________________
૧૨૮
(न्या० ) सविकल्पकं लक्षयति-सप्रकारकमिति। विषयताया ज्ञाननिरूपितत्वाज्ज्ञानस्य विषयतानिरूपकत्वेन प्रकारतानिरूपकज्ञानत्वं सविकल्पकस्य लक्षणम् । एवं विशेष्यतानिरूपकज्ञानत्वं संसर्गतानिरूपकज्ञानत्वमित्यपि लक्षणं संभवति । उदाहरणम्:-વતિા इदन्त्वावच्छिन्नविशेष्यतानिरूपितडित्थत्वप्रकारताशालिज्ञानं ब्राह्मणत्वप्रकारताशालिज्ञानं च सविकल्पकमित्यर्थः ।
* ન્યાયબોધિની *
‘સમ્રાર.....’ ઈત્યાદિ કહેવા દ્વારા સવિકલ્પક જ્ઞાનનું લક્ષણ કરે છે. દરેક જ્ઞાન સવિષયક જ હોય છે. અર્થાત્ જ્ઞાનમાં કોઈને કોઈ પદાર્થ વિષય તરીકે જણાય જ છે. તેથી વિષયમાં રહેલી વિષયતા જ્ઞાનથી નિરૂપિત બને છે અને જ્ઞાન હંમેશા વિષયતાનો નિરૂપક બને છે. માટે પ્રકારતાખ્ય વિષયતાનો પણ નિરૂપક બને છે. તેથી ‘પ્રજારતાનિરૂપજ્ઞાનત્વમ્’ એ સવિકલ્પકજ્ઞાનનું લક્ષણ છે.
=
નોંધ : પ્રકાર અને વિશેષ્ય એ સાપેક્ષ પદાર્થ છે. જો જ્ઞાનમાં પ્રકાર જણાતો હોય તો એ જ્ઞાનમાં વિશેષ્ય પણ અવશ્ય હોય જ છે. અને જેમાં પ્રકાર અને વિશેષ્ય બંને હોય તો તે બંને વચ્ચેનો સંયોગાદિ સંસર્ગ - સંબંધ પણ હોય જ છે. તેથી સવિકલ્પકજ્ઞાનના પ્રારતનિરૂપજ્ઞાનત્વમ્' લક્ષણની જેમ ‘વિશેષ્યતાનિરૂપજ્ઞાનત્વમ્’, ‘સંસńતનિરૂપજ્ઞાનત્વમ્’ આ પણ લક્ષણો સંભવી શકે છે. દા.ત. → ‘હિત્યોઽયમ્’, ‘બ્રાહ્મળોયમ્’, ‘શ્યામોઽયમ્।' અહીં ઈદમ્ પદાર્થ એ વિશેષ્ય છે. તેથી ઇદમ્ પદાર્થનિષ્ઠ વિશેષ્યતાનો અવચ્છેદક ‘ઇદત્ત્વ’ છે. અને ડિસ્થત્વ, બ્રાહ્મણત્વ અને શ્યામત્વ (= શ્યામરૂપ) એ પ્રકાર છે. તેથી इदन्त्वावच्छिन्नविशेष्यता
इदन्त्वावच्छिन्नविशेष्यतानिरूपितडित्थत्वनिष्ठप्रकारताशालिज्ञानम्,
निरूपितब्राह्मणत्वनिष्ठप्रकारताशालिज्ञानम्, इदन्त्वावच्छिन्नविशेष्यतानिरूपितश्यामात्वनिष्ठप्रकारताशालिज्ञानम् આ ત્રણે જ્ઞાન સવિકલ્પક છે.
(प०) सप्रकारकमिति । घटादिवारणाय ज्ञानमिति । निर्विकल्पकवारणाय सप्रकारकमिति ॥
*પકૃત્ય *
* સવિકલ્પક જ્ઞાનના આ લક્ષણમાં જો સપ્રારમ્’ પદનો જ નિવેશ કરીએ તો ઘટાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ‘અયં ધટ:’, ‘અયં પટ: ’ ઇત્યાદિ જ્ઞાનમાં ઘટ, પટ, વગેરે પણ ઘટત્વ, પટત્વાદિ પ્રકારથી = ધર્મથી યુક્ત જણાય છે. તેથી ઘટ, પટ વગેરે પણ સપ્રકા૨ક કહેવાય છે. પરંતુ લક્ષણમાં ‘જ્ઞાન' પદના નિવેશથી ઘટાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઘટાદિ એ જ્ઞાન સ્વરૂપ નથી.
* લક્ષણમાં જો ‘જ્ઞાનમ્' પદનો જ નિવેશ કરીએ તો નિર્વિકલ્પક જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ ‘સન્નારમ્' પદના નિવેશથી નિર્વિકલ્પક જ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે નિર્વિકલ્પકજ્ઞાન પ્રકારતાથી શૂન્ય હોય છે.