્થને સમજશું. કારણ કે અનુમિતિને જાણ્યા વગર અનુમાનનું નિરૂપણ અશક્ય છે માટે “પરામર્શનવંજ્ઞાનનુમિતિઃ' એ પ્રમાણે અનુમિતિનું નિરૂપણ કરે છે.
પ્રત્યક્ષાદિમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં “પરામર્શનમ્ પદ આપ્યું છે. પરામર્શધ્વંસમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં જ્ઞાનમ્' પદ આપ્યું છે.
શંકા : અનુમિતિનું પરામાન્ય જ્ઞાનમ્ આવું પણ લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું છે. કેમ ?જેવી રીતે ઘટનું પ્રત્યક્ષજ્ઞાન ઘટથી જન્ય છે, એવી રીતે પરામર્શનું પ્રત્યક્ષ પણ પરામર્શથી જન્ય છે, અને તે જ્ઞાનાત્મક પણ છે. તેથી અનુમિતિનું લક્ષણ પરામર્શના પ્રત્યક્ષમાં (= વદ્વિવ્યાધૂમવાન પર્વત: તિજ્ઞાનવાનદમ્ ઇત્યાકારક જ્ઞાનમાં) જવાથી અતિવ્યાપ્તિ આવશે.
સમા. : તમારી વાત બરાબર છે. તેથી તાદેશ અતિવ્યાપ્તિના વારણ માટે અમે લક્ષણમાં ‘હેત્વવિષયત્વે સતિ’ આ પદને જોડી દઈશું. તેથી અનુમિતિનું લક્ષણ થશે. “પરામર્શનન્યત્વે સતિ હેત્વવિષયત્વે સતિ જ્ઞાનત્વમ્ ' અહીં વદ્વિવ્યાપ્યધૂમવા પર્વતઃ તિ જ્ઞાનવાનમ્' આ જે પરામર્શનું પ્રત્યક્ષ = પરામર્શાત્મક જ્ઞાનનું જ્ઞાન છે, તેમાં હેતુ ધૂમ પરામર્શાત્મક જ્ઞાનના વિષય તરીકે જણાય છે. આથી જ પરામર્શનું પ્રત્યક્ષ હેતુ - અવિષયક નથી. જયારે “પર્વતો વદ્ધિમાન સ્વરૂપ અનુમિતિ તો પક્ષ, સાધ્ય ઉભયવિષયક જ છે પરંતુ હેતુવિષયક નથી. તેથી અનુમિતિમાં જ લક્ષણ જશે.
વિશેષાર્થ :
શંકા : પરામર્શનું પ્રત્યક્ષ પણ હેતુ અવિષયક જ છે કારણ કે પરામર્શનું જ્ઞાન = અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષનો વિષય તો પરામર્શાત્મકજ્ઞાન છે, હેતુ નહીં. (જ્ઞાનનો વિષય જ્ઞાન જ બન્યો છે, હેતુ નહીં.)
સમા. : અનુવ્યવસાયાત્મક જ્ઞાનનો સાક્ષાત્ વિષય ભલે પરામર્શાત્મક જ્ઞાન છે. પરંતુ પરંપરયા સ્વના વિષયનો વિષય હેતુ પણ છે. અર્થાત્ અહીં સ્વ = પરામર્શપ્રત્યક્ષ એટલે અનુવ્યવસાયાત્મક જ્ઞાન, એનો વિષય પરામર્શ અને એનો પણ વિષય હેવાદિ છે. અને સ્વના વિષયનો વિષય પણ સ્વનો વિષય જ કહેવાય છે. જેવી રીતે સ્વના શિષ્યનો શિષ્ય એ સ્વનો જ