________________
૧૪૩
અનુમિતિના કરણને અનુમાન કહેવાય છે. (न्या० ) अनुमानं लक्षयति-अनुमितीति। अनुमितौ व्याप्तिज्ञानं करणं, परामर्शो व्यापारः, अनुमितिः फलं, कार्यमित्यर्थः। परामर्शस्य व्याप्तिज्ञानजन्यत्वाद्व्याप्तिज्ञानजन्यानुमितिजनकत्वात्तजन्यत्वे सति तजन्यजनकत्वरूपव्यापारत्वमुपपन्नम्। अनुमितिकरणत्वमनुमानस्य लक्षणम्। अनुमानं व्याप्तिज्ञानम्। एतस्य परामर्शरूपव्यापारद्वारा अनुमितिं प्रत्यसाधारणकारणतयानुमितिकरणत्वमुपपन्नम् ॥
જ જાયબોધિની એક ‘અનુમિતિરામનુમાન આ પંક્તિ દ્વારા અનુમાનનું લક્ષણ કરે છે. અનુમિતિમાં વ્યાપ્તિજ્ઞાન કરણ છે, પરામર્શ વ્યાપાર છે અને અનુમિતિ ફળ અર્થાત્ કાર્ય છે.
પરામર્શ વ્યાપાર કેમ છે? પરામર્શ વ્યાપ્તિજ્ઞાનથી જન્ય છે અને વ્યાપ્તિજ્ઞાનથી જન્ય જે અનુમિતિ છે, એનો જનક પણ છે. આ રીતે તર્ગન્યત્વે સતિ તવંગનત્વ રૂપ વ્યાપારનું લક્ષણ પરામર્શમાં ઘટી જવાથી પરામર્શ એ વ્યાપાર છે.
વ્યાતિજ્ઞાન અનુમિતિનું કરણ કેમ છે? “સમિતિUત્વિ' એ અનુમાનપ્રમાણનું લક્ષણ છે. આ અનુમાન પ્રમાણ અને વ્યાપ્તિજ્ઞાન બંને એક જ છે. એનાદેશ વ્યાપ્તિજ્ઞાન, પરામર્શરૂપી વ્યાપાર દ્વારા અનુમિતિની પ્રત્યે અસાધાણકારણ છે. આમ “વ્યાપારવરસધારણારત્વ' રૂપ કરણનું લક્ષણ વ્યાપ્તિજ્ઞાનમાં ઘટી જવાથી વ્યાપ્તિજ્ઞાન એ અનુમિતિનું કરણ કહેવાય છે.
(प०) प्रत्यक्षानुमानयोः कार्यकारणभावसङ्गतिमभिप्रेत्य प्रत्यक्षानन्तरमनुमानं निरूपयति-अनुमितीति। अनुमितेः करणमनुमानमित्यर्थः। तच्च लिङ्गपरामर्श एवेति निवेदयिष्यते। कुठारादावतिव्याप्तिवारणाय अनुमितीति। प्रत्यक्षादावतिव्याप्तिवारणाय अन्विति।
* પદકૃત્ય * નિરૂપાનન્તરં નિરૂપ્યતે તે નિરૂપત-સંપતિમાન્ મવતિ' જેના નિરૂપણની પછી જેનું નિરૂપણ કરાય છે તે એનાથી નિરૂપિત સંગતિવાળો હોવો જ જોઈએ કારણ કે મiri 1 વ્યા' એવું શાસ્ત્રવચન છે. તેથી પર્વતાદિ પર ધૂમાદિનું પ્રત્યક્ષ થયા પછી વળ્યાદિનું અનુમાન કરાતું હોવાથી પ્રત્યક્ષ અને અનુમાનની વચ્ચે કાર્ય-કારણભાવ સંગતિ છે. માટે પ્રત્યક્ષના નિરૂપણની પછી અનુમાનનું નિરૂપણ કરે છે.
“અનુમિતિના કરણને અનુમાન કહેવાય છે અને તે અનુમાન લિંગપરામર્શ (= પરામર્શજ્ઞાન) છે. એવું આગળ મૂલકાર જણાવશે.