________________
૧૨૭ (न्या०) तल्लक्षयति-तत्र निष्प्रकारकमिति। प्रकारताशून्यज्ञानत्वमेव निर्विकल्पकत्वमित्यर्थः । निर्विकल्पके चतुर्थी विषयता स्वीक्रियते। न तु त्रिविधविषयतामध्ये कापि तत्रास्ति। अतो विशेष्यताशून्यज्ञानत्वं संसर्गताशून्यज्ञानत्वमित्यपि लक्षणं संभवति॥
* ન્યાયબોધિની ક નિર્વિકલ્પકજ્ઞાનનું લક્ષણ કરે છે ‘પ્રકારતાથી શૂન્ય જ્ઞાનને નિર્વિકલ્પકજ્ઞાન કહેવાય છે.” કોઈ પણ જ્ઞાનમાં વિશેષ્ય, વિશેષણ અને એ બે વચ્ચેનો સંસર્ગ એમ ત્રણ પ્રકારના વિષય ભાસિત થાય છે. તેથી કોઈ પણ જ્ઞાનની વિષમતા ત્રણ પ્રકારની હોય છે - વિશેષ્યતાખ્ય વિષયતા, વિશેષણતા = પ્રકારતાખ્ય વિષયતા અને સંસર્ગનાખ્ય વિષયતા. પરંતુ નિર્વિકલ્પકજ્ઞાનમાં આ ત્રણમાંથી કોઈ પણ વિષયતા ન હોવાથી એક વિલક્ષણ ચોથી વિષયતા મનાઈ છે.
આથી નિર્વિકલ્પકજ્ઞાનના પ્રકારનાશૂન્યજ્ઞાનત્વમ્' ની જેમ વિશેષ્યતાશૂન્યજ્ઞાનમ્' સંસતાશૂન્યજ્ઞાનત્વમ્' આવા પણ લક્ષણો થઈ શકે છે.
(प०) तत्र निष्प्रकारकमिति। सविकल्पकेऽतिव्याप्तिवारणाय निष्प्रकारकमिति। प्रकारवारणाय ज्ञानमिति।
* પદકૃત્ય * નિર્વિકલ્પકજ્ઞાનના આ લક્ષણમાં જો ‘નિષ્ઠરમ્' પદનો નિવેશ ન કરીએ તો સવિકલ્પકજ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “નિષ્કાર' પદના નિવેશથી સવિકલ્પકજ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે સવિકલ્પક જ્ઞાન પ્રકારતાશૂન્ય નથી.
* જો લક્ષણમાં જ્ઞાન' પદનો નિવેશ ન કરીએ તો પ્રકારમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે “યં ધટ:', ‘મયં પટ: વગેરે જ્ઞાનમાં જે ઘટત્વ, પટવ વગેરે પ્રકાર તરીકે જણાય છે. તેના કોઈ પ્રકાર = વિશેષણ નથી. અર્થાત્ વિશેષ્યને વિશેષણ હોય પરંતુ ઘટત્વ, પટવ વગેરે પ્રકારને = વિશેષણને વિશેષણ ન હોય. અનવસ્થાના ભયથી પ્રકાર એ પ્રકાર રહિત હોય છે. પરંતુ લક્ષણમાં જ્ઞાન' પદના નિવેશથી પ્રકારમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રકાર એ જ્ઞાન” નથી, જ્ઞાનનો વિષય છે.
સવિકલ્પક જ્ઞાન मूलम् : सप्रकारकं ज्ञानं सविकल्पकम्। यथा - डित्थोऽयं, ब्राह्मणोऽयं, श्यामोऽयमिति ॥
જે જ્ઞાનમાં પ્રકાર જણાય છે તે જ્ઞાનને સવિકલ્પકજ્ઞાન કહેવાય છે. દા.ત.- “આ ડિત્ય છે', “આ બ્રાહ્મણ છે', “આ શ્યામ છે” આ ત્રણે જ્ઞાન ડિWત્વ, બ્રાહ્મણત્વ અને શ્યામત્વ પ્રકારવાળું હોવાથી સવિકલ્પક જ્ઞાન કહેવાય છે.